ઇક્વિટી ફંડ્ઝ શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઇક્વિટી ફંડ મ્યુચ્યુઅલ ફંડની એવી સ્કિમ છે, જે મોટે ભાગે કંપનીઓના શેરો/સ્ટોક્સમાં રોકાણ કરે છે. તેઓ ગ્રોથ ફંડઝ તરીકે પણ ઓળખાય છે.

ઇક્વિટી ફંડ્ઝ સક્રિય અથવા નિષ્ક્રિય હોય છે. સક્રિય ફંડમાં ફંડ મેનેજર બજારની તપાસ કરે છે, કંપનીઓ અંગે સંશોધન હાથ ધરે છે, દેખાવની તપાસ કરે છે અને રોકાણ માટે શ્રેષ્ઠ હોય એવા શેરોને પસંદ કરે છે. નિષ્ક્રિય ફંડમાં ફંડ મેનેજર એવા પોર્ટફોલિયોનું નિર્માણ કરે છે, જે લોકપ્રિય બજાર સૂચકાંક જેવા કે સેન્સેક્સ કે નિફ્ટી ફિફ્ટીને પ્રતિબિંબિત કરતા હોય. 

આ ઉપરાંત ઇક્વિટી ફંડ્ઝ બજારની મૂડીકરણ અનુસાર પણ વિભાજિત થઈ શકે છે એટલે કે મૂડી બજાર કંપનીની સંપૂર્ણ ઇક્વિટીનું કેટલું મૂલ્ય આંકે છે. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ અને માઇક્રો કેપ ફંડ્ઝ હોઇ શકે છે.

આ ઉપરાંત તેને વૈવિધ્ય કે ક્ષેત્રીય / થિમેટિક તરીકે વર્ગીકૃત્ત કરી શકાય છે. પહેલા વર્ગમાં સ્કિમ સમગ્ર બજારમાં સ્ટોક્સમાં રોકાણ કરે છે, જ્યારે બીજા વર્ગમાં તે માત્ર વિશેષ ક્ષેત્ર કે થીમ સુધી મર્યાદિત હોય છે, દા.ત. ઇન્ફોટેક કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 

તેથી ઇક્વિટી ફંડ અનિવાર્ય રૂપે કંપનીના શેરોમાં રોકાણ કરે છે અને સાધારણ રોકાણકારોને વ્યાવસાયિક સંચાલન અને વૈવિધ્યકરણના લાભ પૂરા પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું