રોકાણકારના દરજ્જાને સગીરથી બદલીને પુખ્ત કરવાની પ્રક્રિયા શું છે?

રોકાણકારના દરજ્જાને સગીરથી બદલીને પુખ્ત કરવાની પ્રક્રિયા શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સગીરો તેમના પાલક/માતા-પિતા મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે. આવા કિસ્સામાં સગીર પ્રથમ અને એક માત્ર ખાતા ધારક હોય છે અને તેમનું પ્રતિનિધિત્ત્વ સગા પાલક (પિતા/માતા) અથવા કાનૂની પાલક (કોર્ટ દ્વારા નિયુક્ત) દ્વારા થાય છે. સગા પાલક દ્વારા પ્રતિનિધિત્ત્વ થતું હોય તે સગીર 18 વર્ષે પુખ્ત બને છે, જ્યારે કાનૂની પાલક દ્વારા પ્રતિનિધિત્ત્વ થતું હોય તે સગીર 21 વર્ષે પુખ્ત બને છે.

એક વખત સગીર પુખ્ત વયના થાય ત્યારે તમારે સોલ એકાઉન્ટ હોલ્ડરના દરજ્જાને સગીરથી બદલીને પુખ્ત કરવા માટે અરજી કરવાની હોય છે, આમ ન કરવામાં આવે તો ખાતામાં ભવિષ્યના તમામ વહેવારો (એસઆઇપી/ એસડબ્લ્યુપી/ એસટીપી) બંધ થઈ જશે. સામાન્યપણે ફંડ્ઝ એડવાન્સમાં આવશ્યક દસ્તાવેજો રજૂ કરવા માટે પાલક અને સગીરને નોટિસ મોકલે છે. પાલકે સગીરના દરજ્જાને બદલીને પુખ્ત કરવા માટે બેંકના અધિકારી દ્વારા પ્રમાણિત કરેલા સગીરના હસ્તાક્ષરની સાથે અરજી કરવાની હોય છે. સીગરનાં બેંક ખાતાનું રજિસ્ટ્રેશન ફોર્મ અને કેવાયસી પણ અરજીની સાથે રજૂ કરવાનાં હોય છે.

હવેથી લાગુ થવા પાત્ર હોય એવા કરના સૂચિચાર્થો સોલ એકાઉન્ટ હોલ્ટરને (સગીરે) વેઠવાના રહેશે. જ્યાં સુધી સંતાન સગીર હોય ત્યાં સુધી સંતાનનાં ખાતામાંથી થતી તમામ આવક અને લાભ માતા-પિતાની આવક હેઠળ ઉમેરવામાં આવે છે અને માતા-પિતા લાગુ થવા પાત્ર કર ચુકવે છે. જે વર્ષમાં સગીર પુખ્ત બને ત્યારે તેમને/તેણીને એક અલગ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે અને તેઓ/તેણી જે વર્ષમાં પુખ્ત બન્યા હોય તેટલા મહિના માટે કર ચુકવશે.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું