રિસ્ક-ઓ-મીટર એ શું છે અને તેના વિવિધ સ્તરો કયા છે?

રિસ્ક-ઓ-મીટર એ શું છે અને તેના વિવિધ સ્તરો કયા છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રિસ્ક-ઓ-મીટર એ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ માટે પ્રસ્તુત કરાયેલું જોખમ મૂલ્યાંકનનું માપદંડ છે. તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દસ્તાવેજોમાં સૌથી આગળ અને સ્પષ્ટ રીતે રિસ્ક-ઓ-મીટર દર્શાવવાનું રહે છે જેથી રોકાણકારોને જે-તે ફંડ સાથે સંકળાયેલા જોખમોની જાણ થાય.

રિસ્ક-ઓ-મીટર જોખમોનું છ ભિન્ન સ્તરમાં વર્ગીકરણ કરે છે. આમાં નીચું, નીચાથી સાધારણ, સાધારણ, સાધારણ ઊંચુ, ઊંચુ અને અત્યંત ઊંચુનો સમાવેશ થાય છે. ડાબી બાજુએ અપાયેલા ઉદાહરણને વાંચી જાવ.

નીચું જોખમઃ આ કેટેગરીમાં આવતા ફંડ્સમાં તેમના હસ્તકની જામીનગીરીઓને લીધે જોખમ અત્યંત નીચું રહે છે, જેના કારણે અમુક હદ સુધી મૂડી રક્ષણ ઈચ્છનારા લોકો માટે તે વધુ અનુકૂળ નિવડે છે.

નીચુંથી સાધારણ જોખમઃ આ એવા રોકાણકારો માટે છે કે જેઓ થોડુંક જોખમ ઉઠાવીને મધ્યમથી લાંબા સમયગાળા દરમિયાન થોડુંક રિટર્ન મેળવવા માગતા હોય છે. આ કેટેગરી હેઠળ મોટાભાગના અત્યંત-ટૂંકા સમયગાળાના ફંડ્સ આવે છે.

સાધારણ જોખમઃ આ એવા રોકાણકારો માટે આદર્શરૂપ છે કે જેમનો ઉદ્દેશ થોડુંક જોખમ ઉઠાવીને પોતાના પોર્ટફોલિયોને વિસ્તારવાનો છે. મોટાભાગના ડાયનેમિક બોન્ડ ફંડ્સ આ કેટેગરીમાં આવે છે.

સાધારણ ઊંચુ જોખમઃ આવા ફંડ્સમાં જોખમનું પ્રમાણ થોડુંક ઊંચુ હોય છે અને તે સહેજ ઊંચી રિસ્ક પ્રોફાઈલ ધારણ કરવા ઈચ્છતા રોકાણકારો માટે વધુ અનુકૂળ છે. આ એવા રોકાણકારો માટે છે કે જેઓ થોડીક અનિશ્ચિતતાઓ અને વધુ અસ્થિરતાને સ્વીકારવા ઈચ્છુક છે જેના બદલામાં તેઓ ઊંચી વૃદ્ધિ અને નફાકારકતાની સંભાવના ઈચ્છતા હોય છે.

ઊંચુ જોખમઃ આ કેટેગરી હેઠળ આવતા ફંડ્સ મોટાભાગે ઈક્વિટીમાં રોકાણ કરે છે. ઊંચુ જોખમ ખેડીને તેટલો જ ઊંચો નફો મેળવવા ઈચ્છુક રોકાણકારો માટે તે આદર્શરૂપ છે.

અત્યંત ઊંચુ જોખમઃ આવા ફંડ્સ અત્યંત જોખમી હોય છે કે જે અસ્થિરતા સાથેના સ્ટોક્સ અથવા વિદેશી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાં રોકાણ કરતા હોય છે. તેઓ એવા રોકાણકારો હોય છે કે જેઓ ઊંચુ-જોખમ, ઊંચો-રિવોર્ડ રોકાણની તકોમાં રોકાણ કરવા માંગતા હોય છે.

અસ્વીકરણ

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું