શું મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના ફંડ્ઝની ગોઠવણી કરતી વખતે અસ્કયામતની ફાળવણીમાં ફેરફાર કરી શકે છે?

શું મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના ફંડ્ઝની ગોઠવણી કરતી વખતે અસ્કયામતની ફાળવણીમાં ફેરફાર કરી શકે છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઇડી) અનુસાર અસ્કયામતોના વિવિધ વર્ગમાં રોકાણ કરે છે. સ્કિમ માટે પ્રસ્તાવિત અસ્કયામતની ફાળવણીના પારંપરિક ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છેઃ

  • ઇક્વિટી ફંડ ઇક્વિટીમાં 80% થી 100%નું; નાણાં બજારની જામીનગીરીઓમાં 0% થી 20%નું રોકાણ કરી શકે છે. 
  • બેલેન્સ્ડ ફંડની અસ્કયામતની ફાળવણી ઇક્વિટીમાં 65% થી 80%; ડેટ જામીનગીરીઓમાં 15% થી 35%; નાણાં બજારની જામીનગીરીઓમાં 0% થી 20% હોઇ શકે છે.

મોટા ભાગના કિસ્સાઓમાં અસ્કયામત કેટેગરીમાં ફાળવણીનો ઉલ્લેખ શ્રેણી તરીકે કરવામાં આવે છે. ફંડ મેનેજર એસઆઇડીમાં નક્કી કરેલી મર્યાદાઓથી વધારે અસ્કયામતની ફાળવણીમાં ફેરફાર કરી શકે નહીં, પરંતુ આપેલી સીમાની અંદર તેને બદલી શકે છે. ઉદાહરણ તરીકે ઇક્વિટીની અંદર લાર્જ-કેપ અને મિડ-કેપ કંપનીઓની વચ્ચે ફાળવણી ઉપર ઉલ્લેખવામાં આવી નથી, જે ફંડ મેનેજરને જુદા જુદા સમયે લાર્જ-કેપ અને મિડ-કેપ વચ્ચે જુદી જુદી ફાળવણી જાળવવાની લવચિકતા આપે છે.

જો સ્કિમની અસ્કયામતની ફાળવણીમાં ફેરફાર કરવાની જરૂર હોય તો ફંડ મેનેજમેન્ટ કંપનીએ ફંડના ટ્રસ્ટી અને પ્રવર્તમાન યુનિટધારકોની મંજૂરી લેવી પડે છે. કંપનીએ જાહેરમાં પ્રસ્તાવિત ફેરફારની જાહેરાત કરવાની હોય છે. તમામ પ્રવર્તમાન રોકાણકારો જો કોઇ એક્ઝિટ લોડ હોય તો તે ચુકવ્યા વિના 30 દિવસના સમયગાળામાં યોજનામાંથી બહાર (એક્ઝિટ) નીકળી શકે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું