શું મારે ઇટીએફમાં રોકાણ કરવું જોઈએ?

શું મારે ઇટીએફમાં રોકાણ કરવું જોઈએ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઇટીએફ (ETF) શેર બજારમાં એક્સપોઝર લેવા માટેનો ઓછું ખર્ચાળ સાધન છે. તે એક્સચેન્જ પર લિસ્ટેડ થયેલું હોવાથી અને સ્ટોકની જેમ ટ્રેડ કરતું હોવાથી તરલતા અને રિયલ ટાઇમ સેટલમેન્ટ ઉપલબ્ધ કરાવે છે. ઇટીએફ ઓછું જોખમ ધરાવતો વિકલ્પ છે કારણ કે તે તમારી પસંદગીના જૂજ શેરોમાં રોકાણ કરવાના બદલે વૈવિધ્યતા ઉપલબ્ધ કરાવીને શેર સૂચકાંકની જેમ જ કામગીરી કરે છે.

ઇટીએફ શોર્ટ સેલિંગ અથવા માર્જિન પર ખરીદી, જેવી તમે ઇચ્છો તે મુજબ ટ્રેડની અનુકૂળતા આપે છે. ઇટીએફ કોમોડિટી અને આંતરરાષ્ટ્રીય જામીનગીરીઓ જેવા સંખ્યાબંધ વૈકલ્પિક રોકાણ વિકલ્પોની ઉપલબ્ધી પુરી પાડે છે. તમે તમારી પોઝિશનના હેજિંગ માટે ઓપ્શન અને ફ્યુચર જેવા વિકલ્પોનો ઉપયોગ પણ કરી શકો છો જે મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં ઉપલબ્ધ બનતા નથી.

જોકે, ઇટીએફ દરેક રોકાણકર્તા માટે અનુકૂળ નથી. ઇન્ડેક્સ ફંડ નવા રોકાણકર્તાઓ માટે વધુ સારો વિકલ્પ છે જે ઓછા જોખમ વિકલ્પ થકી લાંબા-ગાળા માટે ઇક્વિટીમાં રોકાણના ફાયદા મેળવવા માંગે છે. ઇટીએફ તેવા લોકો માટે પણ અનુકૂળ છે જે લમ્પસમ રોકડ ધરાવે છે પરંતુ તેમને હજી નક્કી કરવાનું બાકી છે કે રોકડનું કેવી રીતે રોકાણ કરવું. તેઓ તત્કાલીન સમયગાળામાટે ઇટીએફમાં રોકાણ કરી શકે છે અને રોકડનો વ્યાજબી વિકલ્પ મળે ત્યાં સુધી થોડીક આવક કમાઇ શકે છે. યોગ્ય ઇટીએફની પસંદગી માટે મોટાભાગના રિટેલ ઇન્વેસ્ટર ધરાવતાં હોય છે તેના કરતાં વધુ સારી નાણાં બજારની સમજણ જરૂર બને છે. આથી, તમારા ઇટીએફ રોકાણનું સંચાલન કરવા માટે થોડી ઘણી હેન્ડ્સ-ઓન રોકાણ શૈલી આવશ્યક છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું