શું મને મારા નાણાકીય લક્ષ્યોનો પ્લાન બનાવવા માટે કોઈ બાહ્ય મદદ મળી શકે?

શું મને મારા નાણાકીય લક્ષ્યોનો પ્લાન બનાવવા માટે કોઈ બાહ્ય મદદ મળી શકે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

“મારો પુત્ર 9માં ધોરણમાં છે. તેનો રસ કયા ક્ષેત્રમાં છે કે તેણે શિક્ષણના કયા પ્રવાહમાં જશે એ અંગે સુનિશ્ચિત નથી. શું તેણે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાં જવું જોઇએ ? શું કોઇ મદદ કરી શકે ?” ઘણા વાલીઓને આવી ચિંતા હોય છે. આવા સમયે વ્યક્તિ શિક્ષણ કે કારકિર્દી સલાહકાર પાસે જઇ શકે છે, જેમણે યુવાઓ માટે ઉપલબ્ધ વિભિન્ન વિકલ્પોનું મૂલ્યાંકન કર્યું હોય છે.

નાણાકીય ધ્યેયો હાંસલ કરવાની યોજના માટે મદદ જોઇતી હોય એવા રોકાણકાર ઉપરના કિસ્સામાં વાલીઓ જેવી જ સ્થિતિમાં હોય છે. આજકાલ રોકાણકારો પાસે વધુ પડતી જાણકારી હોય છે, જે તેમને મૂંઝવણમાં મૂકી દે છે. ગભરાઇ જવાની કે ભૂલ થવાની શક્યતા ઊંચી હોય છે.

આવા સમયે જ એક રોકાણ સલાહકાર અથવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરની જરૂર પડે છે.

તેઓ રોકાણકારની નાણાકીય સ્થિતિની આકારણી કરે છે અને વ્યક્તિના નાણાકીય ધ્યેયોને ધ્યાનમાં લે છે. આને આધારે તેઓ કે તેણી રોકાણ કરવા માટે વિભિન્ન સ્કિમ્સની ભલામણ કરે છે. હવે સ્વાભાવિક છે કે આવી વ્યક્તિ વિભિન્ન મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ અંગે ઘણી સમજ પણ ધરાવતા હોય તે જરૂરી છે અને તેમણે રોકાણકારની પરિસ્થિતિ તેમ જ ભલામણ કરેલી વિભન્ન સ્કિમ્સ પર નિયમિતપણે નજર રાખવાની જરૂર હોય છે. આવો અભિગમ રોકાણકારને મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ મારફતે નાણાકીય ધ્યેયો હાંસલ કરવામાં મદદ કરે છે.

432
હું રોકાણ કરવા માટે તૈયાર છું