લક્ષ્ય (ગોલ) SIP કેલ્ક્યુલેટર
તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે દર મહિને SIP માં કેટલું રોકાણ કરવું જોઇએ તે જાણો.
માસિક SIP ની રકમ₹0
તમારું કુલ રોકાણઃ₹0
માસિક SIP ની રકમ₹0
તમારું કુલ રોકાણઃ₹0
અસ્વીકરણ
- ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
- કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલ્ક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
- મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.
- મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણો બજારના જોખમોને આધીન છે, યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
અન્ય કેલ્ક્યુલેટર્સ

તમારા માસિક SIP રોકાણના ભવિષ્યના મૂલ્યનો અંદાજ લગાવો.

તમારા વર્તમાન રોકાણને ધ્યાનમાં રાખીને જરૂરી SIP કે એકસામટી રકમની ગણતરી કરીને તમારા નાણાકીય લક્ષ્યોનું આયોજન કરો.

તમારા વર્તમાન ખર્ચાઓ અને ભવિષ્યના લક્ષ્યો પર ફુગાવા/મોંઘવારીના પ્રભાવની ગણતરી કરો.

શું તમે રોકાણ કરવામાં વિલંબ કરી રહ્યાં છો? તમારી સંપત્તિના સર્જન પર વિલંબના પ્રભાવને ચકાસો.
ગોલ SIP વિશે વધુ જાણો
કેલ્ક્યુલેટર્સનો ઉપયોગ કરવાના ફાયદા




મોટાભાગના રોકાણકારો તેમની રોકાણની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં એક નિશ્ચિત સમયગાળાની અંદર સંપત્તિની એક ચોક્કસ રકમનું લક્ષ્ય નિર્ધારિત કરે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ માટેના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના સંદર્ભમાં - રોકાણકાર દર મહિને રોકાણ કરવાની SIPની રકમ અને તેમના રોકાણને જાળવી રાખવાનો સમયગાળો નિર્ધારિત કરી શકે છે.
આ SIP રોકાણનું વિશ્લેષ્ણ કરવા માટે - રોકાણકારો ખૂબ જ સરળતાથી ગોલ-બેઝ્ડ SIP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે.
લક્ષ્ય (ગોલ) આધારિત SIP કેલ્ક્યુલેટર એટલે શું?
લક્ષ્ય- (ગોલ) આધારિત SIP કેલ્ક્યુલેટર એ સરળતાથી ઉપયોગમાં લઈ શકાતું ઓનલાઇન સોફ્ટવેર કે ટૂલ છે, જે તમને પાકતી મુદતના મૂલ્ય (સંપત્તિ એકઠી કરવાનું લક્ષ્ય)ની જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે. આ એક એવું ટૂલ છે, જેનો ઉપયોગ તમે તમારા નાણાંનું રોકાણ શરૂ કરો તે પહેલાં જ કરી શકો છો.
આ ટૂલ પ્રી-પ્રોગ્રામ્ડ અલ્ગોરિધમ દ્વારા કામ કરે છે, જે તમે પૂરાં પાડેલા ડેટાનો ઉપયોગ કરીને પરિણામોની ગણતરી કરે છે, જેમ કે - લક્ષિત ભંડોળ, મુદત અને વળતરનો દર. જોકે, એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર એ તમે પૂરી પાડેલી વિગતો પર આધાર રાખીને કાલ્પનિક રોકાણના ભવિષ્યના મૂલ્યનો ફક્ત એક અંદાજ પૂરો પાડે છે અને મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં માર્કેટનું જોખમ રહેલું હોવાથી તેની કોઈ બાંયધરી હોતી નથી. આથી, તે ભવિષ્યના મૂલ્યના કેલ્ક્યુલેટર તરીકે પણ ઓળખાય છે.
લક્ષ્ય (ગોલ) આધારિત SIP કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે?
એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટરનો ઉપયોગ ખૂબ જ સરળતાથી થઈ શકે છે અને તે તમે દાખલ કરેલા ડેટા પોઇન્ટ્સની મદદથી તમને SIPનું મૂલ્ય આપે છે. તમે અહીં નીચે જણાવેલા સ્ટેપ્સનું પાલન કરીને લક્ષ્ય (ગોલ) આધારિત એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છોઃ
સ્ટેપ 1: તમે તમારા SIP રોકાણ મારફતે જે રકમ હાંસલ કરવા માંગો છો, તે લક્ષ્યની રકમ દાખલ કરો.
સ્ટેપ 2: તમારા રોકાણનો સમયગાળો પસંદ કરો.
સ્ટેપ 3: તમારી અપેક્ષા મુજબના વળતરનો વાર્ષિક દર (%) દાખલ કરો.
તમે તમારા કુલ રોકાણને અને તમારે રોકાણ કરવાની SIPની માસિક રકમને જોઈ શકો છો.
એક નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારી માસિક SIPની રકમ અને રોકાણના સમયગાળાને નિર્ધારિત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમને આ કેલ્ક્યુલેટર કરી આપશે.
લક્ષ્ય (ગોલ) આધારિત SIP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના ફાયદાલક્ષ્ય
લક્ષ્ય (ગોલ) આધારિત SIP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના ફાયદા આ મુજબ છેઃ
1. તે ભવિષ્યના મૂલ્યનું કેલ્ક્યુલેટર છેઃ આ ગોલ-આધારિત SIP કેલ્ક્યુલેટર તમને તમારા રોકાણનું ભવિષ્યનું મૂલ્ય જણાવે છે, જે તમને વધુ પદ્ધતિસર રીતે રોકાણ કરવા પ્રોત્સાહન આપે છે.
2. તે મેન્યુઅલ ગણતરી કરવામાંથી સમય બચાવે છેઃ પાકતી મુદતે એક ચોક્કસ રકમ પર પહોંચવા માટે તમારે દર મહિને SIP પદ્ધતિમાં કેટલું રોકાણ કરવાની જરૂર છે, તેની મેન્યુઅલ ગણતરીમાં ઘણો સમય લાગી શકે છે. આ કેલ્ક્યુલેટર તમને ઝડપથી ઉકેલ આપી દે છે.
3. તે માણસોથી થતી ભૂલોને ટાળે છેઃ લક્ષ્ય- (ગોલ) આધારિત SIP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાથી મેન્યુઅલ ગણતરી કરતી વખતે થતી સર્વસામાન્ય ભૂલોને ટાળી શકાય છે.
4. તે રોકાણના પ્લાનને નિર્ધારિત કરવામાં અને વ્યૂહરચના ઘડવામાં મદદરૂપ થાય છેઃ એક નિશ્ચિત મૂલ્ય પર પહોંચવા માટે તમારે દર મહિને કેટલું રોકાણ કરવાની જરૂર છે તે તમે એકવાર સમજી લો તે પછી તે તમને તદનુસાર તમારા રોકાણની વ્યૂહરચના ઘડવામાં અને આયોજન કરવામાં મદદરૂપ થાય છે.
વાંરવાર પૂછવામાં આવતા પ્રશ્નો
લક્ષ્ય (ગોલ) આધારિત એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર એ એક ઓનલાઇન ટૂલ છે, જેનો ઉપયોગ રોકાણકારો એક લક્ષિત પાકતી રકમ સુધી પહોંચવા માટે SIP મારફતે તેમણે કેટલું રોકાણ કરવું જરૂરી છે, તે સમજવા માટે કરી શકે છે.