શું મ્યુચ્યુઅલ ફંડમાં રોજે રોકાણ કરવું જોઇએ?

શું મ્યુચ્યુઅલ ફંડમાં રોજે રોકાણ કરવું જોઇએ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

આપણે સૌ સસલા અને કાચબાની લોકપ્રિય વાર્તા સાંભળીને મોટા થયા છે, જેનાથી આપણે શીખ્યા છીએ કે ધીમા અને સ્થિર લોકો દોડ જીતી જાય છે. આ સાર જીવનનાં તમામ ક્ષેત્રમાં સુસંગત સાબિત થયો છે, જેમાં રોકાણ ક્ષેત્ર પણ સામેલ છે. એ બાબતથી આશ્ચર્ય નથી કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી) રોકાણકારોમાં લોકપ્રિય બની રહ્યા છે. લાંબા ગાળે સંપત્તિનાં સંચય માટે એસઆઇપી સ્થિર બચત અને રોકાણનું શ્રેષ્ઠ સાધન છે. 

તમે સંપત્તિનાં સર્જન માટે જે રકમનું રોકાણ કરવા માગતા હોય તેને આધારે સાપ્તાહિક, માસિક કે ત્રિમાસિક એસઆઇપી માટેનો વિકલ્પ પસંદ કરી શકો છો. કેટલાક ફંડ હાઉસોએ દૈનિક એસઆઇપી પણ રજૂ કરી છે. પરંતુ શું લોકપ્રિય માસિક વિકલ્પની તુલનામાં દૈનિક એસઆઇપી વધુ સંપત્તિનું સંચય કરવમાં મદદ કરે છે ખરી ? એસઆઇપી લાંબા ગાળાના ધ્યેયોના આયોજન માટે હોવાથી તે 10-15 વર્ષની અવધિમાં એકત્રિત થતી રકમમાં એટલો બધો ફરક દેખાતો નથી, જ્યારે તે ટૂંકી અવધિનાં પરિણામો પર અસર કરી શકે છે. દૈનિક એસઆઇપીથી તમારા વહેવાર મહિનાદીઠ એકથી વધીને 20 થાય છે અને તેનું સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે. જો તમને હજુ પણ પ્રશ્ન થતો હોય કે “મારા નાણાંનું રોકાણ કેવી રીતે કરવું ?” તો માસિક એસઆઇપી સારી શરૂઆત છે.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું