શું હું રૂ. 500થી શરૂ કરીને આ રકમને વધારી શકું છું?

શું હું રૂ. 500થી શરૂ કરીને આ રકમને વધારી શકું છું?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સમૃદ્ધિનાં સર્જન માટે લોકપ્રિય રોકાણનો વિચાર ‘જલ્દી શરૂઆત કરવી છે. નિયમિત રીતે રોકાણ કરો. લાંબી અવધિ માટે રોકાણ જાળવી રાખો’. રોકાણ ભલે રૂ. 500 જેટલું ઓછું હોય પણ સફરની શરૂઆત કરવી મહત્ત્વપૂર્ણ છે. 

તમે આગળ વધો તેમ રોકાણની રકમને વધારવાની ઘણી રીત છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં તમે હંમેશાં સમાન ફંડ/ખાતામાં વધારાની ખરીદી કરી શકો છો. ઘણા ફંડ હોઉસોમાં આ રકમ રૂ. 100 જેટલી ઓછી હોઇ શકે છે અથવા અન્ય સ્કિમમાંથી નાણાં ટ્રાન્સફર કે સ્વિચ કરી શકાય છે. તમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) થી શરૂઆત કરી શકો છો, જે તમને બેંકમાં રિકરિંગ ડિપોઝિટની જેમ સ્કિમમાં નિયમિત રોકાણ કરવા સક્ષમ બનાવે છે. ઘણા એએમસી તેમના રોકાણકારોને તેમના એસઆઇપીના યોગદાનને દર વર્ષે ક્રમશઃ વધારવાની મંજૂરી આપે છે, જેથી વાર્ષિક વેતન કે આવકમાં થયેલા વધારાને સામેલ કરી શકાય. 

પોતાની લવચિકતા અને અનુકૂળતાની સાથે મ્યુચ્યુઅલ ફંડ્ઝ આજના વ્યસ્ત વિશ્વમાં આદર્શ રોકાણ સાધન છે.

429
હું રોકાણ કરવા માટે તૈયાર છું