અસ્કયામતના વર્ગ સિવાય મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સને અન્ય કેવી રીતે વર્ગીકૃત્ત કરી શકાય છે?

અસ્કયામતના વર્ગ સિવાય મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સને અન્ય કેવી રીતે વર્ગીકૃત્ત કરી શકાય છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

વિવિધતા જીવનનો સ્વાદ છે. બીજી બાજુએ તમારે માત્ર વિવિધતા ખાતર જ તેની જરૂરિયાત હોતી નથી. અમુક વિવિધતા આવશ્યક હોવાનું કારણ એ છે કે પરિસ્થિતિને તેની જરૂરત હોય છે. તેથી તમે જ્યારે ખોરાક ખાઓ ત્યારે તમારે સમતુલન જાળવવાનું હોય છે. આહાર શરીરની અમુક પાયારૂપ જરૂરિયાતો પૂરી કરે છે – તે મહત્ત્વનાં પોષકતત્વો પૂરા પાડે છેઃ તમારે ઊર્જાની, શક્તિની, મજબૂતાઇની, આંખોની સારી દૃષ્ટિની જરૂર હોય છે – તમે આ બધુ મહત્ત્વનાં પોષકતત્વો જેવા કે ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ વગેરેમાંથી મેળવો છો, જે આહાર પૂરા પાડે છે. આની સાથે કોઇ એક આહાર બધા પોષકતત્વો પૂરા પાડતો નથી અને તેથી તમારે તમારા રોજિંદા ભોજનમાં વિવિધ આહારની જરૂરિયાત હોય છે.

આ જ પ્રમાણે વિભિન્ન રોકાણકારોની વિભિન્ન જરૂરિયાતો પૂરી કરવા માટે જુદા જુદા ઉદ્દેશો માટે જુદી જુદી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ હોય છે.

ચાલો આપણે રોકાણની પાયારૂપ જરૂરિયાત પર નજર નાખીએ. રોકાણકારને મુખ્યત્ત્વે ચાર ચીજવસ્તુનાં સંયોજનની જરૂરિયાત હોય છેઃ (1) મૂડીની સુરક્ષા, (2) નિયમિત આવક, (3) તરલતા, (4) રોકાણ કરેલી મૂડીની વૃદ્ધિ. 

આ જરૂરિયાતોને પૂરી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ ઉપલબ્ધ છે. વધુ જાણવા માટે ડાબી બાજુ પર આપેલા કોષ્ટકને જુઓ.

432
હું રોકાણ કરવા માટે તૈયાર છું