હું મારા નાણાં કેટલી વાર નીકાળી શકું છું?

હું મારા નાણાં કેટલી વાર નીકાળી શકું છું?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રોકાણકારને ઓપન એન્ડેડ સ્કિમમાંથી નાણાં રિડિમ કરવા પર કોઇ નિયંત્રણ હોતું નથી. અમુક કેસમાં એક્ઝિટ લોડ હોઇ શકે છે, જે ઉપાર્જિત આખરી રકમને અસર કરે છે, જ્યારે તમામ ઓપન એન્ડ સ્કિમ્સ શ્રેષ્ઠ લાભ રૂપે તરલતા ઓફર કરે છે.

રિડિમ કરવાનો નિર્ણય રોકાણકારની સંપૂર્ણ મનસૂફી પર આધાર રાખે છે. રિડિમ્પશનની સંખ્યા કે રિડિમ થનારી રકમ પર કોઇ નિયંત્રણો હોતા નથી. ફંડ રિડિમ્પશન્સ માટે ખાતામાં પૂરતા યુનિટ્સ હોવા જરૂરી છે. સામાન્યપણે સ્કિમના દસ્તાવેજો રિડિમ થઈ શકતી હોય એવી લઘુત્તમ રકમનો સંકેત આપતા હોય છે.

બેંક કે ઇન્સ્ટિટ્યુશનમાં લિઅન હેઠળના યુનિટ્સ જ્યાં સુધી લિઅન દૂર કરવામાં ન આવે ત્યાં સુધી રિડિમ થઈ શકતા નથી. રિડિમ્પશન્સ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા નિર્ણય કરવામાં આવે તે પ્રમાણે માત્ર અસાધારણ સંજોગો હેઠળ નિયંત્રિત કરવામાં આવી શકે છે.

ક્લોઝ્ડ એન્ડ સ્કિમ્સ માત્ર પાકતિ મુદ્દત પર એએમસીમાંથી રિડિમ થઈ શકે છે. જોકે તેઓ પાકતી મુદ્દત પહેલા કોઇ પણ સમયે માન્યતાપ્રાપ્ત એક્સચેન્જમાં યુનિટ્સનું વેચાણ કરીને તરલતાનો માર્ગ પૂરો પાડે છે.

રિડિમ્પશન્સ અહીં કરી શકાય છે;

  • ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર્સ (આઇએસસી),
  • એએમસી ઓફિસિસ,
  • ઓફિશિયલ પોઇન્ટ્સ ઓફ એક્સેપ્ટન્સ ઓફ ટ્રાઝેક્શન (ઓપીએટી)
  • અધિકૃત્ત ઓન-લાઇન પ્લેટફોર્મ મારફતે થઈ શકે છે.
431
હું રોકાણ કરવા માટે તૈયાર છું