જોખમ લેવાની તમારી ક્ષમતાને આધારે, ફંડની પસંદગી કેવી રીતે કરવી

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ લિંક્ડ પ્રોડક્ટ (બજાર સાથે સંકળાયેલી પ્રોડક્ટ) છે, જે વિભિન્ન પ્રકારનાં જોખમો ધરાવે છે અને તેમનાં વળતરની ખાતરી હોતી નથી. યોગ્ય મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવામાં માત્ર તેનાં રોકાણનો ઉદ્દેશ અને વળતર ક્ષમતા પર જ નહીં, પરંતુ તેનાં જોખમનાં મૂલ્યાંકન પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જે રીતે દરેક રોકાણકાર અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને જોખમ લેવાનાં સાહસનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે, તે જ રીતે દરેક રોકાણકારની મ્યુચ્યુઅલ ફંડની પસંદગી પણ અલગ જ હોવાની છે. જોખમની પસંદગી ઉપરાંત, દરેક રોકાણકાર અમુક ચોક્કસ લક્ષ્યાંક ધરાવતો હશે, જે મૂલ્ય અને સમય અવધિ- બંને દ્રષ્ટિએ અનોખાં હશે. તેથી યોગ્ય મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવા માટે વ્યક્તિએ, જોખમ-વળતર-સમય અવધિનાં ધોરણોને ધ્યાનમાં રાખીને વિભિન્ન ફંડનું મૂલ્યાંકન કરવું જોઇએ.

ચાલો, આપણે આને ઉદાહરણ સાથે સમજીએ. 30 વર્ષની અને 50 વર્ષની વ્યક્તિ, બંને કદાચ નિવૃત્તિ માટે જ રોકાણ કરતી હોય, પરંતુ બંનેની ફંડની પસંદગી અલગ અલગ હશે. 30 વર્ષની વ્યક્તિ વધારે જોખમ લઈ શકે છે, કારણ કે તેમની/તેણીની પાસે 25-30 વર્ષ બાકી છે, પરંતુ 50 વર્ષની વ્યક્તિએ ખૂબ કાળજીપૂર્વક પસંદગી કરવી જોઇએ, કારણ કે તેની પાસે આ લક્ષ્યાંક માટે માત્ર 8-10 વર્ષનો સમય જ બાકી રહ્યો છે. 

એવાં ફંડની પસંદગી કરો જેની જોખમ પ્રોફાઇલ, તમારી જોખમ લેવાની ક્ષમતા સાથે મળતી આવતી હોય. જો તમે ઓછું જોખમ પસંદ કરતા હો તો ડેટ ફંડ પસંદ કરો. જો તમને જોખમ લેવામાં વાંધો ન હોય તો યોગ્ય ઇક્વિટી ફંડ પસંદ કરો. જો તમે સાધારણ જોખમ લેવા માગતા હોતો હાઇબ્રિડ (મિશ્ર) ફંડ પસંદ કરો. તેથી, ફંડની પસંદગી કરવામાં સૌથી પહેલાં એ વિચારવું, નક્કી કરવું જોઇએ કે તમે કેટલું જોખમ લેવા માગો છો.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું