મારે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાની શરૂઆત ક્યારથી કરવી જોઇએ?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

એક સુંદર ચાઇનિઝ કહેવત છે,“વૃક્ષારોપણ કરવાનો શ્રેષ્ઠ સમય 20 વર્ષ પહેલા હતો. બીજો શ્રેષ્ઠ સમય અત્યારે છે.”

વ્યક્તિએ પોતાનાં રોકાણમાં વિલંબ શા માટે કરવો જોઇએ એનું કોઇ કારણ નથી, સિવાય કે પોતાની પાસે રોકાણ કરવા માટે નાણાં ન હોય. આમાં પોતાની જાતે કરવા કરતા મ્યુચ્યુઅલ ફંડ્ઝનો ઉપયોગ કરવો હંમેશાં વધુ સારો રહેશે.

વ્યક્તિ રોકાણ શરૂ કરી શકે એવી કોઇ લઘુત્તમ વય હોતી નથી. જે ક્ષણે વ્યક્તિ કમાવાનું અને બચત કરવાનું શરૂ કરે ત્યારે તેઓ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ શરૂ કરી શકે છે. હકીકતમાં બાળકો પણ તેમના જન્મદિવસ કે તહેવારોમાં તેમને ભેટના સ્વરૂપે ક્યારેક મળતા નાણાંથી મ્યુચ્યુઅલ ફંડ્ઝની સાથે પોતાનું રોકાણ ખાતું ખોલાવી શકે છે. આ જ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવા માટેની કોઇ ઉપલી મર્યાદા પણ હોતી નથી.

મ્યુચ્યુઅલ ફંડ્ઝ વિભિન્ન ઉદ્દેશો માટે યોગ્ય હોય એવી ઘણી વિભિન્ન સ્કિમ્સ ધરાવે છે. કેટલીક સ્કિમ્સ લાંબી અવધિમાં વૃદ્ધિ માટે યોગ્ય હોય છે, જ્યારે કેટલીક સ્કિમ્સ નિયમિત  આવક સાથે સુરક્ષાની જરૂર હોય એવા લોકો માટે હોઇ શકે છે અને ઘણી સ્કિમ્સ ટૂંકા ગાળામાં તરલતા પણ પૂરી પાડે છે.

તમે જોઇ શકો છો કે વ્યક્તિ જીવનના કોઇ પણ તબક્કામાં હોય કે તેમની જરૂરિયાત કોઇ પણ હોય મ્યુચ્યુઅલ ફંડ્ઝ દરેક વ્યક્તિ માટે ઉકેલ ધરાવે છે.

424
હું રોકાણ કરવા માટે તૈયાર છું