વિલંબની કિંમત (કૉસ્ટ ઓફ ડિલે) કેલ્ક્યુલેટર
શું તમે રોકાણ કરવામાં વિલંબ કરી રહ્યાં છો? તમારી સંપત્તિના સર્જન પર વિલંબના પ્રભાવને ચકાસો.
વિલંબની કિંમત₹1.27 લાખ
રોકાણના કુલ વર્ષ
આજે રોકાણ કરો
10 વર્ષો
પછી રોકાણ કરો
5 વર્ષો
રોકાણ કરવામાં આવેલી કુલ રકમ
આજે રોકાણ કરો
₹1.20 લાખ
પછી રોકાણ કરો
₹60,000
તમારા રોકાણનું અંતિમ મૂલ્ય
આજે રોકાણ કરો
₹2.05 લાખ
પછી રોકાણ કરો
₹77,437.07
સર્જાયેલી સંપત્તિ
આજે રોકાણ કરો
₹84,844.98
પછી રોકાણ કરો
₹17,437.07
ડિસ્ક્લેઇમર
- ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
- કૃપા કરીને નોંધ લો કે આ કેલ્ક્યુલેટર્સ માત્ર ઉદાહરણ માટે છે અને તે વાસ્તવિક વળતર રજૂ કરતા નથી.
- મ્યુચ્યુઅલ ફંડ્ઝ વળતરનો સ્થાયી દર ધરાવતા નથી અને વળતરના દરની આગાહી કરવી શક્ય નથી. *આમાં અહીં પ્રદર્શિત કરેલા મૂલ્ય પર ફુગાવાની અસરને ધ્યાનમાં લેવામાં આવી નથી.
- કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલ્ક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
- મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.
- મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
અન્ય કેલ્ક્યુલેટર્સ

તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે દર મહિને SIP માં કેટલું રોકાણ કરવું જોઇએ તે જાણો.

તમારા વર્તમાન રોકાણને ધ્યાનમાં રાખીને જરૂરી SIP કે એકસામટી રકમની ગણતરી કરીને તમારા નાણાકીય લક્ષ્યોનું આયોજન કરો.

તમારા વર્તમાન ખર્ચાઓ અને ભવિષ્યના લક્ષ્યો પર ફુગાવા/મોંઘવારીના પ્રભાવની ગણતરી કરો.

તમારા ખર્ચાઓ પર આધાર રાખીને તમારા નિવૃત્તિના ભંડોળનો અને તેને હાંસલ કરવા માટે આવશ્યક માસિક રોકાણનો અંદાજ લગાવો.
વિલંબની કિંમત (કૉસ્ટ ઓફ ડિલે) વિશે વધુ જાણો
કેલ્ક્યુલેટર્સનો ઉપયોગ કરવાના ફાયદા




વિલંબની કિંમત શું છે?
વિલંબની કિંમતનો અર્થ થોડા વર્ષો માટે રોકાણને મુલતવી રાખવામાં આવે ત્યારે આવશ્યક નાણાંની રકમ થાય છે.
વિલંબની કિંમત (કૉસ્ટ ઓફ ડિલે) કેલ્ક્યુલેટર શું છે?
વિલંબના ખર્ચનું કેલ્ક્યુલેટર તમને વિશિષ્ટ અવધિ સુધી તમારા વ્યવસ્થિત રોકાણને વિલંબિત કરવાનાં પરિણામો સમજવામાં સહાય કરે છે. તે તમને જો તમારું રોકાણ શરૂ કરવામાં વિલંબ થાય તો તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે આવશ્યક વધારાનાં નાણાંની જરૂરિયાતને જાણવામાં સહાય કરે છે.
તે દર્શાવે છે કે નાનો વિલંબ પણ તમારા લાંબા ગાળાના રોકાણને ઘણી અસર કરી શકે છે, તેથી નાણાકીય સફળતા માટે તાત્કાલિકપણે શરૂ કરવું હંમેશાં મહત્ત્વપૂર્ણ હોય છે.
લોકોને પોતાનું રોકાણ કરવામાં વિલંબ થવા માટેનાં કારણો કયા છે?
રોકાણ કરવામાં વિલંબમાં યોગદાન આપનારા પ્રાથમિક પરિબળોમાં સામેલ છેઃ
- અપૂરતું નાણાકીય જ્ઞાન
- સ્પષ્ટ લક્ષ્યો અને આયોજનની ગેરહાજરી
- ટાળતા રહેવું
- ખરાબ બજેટની આદતો
- જોખમ લેવાનો ભય
રોકાણને વિલંબિત કરવાથી નોંધપાત્ર પરિણામો આવી શકે છેઃ
- બજારમાં સમય ગુમાવવાને લીધે લાંબા ગાળાના લક્ષ્યો માટે અપર્યાપ્ત ભંડોળ
- તમારા નાણાંની ખરીદ શક્તિ નબળી પડવી
- ચક્રવૃદ્ધિની શક્તિ ખૂટી જવી
તમારે વિલંબના ખર્ચનાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ ક્યારે કરવો જોઇએ?
રોકાણને મુલતવી રાખવાનું વિચાર કરતી વખતે વિલંબના ખર્ચનાં કેલ્ક્યુલેટરના ઉપયોગને ધ્યાનમાં લો. તે વિલંબને લીધે આવશ્યક રોકાણની રકમમાં તફાવતની આકારણી કરવામાં સહાય કરે છે, જે તમને ત્વરિત વિરુદ્ધ વિલંબિત વિકલ્પોની તુલના કરવા અને વાસ્તવિક સંખ્યાઓને આધારે વધુ સારા નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે છે.
વિલંબના ખર્ચનાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભ
- સમય-સંવેદનશીલ તકોનું મૂલ્યાંકન કરે છેઃ નિર્ધારિત કરે છે કે તે સમય-મર્યાદિત રોકાણ વિકલ્પોની સાથે ત્વરીત અથવા વિલંબિત કાર્ય કરવું નાણાકીય રીતે લાભદાયી છે કે નહીં.
- લાંબા ગાળાની વૃદ્ધિનું વિશ્લેષણ કરે છેઃ નિયમિત રોકાણોને મુલતવી રાખવાથી વૃદ્ધિના અને ચક્રવૃદ્ધિની અસરનાં સંભવિત નુકસાનને જુએ છે.
- રોકાણ વિકલ્પોની તુલના કરે છેઃ અલગ અલગ સમયસીમા અથવા સંભવિત વળતર સાથે વિભિન્ન વિકલ્પોમાં રોકાણને મુલતવી રાખવાના ખર્ચની માત્રા નિર્ધારિત કરે છે અને તુલના કરે છે.
વિલંબની કિંમત (કૉસ્ટ ઓફ ડિલે) કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે?
આ કેલ્ક્યુલેટર બજારની વધઘટ અથવા વળતર પરના બાહ્ય પ્રભાવોને ધ્યાનમાં લીધા વિના, પૂર્વવ્યાખ્યાયિત ફોર્મ્યુલાના આધારે કામ કરે છે.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
રોકાણ વિલંબનું કેલ્ક્યુલેટર રોકાણને મુલતવી રાખવાના પ્રભાવને દર્શાવીને માહિતગાર નિર્ણયો લેવામાં સહાય કરે છે. તે તમને રોકાણ કરવાની શરૂઆત માટે અને તમારા નાણાકીય લક્ષ્યો તરફ કાર્ય કરવા માટે ઇષ્ટતમ સમય નિર્ધારિત કરવામાં સહાય કરે છે.