રોકાણ કરવું એ બચત કરવા કરતા વધુ સારું કેમ છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

50 ઓવરની એક મેચની કલ્પના કરો, જેમાં #6 બેટ્સમેન 5મી ઓવરમાં બેટિંગ કરવા માટે આવે છે. તેની સૌ પ્રથમ ફરજ પોતાની વિકેટ નહીં ગુમાવવાનું સુનિશ્ચિત કરવાની છે અને ત્યાર પછી સ્કોર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે.

રોકાણ માટે બચત આવશ્યક છે, પરંતુ એ પણ જરૂરી છે કે પોતાની વિકેટને પણ બચાવી રાખવી, જેથી પછીથી સ્કોર કરી શકાય. વ્યક્તિ રક્ષાત્મક ક્રિકેટ રમીને અને તમામ પ્રકારના શોટ્સ ટાળીને વિકેટને બચાવી શકે છે. પરંતુ તેને લીધે સ્ટોર ઘણો ઓછો બનશે. તેણે લોફ્ટેડ શોટ્સ કે ફિલ્ડર્સની વચ્ચેના ડ્રાઇવ્સ કે કટ્સ અને નજિસ જેવા કેટલાક જોખમો લઈને અમુક બાઉન્ડ્રીઝ પણ મારવી પડશે.

આ જ પ્રમાણે પોતાના નાણાકીય ધ્યેયોને પરિપૂર્ણ કરવા અને ફુગાવાનો સામનો કરી શકાય તે માટે મોટી રકમને એકત્રિત કરવા માટે વ્યક્તિએ અમુક રોકાણ જોખમો લેવા જોઇએ. રોકાણનો અર્થ જોખમોને ટાળવા નહીં, પરંતુ ગણતરીપૂર્વકનાં જોખમો લેવા અને તેનું સંચાલન કરવું થાય છે.

આવી જ રીતે ક્રિકેટ સાદૃશ્યમાં ક્રિસ પર જળવાઇ રહેવા તેમ જ રન બનાવવા માટે ખેલાડીએ બેફામ શોટ્સ રમીને નહીં, પરંતુ ગણતરીપૂર્વકનાં જોખમો લેવા પડે છે. બિનજરૂરી જોખમો લેવા ખોટી વ્યુહરચના છે.

તેથી બચત કરવી એ આવશ્યક છે, પણ તેની સાથે લાંબી અવધિના ધ્યેયો હાંસલ કરવા માટે રોકાણ કરવું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું