શું વ્યક્તિ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમનો ઉપયોગ કરીને અસ્કયામતના બહુવિધ વર્ગમાં રોકાણ કરી શકે છે?

શું વ્યક્તિ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમનો ઉપયોગ કરીને અસ્કયામતના બહુવિધ વર્ગમાં રોકાણ કરી શકે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

અસ્કયામતના એક વર્ગમાં રોકાણ કરતી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ નિષ્ણાત બોલર્સ કે બેટ્સમેન જેવી હોય છે. જ્યારે હાઇબ્રિડ ફંડ્ઝ તરીકે ઓળખાતી અન્ય કેટલીક સ્કિમ્સ અસ્કયામતના એક કરતા વધુ વર્ગમાં રોકાણ કરે છે, દા.ત. કેટલીક સ્કિમ્સ ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરે છે. કેટલીક સ્કિમ્સ ઇક્વિટી અને ડેટ ઉપરાંત સોનામાં પણ રોકાણ કરે છે.

ક્રિકેટમાં આપણે ખેલાડીઓની વધુ સારી કુશળતાને આધારે બેટિંગ ઓલ-રાઉન્ડર્સ તેમ જ બોલિંગ ઓલ-રાઉન્ડર્સ જોઇએ છીએ. આ જ પ્રમાણે એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ હોય છે જે અન્યની તુલનામાં અસ્કયામતના એક વર્ગમાં વધુ રોકાણ કરે છે.

સૌથી જૂનો વર્ગ બેલેન્સ્ડ ફંડ વર્ગ ઇક્વિટી અને ડેટમાં રોકાણ કરે છે. ઇક્વિટીમાં ફાળવણી સામાન્યપણે ઊંચી (65%થી વધુ) હોય છે અને બાકીની ફાળવણી ડેટમાં હોય છે. 

એમઆઇપી કે મંથલી ઇન્કમ પ્લાન તરીકે ઓળખાતો અન્ય લોકપ્રિય વર્ગ રોકાણકારોને માસિક (કે નિયમિત) આવક પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. જોકે નિયમિત આવકની કોઇ બાંયધરી હોતી નથી. આ સ્કિમ્સ મુખ્યત્વે ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે, જેથી નિયમિત આવકનું સર્જન થઈ શકે. વર્ષો પછી વળતર વધારવા માટે નાના હિસ્સાનું ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે.

હાઇબ્રિડ સ્કિમનો અન્ય એક પ્રકાર ઇક્વિટી, ડેટ અને સોનામાં રોકાણ કરે છે, જેથી એક પોર્ટફોલિયોમાં અસ્કયામતના ત્રણ જુદા જુદા વર્ગનો લાભ મેળવી શકાય છે.

રોકાણકાર હાઇબ્રિડ પોર્ટફોલિયો બનાવવા માટે વિભિન્ન ઇક્વિટી કે ડેટ કે ગોલ્ડ ફંડ સ્કિમ્સ ખરીદવાનો કે વૈકલ્પિક રીતે હાઇબ્રિડ ફંડ ખરીદવાનો વિકલ્પ ધરાવે છે.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું