ઇક્વિટી અને ડેટ ફંડ વચ્ચેનો તફાવત શું છે?

ઇક્વિટી અને ડેટ ફંડ વચ્ચેનો તફાવત શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

“શું તમામ મ્યુચ્યુઅલ ફંડ્ઝ એક સરખા નથી? આખરે આ મ્યુચ્યુઅલ ફંડ છે, ખરું ને?”  ગોકુલે પૂછ્યું. તેમના મિત્ર હરિશ કે જે મ્યુચ્યુઅલ ફંડના વિતરક છે તેમણે સ્મિત આપ્યું. ઘણા લોકો પાસેથી આવા પ્રશ્નો તેમને વારંવાર પૂછવામાં આવ્યા છે.

ઘણા બધા લોકો એવી ખોટી ધારણા ધરાવે છે કે તમામ મ્યુચ્યુઅલ ફંડ્ઝ એક જેવા જ હોય છે. વિવિધ પ્રકારના ફંડ્ઝ હોય છે, જેમાંથી મુખ્ય ઇક્વિટી ફંડ્ઝ ને ડેટ ફંડ્ઝ હોય છે. આ બંને વચ્ચેનો તફાવત નાણાંનું રોકાણ ક્યાં કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે. ડેટ ફંડ્ઝ નિશ્ચિત આવકની જામીનગીરીઓમાં રોકાણ કરે છે, જ્યારે ઇક્વિટી ફંડ્ઝ મુખ્યત્ત્વે ઇક્વિટી શેર અને સંબંધિત જામીનગીરીઓમાં રોકાણ કરે છે. ઇક્વિટી અને નિશ્ચિત આવકની જામીનગીરીઓ બંને વિભિન્ન લાક્ષણિકતાઓ ધરાવે છે, જે સંબંધિત સ્કિમ્સ કેવી રીતે વર્તશે તે નિર્ધારિત કરે છે.

વિભિન્ન રોકાણકારો વિભિન્ન જરૂરિયાતો ધરાવે છે. અમુક લોકોને તેમના ધ્યેયો હાંસલ કરવા માટે ઊંચા વળતરની જરૂર હોય છે, જ્યારે કેટલાક લોકોને ઊંચું જોખમ લેવું પરવડી શકે નહીં. કેટલાક રોકાણકારો લાંબા ગાળાના ધ્યેયો ધરાવી શકે છે, જ્યારે કેટલાક ટૂંકાથી મધ્યમ ગાળાના ધ્યેયો ધરાવી શકે છે. રોકાણકારે લાંબા ગાળાના ધ્યેયો માટે ઇક્વિટી ફંડની અને ટૂંકાથી મધ્યમ ગાળાના ધ્યેયો માટે ડેટ ફંડ્ઝની પસંદગી કરવી જોઇએ. ઇક્વિટી ફંડ્ઝ ઊંચા વળતર આપવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ જોખમની સાથે, જ્યારે ડેટ ફંડ્ઝ તુલનાત્મક રીતે સ્થિર, પરંતુ સાધારણથી નીચા વળતર આપે છે.

433
હું રોકાણ કરવા માટે તૈયાર છું