ઉપયોગની શરતો અને ગોપનીયતા નોંધ

www.mutualfundssahihai.com. ની મુલાકાત લેવા બદલ તમારો આભાર અમે તમારી ગોપનીયતાનું સન્માન કરીએ છીએ અને તેને અમારી સેવાના મહત્વપૂર્ણ તત્વ તરીકે માનીએ છીએ. અમારી ગોપનીયતા નીતિ સીધી અને સ્પષ્ટ છેઃ તમે જ્યારે અમારી વેબસાઇટની મુલાકાત લો છો ત્યારે તમે જ્યાં સુધી તમે સ્વેચ્છાએ પોતાની માહિતી અમને ન આપો ત્યાં સુધી અમે તમારી અંગત માહિતી એકત્ર કરતા નથી.

જો તમે અમારી વેબસાઇટની મુલાકાત માત્ર બ્રાઉઝ કરવા પેજ વાંચવા અથવા તો માહિતી ડાઉનલોડ કરવા માટે કરો છો, તો અમે તમારી મુલાકાતની કેટલીક ચોક્કસ માહિતી આપોઆપ સ્ટોર કરી લઇએ છીએ. આ માહિતી તમને વ્યક્તિગત રીતે ઓળખી ન શકે અને ઓળખતી નથી. આપોઆપ એકત્ર કરવામાં આવતી માહિતીના પ્રકારમાં તમે જે પ્રકારના બ્રાઉઝરનો ઉપયોગ કરો છો (દા.ત. ઇન્ટરનેટ એક્સપ્લોરર. ફાયરફોક્સ, વગેરે) તમે જે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરો છો (દા.ત. વિન્ડોસ અથવા મેક ઓએસ) અને તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતાનું ડોમેઇન નામ, તમે મુલાકાત લીધી તે તારીખ અને તમે મુલાકાત લીધેલા પેજ સહિતની માહિતીનો સમાવેશ થાય છે. અમે ઘણીવાર આ બિન-વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતીનો ઉપયોગ અમારી વેબસાઇટની ડિઝાઇન, કન્ટેન્ટને સુધારવા માટે કરીએ છીએ જેથી તમને સારો બ્રાઉઝિંગ અનુભવ ઉપલબ્ધ કરાવી શકીએ.

કૂકીસ નીતિ

અમે આ સાઇટ પર “કૂકીસ”નો ઉપયોગ કરીએ છીએ. જોકે, કૂકીસનો ઉપયોગ કોઇપણ વ્યક્તિગત માહિતીનો અમારી સાઇટ પર ખુલાસો નથી કરતી. કૂકીસએ મુલાકાતીના કમ્પ્યુટર હાર્ડ ડ્રાઇવમાં સંગ્રહિત ડેટાનો એક ટુકડો હોય છે જે વિઝિટર દ્વારા પહેલાં જ મુલાકાત લેવામાં આવેલી વેબસાઇટ્સ સુધી એક્સેસમાં સુધારો કરવામાં મદદ કરે છે. કૂકીસ બ્રાઉઝિંગ માહિતીની ઓળખ કરવામાં મદદ કરે છે.

જો તમે અમારી વેબસાઇટની મુલાકાત લેશો, તો આ કૂકીસ મારફત તમારા કમ્પ્યુટર પર માહિતી સેવ થઇ જઇ શકે છે, જે અમને તમે બીજી વાર અમારા હોમપેજની મુલાકાત લો ત્યારે તમારા કમ્પ્યુટરને આપોઆપ ઓળખવામાં સમર્થ બનાવે છે. આ અમને તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવામાં મદદ કરે છે.

જો તમે અમારી વેબસાઇટ તમારા મશીનમાં કૂકીસ મુકે તેમ ન ઇચ્છતા હો તો, કૃપા કરીને તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરને એ રીતે ગોઠવો કે જે કૂકીસને ડિલીટ કરી નાખે અથવા તો કૂકીસને બ્લોક કરી દે અથવા તો તમને કૂકીસનો ઉપયોગ કરતા વેબસાઇટ્સની ઓળખ કરવા સમર્થ બનાવે.