તો પછી ડિસ્ક્લેઇમર એવું કેમ કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ બજાર જોખમોને આધિન હોય છે?

તો પછી ડિસ્ક્લેઇમર એવું કેમ કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ બજાર જોખમોને આધિન હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ્ઝ જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને જામીનગીરીઓની પ્રકૃત્તિ સ્કિમના ઉદ્દેશ પર આધાર રાખે છે.

ઉદાહરણ તરીકે ઇક્વિટી કે ગ્રોથ ફંડ કંપનીના શેરોમાં રોકાણ કરે છે. લિક્વિડ ફંડ સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ અને કોમર્શિયલ પેપરમાં રોકાણ કરે છે.

જોકે આ તમામ જામીનગીરીઓ ‘બજાર’માં ટ્રેડ થાય છે. કંપનીના શેરનું ખરીદ-વેચાણ શેરબજાર મારફતે થાય છે, જે મૂડીબજારનો એક ભાગ છે. આ જ પ્રમાણે ડેટ સાધનો જેવા કે સરકારી જામીનગીરીઓ શેરબજાર પરનાં મંચ મારફતે અથવા એનડીએસ તરીકે ઓળખાતી વિશિષ્ટ સિસ્ટમ મારફતે ટ્રેડ કરી શકાય છે. આ જામીનગીરીઓની ખરીદી અને વેચાણ માટે બજાર તરીકે કાર્ય કરે છે અને તેમાં ખરીદદારો અને વિક્રેતાઓ વૈવિધ્યસભર હોય છે. તેથી ખરીદી અને વેચાણની સમગ્ર પ્રક્રિયા અને ભાવ નિર્ધારણ ‘બજાર’ દ્વારા થાય છે.

કોઇ પણ જામીનગીરીની કિંમત ‘બજારનાં પરિબળો’ પર આધાર રાખે છે અને બજાર કોઇ પણ સમાચાર અથવા વિકાસ પર કાર્ય કરે છે, જેથી બજારની દિશાની આગાહી કરવી મુશ્કેલ બને છે અને ટૂંકા ગાળામાં શેર કે જામીનગીરીની કિંમતની આગાહી કરવી અશક્ય હોય છે. ઘણા બધા પરિબળો અને ખેલાડીઓ તેની દિશાને પ્રભાવિત કરે છે.

તેથી દરેક રોકાણકાર જાણતા હોવા જોઇએ કે ‘બજાર’ તરીકે ઓળખાતી સૌથી મહત્ત્વપૂર્ણ એન્ટિટીમાંથી જામીનગીરી સાથે હંમેશાં અમુક જોખમ સંકળાયેલું હોય છે. તેમણે એ પણ જાણવું જોઇએ કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ જોખમને શક્ય બને તેટલું ઓછું કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હોય છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું