ઇએલએસએસ ફંડ – કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડ

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ઇએલએસએસ ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ છે, જે વ્યક્તિ કે એચયુએફને આવક વેરા ધારાની 1961 સેક્શન 80સી હેઠળ કુલ આવકમાંથી રૂ. 1.5 લાખ સુધીનાં ડિડક્ટશનની મંજૂરી આપે છે. 

તેથી જો રોકાણકારે ઇએલએસએસ માં રૂ. 50,000નું રોકાણ કરવાના હોય તો આ રકમ કરપાત્ર કુલ આવકમાંથી ડિડક્ટ થશે, તેથી તેણીનું વેરાનું ભારણ ઘટે છે.

આ સ્કિમ્સ યુનિટ્સ ફાળવવામાં આવેલી તારીખથી ત્રણ વર્ષનો લોક-ઇન સમયગાળો ધરાવે છે. લોક-ઇન સમયગાળો પૂરો થાય પછી યુનિટ્સ રિડિમ કરવા કે સ્વિચ કરવા માટે મુક્ત હોય છે. ઇએલએસએસ ગ્રોથ અને ડિવિડન્ડ બંને વિકલ્પો ઓફર કરે છે. રોકાણકારો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી)  મારફતે પણ રોકાણ કરી શકે છે અને નાણાકીય વર્ષમાં રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરનાં ડિડક્શન માટે લાયક ઠરે છે.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું