માત્ર રૂ. 500નાં રોકાણથી હું કેટલા વળતરની અપેક્ષા રાખી શકું?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

વ્યક્તિ રૂ. 500નું રોકાણ કરે કે રૂ. 5 કરોડનું, પણ વળતર સમાન રહે છે. મૂંઝવણમાં મૂકાઇ ગયા?

જો તમે વળતરને ટકાવારીના ધોરણે ધ્યાનમાં લેશો તો મૂંઝાશો નહીં. ઉદાહરણ તરીકે જો સ્કિમ વર્ષદીઠ 12%નું વળતર ધરાવે છે, તો રૂ. 500નું રોકાણ બે વર્ષમાં વધીને રૂ. 627.20 થશે. આ જ સ્કિમમાં રૂ. 100,000નું રોકાણ જણાવેલા સમાન સમયગાળા દરમિયાન વધીને રૂ. 1,25,440 થશે. બંને કિસ્સામાં વૃદ્ધિનો દર એક સમાન છે, જ્યારે આરંભિક રોકાણમાં તફાવત હોવાને લીધે આખરી રકમ બદલાય છે.

અહીં આપણે બે બાબત ધ્યાનમાં લેવાની જરૂર છે. રોકાણ કરેલી કોઇ પણ રકમ માટે ટકાવારીની દૃષ્ટિએ વળતર સમાન છે. જોકે શરૂઆતમાં મોટી રકમનું રોકાણ કરવાથી મોટો લાભ પ્રાપ્ત થાય છે. 

આ બધું રોકાણકારને શરૂઆત કરવાથી દૂર રાખતા હોવા ન જોઇએ. રોકાણમાં આ ખૂબ મહત્ત્વપૂર્ણ પગલું છે.

429
હું રોકાણ કરવા માટે તૈયાર છું