મની માર્કેટ ફંડ શું છે?

મની માર્કેટ ફંડ શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મની માર્કેટ ફંડ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે જે મુખ્યત્વે એક વર્ષની અંદર પરિપક્વ થતાં હોય તેવા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે. મની માર્કેટનો અર્થ છે નાણાકીય બજાર, જે ખૂબ જ ટૂંકાગાળાના ફિક્સ-ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે મની માર્કેટ ફંડમાં રોકાણ કરનારા સામાન્ય સહભાગીઓ બેન્ક, સંસ્થાકીય રોકાણકારો, કોર્પોરેશન, અન્ય નાણાકીય સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓ છે. 

મની માર્કેટ ફંડ રોકાણનો ટૂંકો સમયગાળો, ઊચ્ચ લિક્વિડિટી, વ્યાજના ઓછા દરો અને પ્રમાણમાં ઓછી યિલ્ડ જેવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. 

મની માર્કેટ ફંડ 1 વર્ષ અથવા તેથી ઓછો સમયગાળો ધરાવતી સિક્યુરિટીમાં રોકાણ કરતાં હોવાથી તે વધુ સારું રિટર્ન જનરેટ કરવા માટે અને જોખમ નિયંત્રણમાં રાખવા માટે સમયગાળામાં ફેરફાર કરતાં રહે છે. 

વધુમાં, આ ફંડ કોઇપણ અન્ય મ્યુચ્યુઅલ ફંડની જેમ જ કામ કરે છે પરંતુ તેમની રચના તેવી રીતે કરવામાં આવેલી હોય છે કે ફંડ મેનેજર ધીરાણના સમયગાળામાં વધારો-ઘટાડો કરીને તેમના જોખમો નિયંત્રણમાં રાખવાની સાથે-સાથે ઊચ્ચ રિટર્નનું સર્જન કરી શકે છે. 

મની માર્કેટ ફંડના મુખ્ય લક્ષણો નીચે મુજબ છેઃ

તે ટૂંકો પરિપક્વતા સમયગાળો ધરાવે છેઃ મની માર્કેટ ફંડ તેમની શ્રેણી પર આધારિત એક દિવસથી લઇને એક વર્ષ સુધીનો સમયગાળો ધરાવે શકે છે.

વ્યાજના નીચા દરો ધરાવે છેઃ ફિક્સ-ઇન્કમ સિક્યુરિટીની વ્યાજ દરો સામે સંવેદનશિલતા પ્રત્યક્ષ રીતે તેમના પરિપક્વતા સમયગાળા સાથે જોડાયેલી હોય છે. પરિપક્વતા જેટલી લાંબી હોય છે તેટલા જ વ્યાજના દરો ઊંચા હોય છે અને પરિપક્વતા જેટલી ઓછી હોય છે તેટલા જ વ્યાજના દરો નીચા હોય છે.

તે ખૂબ જ લિક્વિડ છેઃ તે ખૂબ જ વધારે લિક્વિડિટી ધરાવે છે કારણ કે તે લિક્વિડ અને સુરક્ષિત ડેટ-આધારિત એસેટ્સમાં રોકાણ કરે છે.

ઓછું રિટર્નઃ પરિપક્વતા સમય જેટલો લાંબો હોય તેટલું ફિક્સ-ઇન્કમ સિક્યુરિટીની યિલ્ડનું પ્રમાણ ઊંચુ હોય છે. પરિપક્વતા સમય જેટલો ઓછો હોય તેટલી જ ફિક્સ-ઇન્કમ સિક્યુરિટીની યિલ્ડ ઓછી હોય છે. NCD (નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર), G-બોન્ડ સહિત અન્ય ઇન્સ્ટ્રુમેન્ટની સરખામણીમાં મની માર્કેટ ફંડ ટૂંકી પરિપક્વતા ધરાવતું હોવાથી તેમની યિલ્ડ લાંબા ગાળાની સિક્યુરિટી કરતાં ઓછી હોય છે.

અન્ય રોકાણ પસંદગીઓની જેમ જ, મની માર્કેટ ફંડ તેમના પોતાના ફાયદાઓ અને ગેરફાયદાઓ ધરાવે છે અને રોકાણ કરતાં પહેલા તે અંગે વિચાર કરવો જોઇએ. વધુમાં, મની માર્કેટ ફંડ લાંબા-ગાળાના રોકાણ માટે આદર્શ નથી, પરંતુ જે રોકાણકર્તાઓ માત્ર ટૂંકાગાળા માટે રોકાણ કરવા ઇચ્છતાં હોય તેમના માટે એક સારી પસંદગી બની રહે છે. 

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

285
હું રોકાણ કરવા માટે તૈયાર છું