મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં મને વળતર કેવી રીતે મળે છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

અસ્કયામતોના અન્ય વર્ગની જેમ મ્યુચ્યુઅલ ફંડ્ઝનું વળતર આરંભમાં કરેલા રોકાણની તુલનામાં એક અવધિમાં તમારા રોકાણનાં મૂલ્યમાં થયેલી વૃદ્ધિની ગણતરી કરીને ગણવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યુ તેની કિંમત સૂચવે છે અને તે તમારા મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણમાંથી મળેલા વળતરની ગણતરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અવધિ દરમિયાન પ્રાપ્ત થયેલા વળતરની ગણતરી વેચાણ તારીખના રોજની એનએવી અને ખરીદી તારીખના રોજની એનએવીની તફાવત ને ખરીદી તારીખના રોજની એનએવીથી વિભાજીત કરીને પરિણામ ને 100ની સાથે ગુણીને ટકાવારીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. હોલ્ડિંગ અવધિ દરમિયાન ફંડ દ્વારા કોઇ ચોખ્ખા ડિવિડન્ડ* અથવા અન્ય આવકનાં વિતરણને પણ વળતરની ગણતરી કરતી વખતે મૂડી વૃદ્ધિમાં ઉમેરવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં મૂડી વૃદ્ધિ સમય જતા એનએવીમાં થયેલા વધારાથી પ્રતિબિંબિત થાય છે. આ એટલા માટે થાય છે કારણ કે ફંડની એનએવી ફંડનાં પોર્ટફોલિયોમાં સામેલ કંપનીઓના સ્ટોકના ભાવ પરથી પ્રાપ્ત થાય છે અને ભાવમાં રોજે વધ-ઘટ થાય છે. સમય જતા ફંડની એનએવીમાં ફેરફાર મૂડી વૃદ્ધિમાં કે તમારા હોલ્ડિંગમાં થતા નુકસાનમાં યોગદાન આપે છે. તમે ફંડ હાઉસ દ્વારા તમને પૂરા પાડવામાં આવતા ખાતાનાં સ્ટેટમેન્ટમાં તમારા રોકાણનાં વળતરનો દેખાવ જોઇ શકો છો. આ સ્ટેટમેન્ટ તમારા વહેવારો અને તમારા રોકાણ પરનાં વળતર એમ બંને દર્શાવે છે.

નોંધઃ *ફંડની એનએવીમાં ઘટાડો ડિવિડન્ડની કરેલી ચુકવણીનાં પ્રમાણ અને લાગુ કરેલી વૈધાનિક લેવી જો કોઇ હોય તો તેના પર આધાર રાખે છે.

430
હું રોકાણ કરવા માટે તૈયાર છું