લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખવાથી શું લાભ થાય છે?

લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખવાથી શું લાભ થાય છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

લાંબા ગાળા માટે રોકાણ કરોમ્યુચ્યુઅલ ફંડના ઘણા વિતરકો અને રોકાણ સલાહકારો દ્વારા નિયમિતપણે આપવામાં આવતી સલાહ છે. આ ખાસ કરીને અમુક મ્યુચ્યુઅલ ફંડ્ઝના કેસ માં સાચું છે – જેમ કે ઇક્વિટી અને બેલેન્સ્ડ ફંડ્ઝ.

ચાલો આપણે સમજીએ કે વ્યાવસાયિકો આવી સલાહ કેમ આપે છે. લાંબા ગાળે ખરેખર શું થાય છે? શું લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખવાથી લાભ થાય છે ખરો?

તમારા મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણને એક સારી ગુણવત્તાનો બેટ્સમેન ગણો. દરેક સારી ગુણવત્તાનો બેટ્સમેન અમુક શૈલીની બેટિંગ ધરાવતા હોય છે. જોકે દરેક સારી ગુણવત્તાનો બેટ્સમેન જો વર્ષો સુધી રમવાનું ચાલું રાખશે તો ઘણા બધા રન એકત્રિત કરી શકશે.

આપણે “સારી ગુણવત્તા”ના બેટ્સમેનના રેકોર્ડ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. દરેક સારી ગુણવત્તાનો બેટ્સમેન સારા અને ખરાબ દેખાવમાંથી પસાર થશે. સરેરાશે રેકોર્ડ પ્રભાવક હશે.

આ જ પ્રમાણે સારા મ્યુચ્યુઅલ ફંડ પણ મોટે ભાગે ફંડ મેનેજરનાં નિયંત્રણથી બહારના પરિબળોને લીધે કેટલાક ઉતાર-ચડાવમાંથી પસાર થશે. જો રોકાણકાર લાંબા ગાળા સુધી આ ફંડ્ઝમાં રોકાણ જાળવી રાખે તો તેમને લાભ થશે.

તેથી તમને જ્યાં સુધી પરવડી શકે ત્યાં સુધી ખાસ કરીને ઇક્વિટી અને બેલેન્સ્ડ ફંડ્ઝમાં લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખો.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું