લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર

તમારા હાલના રોકાણને ધ્યાનમાં રાખીને જરૂરી લમ્પસમ રકમની ગણતરી કરીને તમારા નાણાકીય લક્ષ્યોનું આયોજન કરો.

વર્ષ
%
%
કુલ રોકેલી રકમ ₹1.27 Lakh
ફાઇનલ સિલક ₹1.27 Lakh
કુલ સિલક (એડજસ્ટ કરેલી મોંઘવારી) ₹1.27 Lakh

અસ્વીકરણઃ

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.

%
₹1.27 Lakh
%
વર્ષ
રોકાણની રકમ
રોકવા માટેની ઉચ્ચ રકમ ₹1.27 Lakh

અસ્વીકરણઃ

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.

લમ્પસમ રોકાણ શું છે?

લમ્પસમ રોકાણ, જેને વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારનું રોકાણ છે જ્યાં તમે એકવાર રોકાણ કરો છો અને તમે રોકાણ કરેલા નાણાંથી નિયત સમયમર્યાદામાં ચક્રવૃદ્ધિ વળતર મળે છે.

લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર શું છે?

લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ કેલ્ક્યુલેટર એ એક સૉફ્ટવેર ટૂલ છે જેનાથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા લમ્પસમ રોકાણ પર પાકતી મુદતે મળતા અંદાજિત મૂલ્યની ગણતરી કરી શકો છો.

સરળ શબ્દોમાં કહીએ તો, મ્યુચ્યુઅલ ફંડ લમ્પસમ કેલ્ક્યુલેટર તમને ચોક્કસ વ્યાજના દરે આજે કરેલા તમારા રોકાણનું અંદાજિત ભાવિ મૂલ્ય જણાવશે.

ઉદાહરણ તરીકે, તમે 12% વ્યાજ દરે દસ વર્ષ માટે રૂપિયા 2 લાખનું રોકાણ કરો છો. લમ્પસમ વળતર કેલ્ક્યુલેટર મુજબ, તમારા રોકાણનું ભાવિ મૂલ્ય તમારું સિલક મૂલ્ય હશે, જે રૂ. 6,21,169.64 હશે. પરંતુ આનાથી માત્ર કેટલું વળતર મળશે તેનો અંદાજ કાઢી શકાય છે, આ વાસ્તવિક મૂલ્ય નથી, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ બજારની ગતિવિધિઓને આધીન છે.

MFSH લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવાનો?

મ્યુચ્યુઅલ ફંડ્સ સહી હૈ (MFSH) લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર સરળતાથી ઉપયોગમાં લઇ શકાય તેવું ઓનલાઇન ટૂલ છે જેનો ઉપયોગ કોઇપણ વ્યક્તિ કરી શકે છે. લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટરમાં, તમારે મૂળભૂત વિગતો દાખલ કરવાની જરૂર પડે છે, જેમ કે:

 

a) પ્રારંભિક રોકાણની રકમ

b) વળતરનો દર

c) રોકાણના વર્ષો (કાર્યકાળ)

 

એકવાર આ વિગતો ટૂલમાં દાખલ થઇ જાય, પછી તમે આ લમ્પસમ રકમ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું અંદાજિત ભાવિ મૂલ્ય શોધી શકો છો.

લમ્પસમ મ્યુચ્યુઅલ ફંડ રિટર્નની ગણતરી કરવાની ફોર્મ્યુલા

તમારા મ્યુચ્યુઅલ ફંડ લમ્પસમ રોકાણનું રિડમ્પશન મૂલ્ય ઉપર જણાવ્યા મુજબ રોકાણના બજાર પરફોર્મન્સ પર આધારિત હશે. જો કે, મ્યુચ્યુઅલ ફંડ લમ્પસમ કેલ્ક્યુલેટર લમ્પસમ રોકાણોમાંથી વળતરનો અંદાજ કાઢવા માટે સમાન ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. ઉપયોગમાં લેવાતી ફોર્મ્યુલા આ મુજબ છે:

A = P (1 + r/n) ^ nt

 

r - અંદાજિત વળતર

P – મુદ્દલ રકમનું યોગદાન

T - કુલ સમયગાળો

n - યોગદાનની સંખ્યા

 

ઉદાહરણ સાથે ગણતરીઓ -

 

મુદ્દલ રકમ: 50,000

વળતરનો દર: 12%

સમયગાળો: 10 વર્ષ

 

A = P (1 + r/n) ^ nt

= રૂ. 1.55 લાખ (આ અંદાજિત રિડમ્પશન મૂલ્ય હશે.)

લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર તમને કેવી રીતે મદદ કરી શકે?

આ લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર તમને નીચેની બાબતોમાં મદદ કરી શકે છે:

રોકાણના સમગ્ર સમયગાળામાંથી અંદાજિત વળતર આપવું.

જો કે મ્યુચ્યુઅલ ફંડ્સ બજારની વધઘટને આધીન છે અને તેની આગાહી કરી શકાતી નથી, રોકાણ કેલ્ક્યુલેટર જરૂરી ગણતરીઓ પૂરી પાડશે (મેન્યુઅલ ગણતરીની ભૂલો વિના.)

તે સરળ અને ઉપયોગમાં સહેલુ પણ છે અને કેલ્ક્યુલેટર પ્રમાણમાં સરળ બને તેવું સુનિશ્ચિત કરે છે. મ્યુચ્યુઅલ ફંડ લમ્પસમ કેલ્ક્યુલેટર તમે અંદાજિત વળતરના આધારે તમારા નાણાંનું વધુ સારી રીતે આયોજન કરો તેવું પણ સુનિશ્ચિત કરે છે.

આ લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે?

લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર મ્યુચ્યુઅલ ફંડ્સ સહી હૈ પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે ઉપરોક્ત ફોર્મ્યુલામાં જરૂરી સ્લોટમાં પૂરા પાડવામાં આવેલ આવશ્યક વેરિએબલ પર લાગુ કરે છે, અને તમને તરત જ ગણતરીની સેકન્ડોમાં અંદાજિત મૂલ્ય આપે છે.

એ નોંધવું અગત્યનું છે કે વાસ્તવિક વળતર અલગ-અલગ હોઇ શકે છે. ફી, કર અને બજારની વધઘટ જેવા પરિબળો રોકાણના વાસ્તવિક પરફોર્મન્સ પર અસર કરી શકે છે.

MFSH લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના ફાયદા

આ લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર એક નાણાકીય ટૂલ છે જેમાં ઘણા બધા ગુણો આવે છે, જેમ કે:

 

1. તેના તમે રોકાણ કરવાની રકમ નક્કી કરી શકો છો: તમે આ અંદાજના આધારે આદર્શ પરિપક્વતા મૂલ્ય પ્રાપ્ત કરવા માટે જરૂરી નોંધપાત્ર લમ્પસમ રકમ સમજી શકો છો.

2. રોકાણના આયોજનની સરળતા: આ કેલ્ક્યુલેટર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના આયોજન માટે ઉપયોગમાં લેવાતા એક ટૂલ તરીકે પણ કામ કરી શકે છે.

અવારનવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન 1. લમ્પસમ રોકાણ કેવી રીતે સારી પસંદગી બની શકે છે?

રોકાણકારે લમ્પસમ સ્વરૂપે રોકાણ કરવું કે પછી SIPમાં તેનો આધાર તેમના નાણાકીય ધ્યેયો પર રહેલો છે. પરંતુ, લમ્પસમ રોકાણ એ લાંબા ગાળાના રોકાણકારો માટે રોકાણની સારી પસંદગી હોઇ શકે છે, કારણ કે રોકાણકારોને દરેક અંતરાલ પર ચુકવણી કરવાનું યાદ કરાવવાની જરૂર રહેતી નથી.

પ્રશ્ન 2. શું લમ્પસમ કેલ્ક્યુલેટર મને ચોક્કસ પરિણામો આપશે?

કેલ્ક્યુલેટર તમને ચોક્કસ ગણતરીઓ આપશે, પરંતુ તે રોકાણનું ચોક્કસ પરિણામ નથી – કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સ બજારના જોખમોને આધીન છે અને વળતરની આગાહી કરી શકાતી નથી.

પ્રશ્ન 3. મ્યુચ્યુઅલ ફંડ્સ સહી હૈ લમ્પસમ રોકાણ કેલ્ક્યુલેટર દ્વારા ઉપયોગમાં લેવાતી ફોર્મ્યુલા શું છે?

આ કેલ્ક્યુલેટર દ્વારા વપરાતી ફોર્મ્યુલા A = P (1 + r/n) ^ nt છે.

પ્રશ્ન 4. મારે લમ્પસમ રોકાણ ક્યારે પસંદ કરવું જોઇએ?

બજારની મંદી દરમિયાન લમ્પસમ રોકાણ કરી શકાય છે. જ્યારે કિંમતો ઓછી હોય, ત્યારે તમે વધુ યુનિટ ખરીદી શકો છો, જેનું મૂલ્ય વધી શકે છે અને તમને લાંબા ગાળે સારું વળતર મળી શકે છે.