મ્યુચ્યુઅલ ફંડ વિતરક અને રોકાણ સલાહકાર વચ્ચે શું તફાવત હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ વિતરક અને રોકાણ સલાહકાર વચ્ચે શું તફાવત હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

બંને તમારા રોકાણ અંગેના નિર્ણયોમાં મદદ કરે છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સની પસંદગી પણ સામેલ હોઇ શકે છે. જોકે નામ સૂચવે છે એ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ વિતરક મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે, જ્યારે રોકાણ સલાહકાર પાસે વ્યાપક પ્રોડક્ટ્સ અને સેવાઓ હોઇ શકે છે.

તો શું એનો અર્થ એ થાય છે કે મ્યુચ્યુઅલ ફંડ વિતરક માત્ર કમિશન કમાવવા માટે રોકાણકારોને કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમનું વેચાણ કરશે ? જુઓ આ અંગે નિયમનો ખૂબ આકરા છે. જો મ્યુચ્યુઅલ ફંડ વિતરક એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમનું વેચાણ કરે જે રોકાણકાર માટે યોગ્ય ન હોય તો તેને ‘મિસ-સેલિંગ’ ગણવામાં આવશે અને તે એક ગુનો છે.

મ્યુચ્યુઅલ ફંડ વિતરકે રોકાણકારની પરિસ્થિતિ/ જોખમ પ્રોફાઇલને સમજવી જરૂરી હોય છે અને ભલામણના સમયે રોકાણકારની જરૂરિયાતને બંધબેસે એવી પ્રોડક્ટ્સની ભલામણ કરવાની હોય છે. જ્યારે બીજી બાજુએ રોકાણ સલાહકાર વ્યાપક પરિસ્થિતિને ધ્યાનમાં લે છે જેમાં રોકાણકારની અસ્કયામત, જવાબદારી, આવક અને ખર્ચની આકારણી સામેલ હોઇ શકે છે અને તે અનુસાર તેઓ પ્રોડક્ટ્સની ભલામણ કરે છે. 

બંને નોંધણી પામેલી એન્ટિટી હોય છે અને તેથી તેમનું નિયમન પણ થાય છે. રોકાણ સલાહકારની નોંધણી સેબી સાથે થયેલી હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ વિતરકોની નોંધણી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનાં એસોસિએશન એમ્ફી – એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઇન ઇન્ડિયા સાથે થયેલી હોય છે.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું