શું વિવિધ પ્રકારના ઇક્વિટી ફંડ્ઝ ઉપલબ્ધ હોય છે?

શું વિવિધ પ્રકારના ઇક્વિટી ફંડ્ઝ ઉપલબ્ધ હોય છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રોકાણકારોની વિવિધ જરૂરિયાતો પૂરી કરતા વિવિધ ઇક્વિટી ફંડ્ઝ હોય છે. આ તમામનો વ્યાપક ઉદ્દેશ લાંબા ગાળે મૂલ્ય વધારવાનો છે.

આને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે એવી ટુકડીને જોઇએ જેને આપણે ઓલિમ્પિક ગેમ્સમાં મોકલીએ છીએ. તેમાં ખેલાડીઓનું મોટું જૂથ હોય છે અને ત્યાર પછી વિવિધ રમત-ગમત માટે ટીમો હોય છે. ઓલિમ્પિક ગેમ્સમાં મોટી ઇવેન્ટ્સ પૈકીની એક “ટ્રેક એન્ડ ફિલ્ડ” ઇવેન્ટ છે. આપણે એક ગ્રુપને આ ઇવેન્ટ્સ માટે પણ મોકલીએ છીએ. તેની અંદર કેટલીક દોડ હોય છે – 100 મીટરની ઝડપી દોડથી લાંબા અંતરની દોડ, જેમાં મેરેથોનનો સમાવેશ થાય છે. સમગ્ર ટુકડી ઓલિમ્પિક ગેમ્સમાં સ્પર્ધા કરવા માટે ગઈ હોય છે તેમ છતાં પણ તેમાં વિવિધ ક્ષમતાના વિવિધ ખેલાડીઓ હશે.

આવું મ્યુચ્યુઅલ ફંડ્ઝ માટે પણ હોય છે. જો તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ ઓલિમ્પિકની સમગ્ર ટુકડીને સમાન હોય તો ઇક્વિટી ફંડ્ઝ તેમાં રહેલા એક જૂથ જેવું હોઇ શકે છે, જે વિવિધ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં ભાગ લે છે. આપણે જોયું તેમ ટ્રેક અને ફિલ્ડની અંદર વિવિધ સબ-કેટેગરીઝ હોય છે તે જ પ્રમાણે ઇક્વિટી ફંડ્ઝમાં પણ વિવિધ સ્કિમ્સ હોય છે.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું