મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મારા રોકાણનાં પુરાવા તરીકે કયા દસ્તાવેજો પૂરા પાડવામાં આવે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મારા રોકાણનાં પુરાવા તરીકે કયા દસ્તાવેજો પૂરા પાડવામાં આવે છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

એક વખત તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરો ત્યાર પછી તમે વહેવારની તારીખ, રોકાણ કરેલી રકમ, યુનિટ્સ ખરીદ્યા હોય તે કિંમત અને તમને ફાળવવામાં આવેલા યુનિટ્સની સંખ્યા જેવી વિગતો ધરાવતું ખાતાનું સ્ટેટમેન્ટ પ્રાપ્ત કરશો.

તમે સમાન ખાતામાં બહુવિધ વહેવારો કરી શકો છો, જે સ્ટેટમેન્ટમાં અપડેટ થયા કરશે. ખાતાનું પરંપરાગત સ્ટેટમેન્ટ પાછલા કેટલાક (મોટા ભાગના કિસ્સાઓમાં 10) વહેવારોની યાદી આપવામાં આવશે, જેમાં ખરીદી કે રિડિમ્પશન; જો કોઇ ડિવિડન્ડ હોય તો તે; કે બિન-વાણિજ્ય વહેવારોનો સમાવેશ થાય છે. ખાતાનું સ્ટેટમેન્ટ તમને તમારા યુનિટના તાજેતરના બેલેન્સની ગણતરી, તાજેતરની તારીખની એનએવી અને તમારા રોકાણનું પ્રવર્તમાન મૂલ્ય પણ આપે છે.

જો તમારું એક સ્ટેટમેન્ટ ખોવાઇ જાય તો તમે મુશ્કેલી વિના બીજું હંમેશાં મેળવી શકો છો. ખાતાનું સ્ટેટમેન્ટ ખોવાઇ જાય તો તે તમને ખાતામાંથી તમારા નાણાં લેવા સહિતના ભવિષ્યના વહેવારો કરવાથી રોકશે નહીં.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું