પાંચ વર્ષની અવધિ માટે શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ કઈ છે?

પાંચ વર્ષની અવધિ માટે શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ કઈ છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ચાલો આપણે ઉપરના પ્રશ્નનો યોગ્ય ઉત્તર કયો હોઇ શકે છે તે સમજીએ.

રોકાણકારો સાથેની ઘણી બધી વાતચીત મારફતે અમે અનુભવ્યું છે કે મોટા ભાગના કિસ્સાઓમાં રોકાણકાર જે અવધિમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે તેમાં ઉત્કૃષ્ઠ વળતર આપતી હોય એવી સ્કિમ શોધવાની છુપી, વ્યક્ત નહીં કરેલી જરૂરિયાત હોય છે.

વાસ્તવિકતામાં રોકાણકાર માટે પણ એ આગાહી કરવી અત્યંત મુશ્કેલ હોય છે કે તેઓ કેટલા સમય સુધી રોકાણ જાળવી રાખશે. એ આગાહી કરવી પણ લગભગ અશક્ય  છે કે બજાર કેવી રીતે વર્તશે અને કઈ સ્કિમ તથા મેનેજર કથિત અવધિ દરમિયાન સૌથી વધુ મૂડીલાભ આપી શકશે.

એક પરિસ્થિતિમાં જે સારું હોય તે અન્ય પરિસ્થિતિમાં સારું ન પણ હોઇ શકે. ઉદાહરણ તરીકે તમારા પોતાના શિયાળાનાં વસ્ત્રો ઉનાળા દરમિયાન અયોગ્ય હશે. આ જ રીતે વૃદ્ધિ પામતા બાળક માટે સારા ગણાતા કેળા ડાયાબિટિસથી પિડાતા તેના પિતા માટે નુકસાનકારક હોઇ શકે છે.

ઇતિહાસ એવા ઉદાહરણો સાથે ભરેલો છે, જેમાં ઘણા નિષ્ણાતો ભવિષ્યની સાચી રીતે આગાહી કરવામાં અસક્ષમ રહ્યા હોય. તેથી વ્યક્તિએ ભૂતકાળના પ્રદર્શનોથી પ્રભાવિત થવું ન જોઇએ અને વ્યક્તિએ તેમની પ્રવર્તમાન સ્થિતિ તથા ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોગ્ય હોય એવી સ્કિમ શોધવી એ વધુ સારું ગણાશે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું