સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)  મ્યુચ્યુઅલ ફંડ્ઝ દ્વારા ઓફર કરવામાં આવતો રોકાણ માર્ગ છે, જેમાં વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં લમ્પ-સમ રોકાણ કરવાને સ્થાને નિયમિત અંતરાયે એટલે કે મહિનામાં એક વખત કે ત્રિમાસિક ધોરણે એક વખત નિશ્ચિત આવકનું રોકાણ કરી શકે છે. હપ્તાની રકમ મહિનાદીઠ રૂ. 500 જેટલી નાની પણ હોઇ શકે છે અને તે રિકરિંગ ડિપોઝિટ જેવી હોય છે. આ એટલા માટે અનુકૂળ છે કારણ કે તમે તમારી બેંકને દર મહિને રકમ ડેબિટ કરવાની સ્ટેન્ડિંગ સૂચના આપી શકો છો. 

એસઆઇપી ભારતીય એમએફ રોકાણકારોમાં લોકપ્રય બની રહી છે, કારણ કે તે બજારની અસ્થિરતા અને બજારના સમય અંગે ચિંતા કર્યા વિના શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવામાં મદદ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ દ્વારા ઓફર કરવામાં આવતા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ લાંબી અવધિ માટેનાં રોકાણ વિશ્વમાં પ્રવેશવાનો સરળ શ્રેષ્ઠ માર્ગ છે. લાંબી અવધિ માટે રોકાણ કરવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે, જેનો અર્થ એ થાય છે કે તમારે અંતિમ વળતરને વધારવા માટે વહેલી તકે રોકાણ કરવાનું શરૂ કરવું જોઇએ. તેથી તમારો મંત્ર હોવો જોઇએ – તમારા રોકાણમાંથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે વહેલી શરૂઆત કરો, નિયમિતપણે રોકાણ કરો.

429
હું રોકાણ કરવા માટે તૈયાર છું