દરેક ધ્યેય માટે પ્લાન

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

હા, મ્યુચ્યુઅલ ફંડ્ઝ તમારા જીવનના ધ્યેયોની યોજના ઘડવામાં તમને મદદ કરવા માટે આદર્શ હોય છે!

  • શ્રીમાન રાજપુત 15-20 વર્ષ પછી જ્યારે નિવૃત્ત થવાની યોજના ધરાવે છે ત્યારે તેઓ છેવટે શહેરથી દૂર હિલ સ્ટેશન પર એક ફાર્મહાઉસ પર જવા માગે છે.
     
  • શ્રીમતિ પટેલે નિવૃત્તિના કોઇ લાભ મેળવ્યા નહોતા. તેમની પાસે બચત છે તેમ છતાં પણ તેમણે હવે તેમના નિયમિત ખર્ચને પહોંચી વળવા માટે પોતાના રોકાણમાંથી નિયમિત આવક મેળવવી છે.
     
  • શ્રીમતિ શર્માએ તેમના કારોબારમાંથી વધારાની આવકનું સર્જન કર્યું છે અને તેઓ તેને તેમના બેંક ખાતામાં નિષ્ક્રિય રહેવા દે છે. તેમણે થોડા દિવસો પછી જ તેમના સપ્લાયર્સ અને સ્ટાફને ચુકવણી કરવાની હોય છે.
     

આ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ હોઇ શકે છે. શું આ રોકાણકારો માટે કોઇ વિકલ્પ ઉપલબ્ધ છે ?

 હા! મ્યુચ્યુઅલ ફંડ્ઝ!

મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણના વિવિધ લક્ષ્યો માટે અલગ અલગ પ્રકારની સ્કિમ્સ ઓફર કરે છે. ઉદાહરણ તરીકે 

- લાંબા ગાળાના ધ્યેયો જેવા કે નિવૃત્તિ માટે કોર્પસ ભેગું કરવું – તો તમે ઇક્વિટી અને બેલેન્સ્ડ ફંડ્ઝને ધ્યાનમાં લઈ શકો છો

 - તુલનાત્મક રીતે ઓછું જોખમ ધરાવતી આવકનું સર્જન કરવાનું વિચારી રહ્યા હોય તો તમે બોન્ડ ફંડને ધ્યાનમાં લઈ શકો છો

 - તમે આગામી સમયમાં ક્યાં રોકાણ કરવું એ અંગેનો નિર્ણય લો ત્યાં સુધી તમારા વધારાનાં નાણાંનાં રોકાણ માટે – તમે લિક્વિડ ફંડને ધ્યાનમાં લઈ શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ્ઝ વ્યક્તિના રોકાણની યોજના ઘડવા માટે વિવિધ પ્રકારના રોકાણ વિકલ્પો ઓફર કરે છે  ખાસ કરીને જ્યારે વ્યક્તિ તેમના ધ્યેયો અંગે સ્પષ્ય હોય છે. 

432
હું રોકાણ કરવા માટે તૈયાર છું