ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝની સ્વીકૃત્તિ કેટલી વૈવિધ્યસભર છે?

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝની સ્વીકૃત્તિ કેટલી વૈવિધ્યસભર છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

1964માં તેની રજૂઆત થયા પછી મ્યુચ્યુઅલ ફંડ્ઝની અસ્કયામતો (31 જાન્યુઆરી, 2017ના રોજ) વધીને 17.37 લાખ કરોડથી વધુ થઈ છે.

આ પ્રભાવક વૃદ્ધિ મજબૂત ભારતીય અર્થતંત્ર, વધુ સારા નિયમન, પ્રતિષ્ઠિત ભારતીય અને વિદેશી અસ્કયામત મેનેજર્સના પ્રવેશ અને ભારતીય રોકાણકારોમાં પસંદગીના અસ્કયામત વર્ગ તરીકે મ્યુચ્યુઅલ ફંડ્ઝની વધતી સ્વીકૃત્તિને લીધે છે.

એ નોંધવું રસપ્રદ છે કે દરેક વ્યક્તિગત નાના રોકાણકારનાં ખાતામાં સરેરાશ રોકાણ રૂ. 68,086નું છે, જે વધી રહેલા ભારતીય મધ્યમ વર્ગ દ્વારા આ અક્સયામતના વર્ગની સ્વીકૃત્તિનો સંકેત આપે છે.

ભારત આજે 42 એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી) ધરાવે છે, જે વધુ મહત્ત્વકાંક્ષી દેશમાં જાગૃત્તિ વધારવામાં મદદ કરે છે અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ તથા નાણાકીય આયોજનના સંદેશને ફેલાવવામાં સહાય કરે છે. 

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ દ્વારા દર મહિને લગભગ રૂ. 4000 કરોડનું રોકાણ થાય છે, જે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝ પ્રત્યેના વિશ્વાસ અને લોકપ્રિયતાનો અન્ય સંકેત છે.

ભારતનાં ટોચનાં 15 શહેરો મ્યુચ્યુઅલ ફંડની કુલ અસ્કયામતોનો 83% હિસ્સો ધરાવે છે. ઉદ્યોગ ભારતનાં નાના શહેરો અને નગરોમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝની જાગૃત્તિ અને સ્વીકૃત્તિને વ્યાપક બનાવવા માટે ગંભીર પ્રયત્નો કરી રહી છે. 

(તમામ ડેટા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે).

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું