હું મારા નાણાકીય ધ્યેયોને પરિપૂર્ણ કેવી રીતે કરું?

હું મારા નાણાકીય ધ્યેયોને પરિપૂર્ણ કેવી રીતે કરું? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સૌ પ્રથમ તમારા રોકાણની જરૂરિયાત માટે યોગ્ય સ્કિમ પસંદ કરવી મહત્ત્વપૂર્ણ છે. આને આ રીતે જુઓ. 

તમે જ્યારે પ્રવાસ કરો ત્યારે પરિવહનનાં સાધનની પસંદગીનો નિર્ણય કેવી રીતે લો છો?  તમે ચાલતા જવા માગો છો, ઓટો રિક્ષા, ટ્રેન કે પછી ફ્લાઇટ લેવા માગો છો, આ બધુ તમારા ગંતવ્ય સ્થાન, તમારી પાસે ઉપલબ્ધ બજેટ અને પ્રવાસના સમય પર આધાર રાખે છે.

તમારા નાણાકીય ધ્યેયોની યોજના ઘડવામાં પણ સમાન પ્રકારના સિદ્ધાંત્તનો ઉપયોગ થાય છે.

પ્રવાસની વિભિન્ન જરૂરિયાત માટે પરિવહનના વિભિન્ન સાધનો છે – વિભિન્ન જરૂરિયાતો માટે વિભિન્ન સ્કિમ્સ (કે સ્કિમ્સનું સંયોજન) છે.

વ્યક્તિ ખૂબ ટૂંકા ગાળાની જરૂરિયાત માટે લિક્વિડ ફંડ્ઝને; મધ્યમ ગાળાની જરૂરિયાત માટે ઇન્કમ ફંડ્ઝ અને લાંબા ગાળાની જરૂરિયાત માટે ઇક્વિટી ફંડ્ઝને (કે વિવિધ ફંડ્ઝનાં સંયોજન) ધ્યાનમાં લઈ શકે છે. વિવિધ રોકાણકારો પોતે લેવા ઇચ્છતા હોય એવા જોખમોને આધારે સમાન અસ્કયામતની કેટેગરીની વિભિન્ન યોજનાઓમાં રોકાણ કરી શકે છે. 

યાદ રાખો કે દરેક રોકાણની જરૂરિયાત માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં ઉકેલો ઉપલબ્ધ છે. કયો ઉકેલ યોગ્ય હશે એ જાણવા માટે વ્યક્તિની વિશિષ્ટ જરૂરિયાતને સમજવી ઘણી મહત્ત્વપૂર્ણ છે.

432
હું રોકાણ કરવા માટે તૈયાર છું