મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વિલંબ/ચક્રવૃદ્ધિની અસર

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

તમે જ્યારે લાંબા સમયગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમને મળતું વળતર ચક્રવૃદ્ધની અસર ધરાવે છે. જો કે તમે તમારા રોકાણમાં થોડા વર્ષોનો વિલંબ કરો છો તો તમે તેને ગુમાવી દો છો. ચક્રવૃદ્ધિની અસર તમે જે એકત્રિત કરશો તેની સામે થોડા વર્ષો પહેલા શરૂ કરેલા રોકાણથી તમે જે એકત્રિત કરી શક્યા હોત તે બંને વચ્ચેના તફાવતને વિસ્તારશે. આને વધુ સારી રીતે સમજવા માટે જુઓ mutualfundssahihai.com/en/what-age-should-one-start-investing.

ચક્રવૃદ્ધિની અસર લાંબા ગાળે તેનું જાદું બતાવે છે, કારણ કે તમે જેટલા લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખશો તેટલા તમારા નાણાં વધુ સંયોજિત થશે. ચક્રવૃદ્ધિની શક્તિ મોગ્નિફાઇંગ ગ્લાસ જેવી હોય છે જેની વૃદ્ધિ થવાની શક્તિ સમય જતા ઝડપથી વધે છે. જો તમે SIP મારફતે કે પછી લમ્પસમમાં તમારા રોકાણમાં વિલંબ કરો છો અને પછી ઊંચી રકમનું રોકાણ કરો છો તેમ છતાં પણ તમે તમારા કરતા પાંચ વર્ષ પહેલા રોકાણની શરૂઆત કરી હોય એવી વ્યક્તિની હરોળમાં આવી શકશો નહીં. SIPના કિસ્સામાં તેઓ/તેણી તમે રોકાણ કરી રહ્યા હોય તેનાથી અડધી રકમનું રોકાણ કરતા હોય તો પણ તમારું રોકાણ ઘણું પાછળ રહી જશે. લમ્પસમ રોકાણમાં પણ થોડા વર્ષોના વિલંબનો અર્થ એ થાય છે કે તમારી એકત્રિત સંપત્તિ તમારા કરતા થોડા વર્ષો પહેલા જે વ્યક્તિએ લમ્પસમમાં રોકાણ કર્યું હશે તેમની સંપત્તિ કરતા ઓછી હશે. આ તમારા રોકાણના નિર્ણયમાં કરેલા વિલંબ માટે થયેલું મોટું નુકસાન છે.

જો તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાની શરૂઆત વહેલા કરો છો, ભલે પછી તમારી રકમ નાની કેમ ન હોય તો પણ તેનાથી તમે 10 વર્ષ પછી મોટી રકમનું રોકાણ કરવાની શરૂઆત કરો તેની તુલનામાં થોડા દાયકામાં ઘણી ઊંચી સંપત્તિ એકત્રિત કરી શકો છો. આ સસલા અને કાચબાની વાર્તા જેવું છે, જેમાં જીવનની શરૂઆતમાં ધીમી ગતિએ પરંતુ સ્થિરતાથી આરંભેલું રોકાણ તમને પછીથી રોકાણની શરૂઆત કરો તેની તુલનામાં તમારા લક્ષ્યાંક સુધી સરળતાથી પહોંચવામાં મદદ કરી શકે છે, ભલે પછી તમે મોટી રકમનું રોકાણ કરવા તૈયાર કેમ ન હોય.
 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું