સ્માર્ટ ગોલ કેલ્ક્યુલેટર

તમારા પ્રવર્તમાન રોકાણને ધ્યાનમાં રાખીને, આવશ્યક એસઆઇપી અથવા લમ્પસમ રકમની
ગણતરી કરીને તમારા નાણાકીય લક્ષ્યની યોજના બનાવો.

લક્ષ્યાકિંત રકમ
વર્ષ
%
રોકાણ કરેલી રકમનું ભવિષ્યનું મૂલ્ય ₹54.74 લાખ
તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે બાકી રહેલી રકમ ₹45.26 લાખ
વળતરનો અનુમાનિત દર %
માસિક SIP રકમ નિવેશ કરવાની રકમ ₹9,060.48
લક્ષ્યાકિંત રકમ
વર્ષ
%
એસઆઇપીરોકાણનું આખરી મૂલ્ય ₹49.96 લાખ
તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે બાકી રહેલી રકમ ₹50.04 લાખ
વળતરનો અપેક્ષિત દર %
લમ્પસમ તરીકે રોકાણ માટેની રકમ ₹9.14 લાખ

ડિસ્ક્લેઇમર:

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.

મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં દરેક અસ્કયામત વર્ગમાં અમુક સ્તરનું જોખમ સામેલ હોય છે.

ઓનલાઇનકેલ્ક્યુલેટર તમારી એસઆઇપી અને લમ્પસમરોકાણનું ભવિષ્યનું મૂલ્ય નિર્ધારિત કરવા માટેની માત્ર અંદાજિતપદ્ધત્તિ છે. આ કેલ્ક્યુલેટરભવિષ્યનાં વળતર અથવા કોઇ પણ રોકાણનાદેખાવની બાંયધરી આપતું નથી અને વાસ્તવિક પરિણામો બજારની સ્થિતિઓ, વેરાના કાયદા અને અન્ય પરિબળોને આધારે બદલાઇ શકે છે.

કેલ્ક્યુલેટર્સ રોકાણ સાથે સંકળાયેલી તમામ ફી, શુલ્ક અને ખર્ચને ધ્યાનમાં લઈ ન પણ શકે, જે વળતરને પ્રભાવિત કરી શકે છે.

તમે નિર્ણય પર પહોંચો તે પહેલા તમારું પોતાનું વિશ્લેષણ હાથ ધરવાની અથવા નાણાકીય સલાહકારની સહાય લેવાની સલાહ આપવામાં આવે છે.

સ્માર્ટ ગોલ કેલ્ક્યુલેટર શું છે ?

સ્માર્ટ ગોલ કેલ્ક્યુલેટર એક સહાયરૂપ સાધન છે, જે તમને એ નિર્ધારિત કરવામાં સહાય કરશે કે તમારી ઇચ્છિત સમય-મર્યાદાની અંદર તમારા લક્ષ્યાકિંત કોર્પસ સુધી પહોંચવા માટે તમારે લમ્પસમ અથવા એસઆઇપી કે પછી બંનેનાં સંયોજનમાં કેટલા નાણાંનું રોકાણ કરવું જોઇએ.

તમારી લક્ષ્યાકિંત રકમ, રોકાણની અવધિ, અને અપેક્ષિત વળતર જેવી કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો પૂરી પાડીને કેલ્ક્યુલેટર લમ્પસમ અને એસઆઇપી રોકાણ વચ્ચે આદર્શ ફાળવણીની ગણતરી કરે છે.

સ્માર્ટ ગોલ કેલ્ક્યુલેટર કેવી રીતે કાર્ય કરે છે ?

સ્માર્ટ ગોલ કેલ્ક્યુલેટરનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે તમારે તમારી રોકાણ યોજના અંગે વિશિષ્ટ માહિતી પૂરી પાડવાની જરૂર હોય છેઃ

  • લક્ષ્યાકિંત રકમઃ તમારા રોકાણ મારફતે તમે હાંસલ કરવા માગતા હોય એવી લક્ષ્યાકિંત રકમ દાખલ કરો. રોકાણની અવધિઃ તમે જે સમય અવધિની અંદર તમારા નાણાકીય લક્ષ્ય સુધી પહોંચવાનો લક્ષ્યાંક ધરાવતા હોય તેને નિર્દિષ્ટ કરો.
  • લમ્પસમ રકમઃ જો તમે એક વખતનું લમ્પસમ રોકાણ કરવાની યોજના ધરાવતા હોય (અને રોકાણ કરવાની એસઆઇપી રકમ જાણવા માગતા હોય) તો શરૂઆતમાં રોકાણ કરવાનો ઇરાદો ધરાવતા હોય એ રકમ દાખલ કરો.
  • એસઆઇપી રકમઃ જો તમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) મારફતે નિયમિત રોકાણ કરવાનું પસંદ કરતા હોય (અને રોકાણ કરવાની લમ્પસમ રકમ જાણવા માગતા હોય) તો સામયિક રોકાણ રકમ જણાવો.
  • વળતરનો અપેક્ષિત દરઃ તમે તમારા રોકાણ પર અપેક્ષા રાખતા હોય તે વળતરનો અંદાજિત સરેરાશ વાર્ષિક દર પસંદ કરો.

એક વખત તમે આ વિગતો દાખલ કરો ત્યાર પછી કેલ્ક્યુલેટર તમને દર્શાવશે કે તમારે પહેલા લમ્પસમ તરીકે કેટલા નાણાંનું રોકાણ કરવું જોઇએ અને તમારી પસંદ કરેલી સમય મર્યાદાની અંદર તમારા ઇચ્છિત નાણાકીય લક્ષ્યાંક સુધી પહોંચવા માટે તમારે એસઆઇપી મારફતે નિયમિતપણે કેટલું રોકાણ કરવું જોઇએ.

સ્માર્ટ ગોલ કેલ્ક્યુલેટરની સમજણ

આ કેલ્ક્યુલેટરની કાર્યક્ષમતાને સમજાવવા માટે ચાલો આપણે ઉદાહરણ1 ધ્યાનમાં લઈએ.

ધારો કે, તમારી નિવૃત્તિનો લક્ષ્ય રૂ.1કરોડછે. આગામી મહિને, તમે રૂ. 5 લાખનું બોનસ મેળવશો, અને તમે આ રકમનો ઉપયોગ કરીને તમારી નિવૃત્તિ માટે બચત કરવાની શરૂઆત કરવા માગો છો. જોકે, નિવૃત્તિ સુધી તમારી પાસે માત્ર 15 વર્ષનો સમય વધ્યો હોવાનું ધ્યાનમાં રાખીને, તમે જાણો છો કે માત્ર આ લમ્પસમ તમારા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે પૂરતી નહીં હોય. તમે સમજો છો કે તમારે વધુ રોકાણ કરવાની જરૂર છે, પરંતુ અન્ય લમ્પસમ રોકાણ કરવું શક્ય નથી. સારા સમાચાર એ છે કે તમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)નો વિકલ્પ પસંદ કરી શકો છો અને તમે માસિક ધોરણે અમુક રકમનું રોકાણ કરી શકો છો.

હવે, પ્રશ્ન એ ઊભો થાય છેઃ તમારે તમારા નિવૃત્તિના લક્ષ્યને હાંસલ કરવા માટે દરેક મહિને કેટલું વધુ રોકાણ કરવું જોઇએ ?

તમારો લક્ષ્યાંક રૂ. 1 કરોડનો સંચય કરવાનો છે. તમે 12%નાં વળતરની અપેક્ષા રાખીને 15 વર્ષ માટે લમ્પસમમાં અગાઉથી રૂ. 5 લાખનું રોકાણ કર્યું છે. જોકે, કેલ્ક્યુલેટર તમારા પ્રવર્તમાન રોકાણને આધારે રૂ. 27,36,782.88નાં આખરી મૂલ્યનો અંદાજ આપે છે, જે રૂ. 72,63,217.12ની ઘટ દર્શાવે છે.

હવે, ચાલો આપણે માસિક એસઆઇપી રોકાણ મારફતે આ તફાવતને દૂર કરવાનો ઉકેલ શોધીએ. 12%નાં અપેક્ષિત વળતર સાથે રોકાણ યોજના સમાન રહે છે.

તમે જ્યારે કેલ્ક્યુલેટરમાં આ સંખ્યાઓ દાખલ કરો છો ત્યારે તે એ જણાવે છે કે તમારે તમારા ઇચ્છિત લક્ષ્યાંક સુધી પહોંચવા માટે રૂ. 14,539નાં માસિક એસઆઇપી રોકાણ કરવાની આવશ્યકતા છે.

આ જ પ્રમાણે, તમે એસઆઇપી મારફતે રોકાણ કરી રહ્યા છો, પરંતુ એવો અહેસાસ થાય છે કે તમારા લક્ષ્યાંક સુધી પહોંચવું મુશ્કેલ લાગે છે, તો તમે તમારા નિવૃત્તિનાં રોકાણને લમ્પસમ રકમ સાથે પૂરક કરવાનો વિચાર કરી શકો છો. કેલ્ક્યુલેટરમાં આ તમામ વિગતો દાખલ કરીને, તે તમને તમારી ઇચ્છિત અવધિ માટે રોકાણ કરવાની આવશ્યકતા હોય એવી વધારાની લમ્પસમ રકમ નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે, જે એ સુનિશ્ચિત કરે છે કે તમે સમયસર તમારા લક્ષ્યાકિંત કોર્પસ સુધી પહોંચી શકો.

ડિસ્ક્લેઇમર:

1. કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.

2. મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.

3. મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.