શું એવા ફંડ છે કે જેમાં મારે અમુક નિર્ધારિત સમય માટે રોકાણ કરી રાખવાની જરૂર છે?

શું એવા ફંડ છે કે જેમાં મારે અમુક નિર્ધારિત સમય માટે રોકાણ કરી રાખવાની જરૂર છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમના સૌથી મોટા લાભ પૈકીનો એક તરલતા છે, એટલે કે રોકાણને રોકડમાં રૂપાંતરિત કરવાની સુવિધા.

સેક્શન 80સી હેઠળ કરલાભ ઓફર કરતી ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ્સ (ઇએલએસએસ)માં નિયમનો અનુસાર 3 વર્ષની અવધિ સુધી ‘લોક-ઇન’ યુનિટ્સની આવશ્યકતા હોય છે અને અવધિ પછી તેમને રિડિમ કરી શકાય છે.

સ્કિમ્સની અન્ય એક કેટેગરી છે જે “ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ” (એફએમપી) તરીકે જાણતી છે, જેમાં રોકાણકારોએ સ્કિમના ઓફર દસ્તાવેજમાં પૂર્વવ્યાખ્યાયિત કરેલા નિર્ધારિત ગાળા માટે રોકાણ જાળવી રાખવાનું હોય છે. આ યોજનાઓ ત્રણ મહિનાથી લઈને અમુક વર્ષો વચ્ચેની રોકાણ અવધિ ધરાવે છે.

જોકે કેટલીક ઓપન એન્ડ સ્કિમ્સ એક્ઝિટ લોડની અવધિ સ્પષ્ટ કરી શકે છે. ઉદાહરણ તરીકે સ્કિમ સ્પષ્ટ કરી શકે છે કે 6 મહિનામાં રિડિમ કરી શકાતા યુનિટ્સ લાગુ થવા પાત્ર એનએવી પર 0.50%નો એક્ઝિટ લોડ લાગુ થશે.

આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આમાં ન્યૂનતમ સમયગાળા માટે કેટલાક નિયમો અને શરતો હોઈ શકે છે. તેથી, દરેક પ્રકારની સ્કીમ માટે યોગ્ય અથવા આદર્શ સમયગાળા વિશે જાણવા માટે નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

430
હું રોકાણ કરવા માટે તૈયાર છું