SIP Calculator - Loader

એસઆઇપી કેલક્યુલેટર

તમારા માસિક એસઆઇપી રોકાણનું ભવિષ્યનું મૂલ્ય જાણો.

 

આપનું રોકાણ:  

આપના રોકાણનું ભવિષ્યનું મૂલ્ય:  

અસ્વીકરણઃ

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.

SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ) એ એકસામટી મૂડી વગર રોકાણકારોની મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટેની એક સરળ પદ્ધતિ છે. તેની મદદથી રોકાણકારો લાંબા સમયગાળા સુધી મ્યુચ્યુઅલ ફંડમાં પદ્ધતિસર રીતે નાની-નાની રકમોનું રોકાણ કરી શકે છે.
અહીં એક ઓનલાઇન કેલક્યુલેટર આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ રોકાણકારો રોકાણની SIP પદ્ધતિના અંદાજિત વળતરને સમજવા માટે કરી શકે છે.

એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર શું છે?

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) કેલ્ક્યુલેટર સંભવિત રોકાણકારોને તેમના રોકાણોની સંભવિત વૃદ્ધીનુ અનુમાન લગાવવા માટે સહાયતા કરવા વપરાતું ઑનલાઇન ટૂલ છે. તે ભવિષ્યના રિટર્નની ગણતરી સરળ બનાવે છે, અને તેની સાથે, રોકાણકારો બજાર અનુમાનો ઉપર નિર્ભર રહેવાના બદલે ચોક્કસ આંકડાકીય અનુમાનો સાથે તેમના રોકાણોનું આયોજન કરી શકે છે.

હાથથી ગણતરી કરવી ખૂબ જ જટિલ બની શકે છે, ખાસ કરીને નવા રોકાણકારો માટે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ આધારિત SIPના ભવિષ્યના મૂલ્યનો અંદાજ લગાવવામાં વધુ સમય વ્યતિત થઇ શકે છે અને તે ભૂલોમાં પરિણમી શકે છે.

જટિલ ગાણીતિક ગણતરીઓને સ્વયંસંચાલિત કરીને, એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર સ્માર્ટ પસંદગીઓ કરવામાં નવા અને ઘડાઇ ગયેલા એમ બન્ને રોકાણકારોને સહાયતા કરે છે.

નાણાકીય આયોજનમાં એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટરનો ઉપયોગ

સામાન્ય, સાતત્યપૂર્ણ ઇનપુટ્સ લાંબા સમયાંતરે કેવી રીતે ઉમેરી શકાય તેનું અનુમાન કરવા માટે રોકાણ કરવું એક પડકારજનક કામગીરી છે. એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર નીચેની બાબતો સમજવા માટે પ્રક્રિયાને સરળ બનાવે છેઃ

ત્વરિત અંદાજોનું સર્જન કરવુ: તે માસિક રોકાણોને અનુમાનિત ભવિષ્યના મૂડી ભંડોળમાં તબદિલ કરે છે.

હાથેથી કરાતી ગણતરીઓટાળવી: જટિલ ગણન અથવા સ્પ્રેડશિટ કામગીરીની જરૂરિયાત દૂર કરીને સમય બચાવે છે.

પરિસ્થિતિ સંબંધિત સરખામણીની સુવિધા આપે છે: દરેક ફેરફાર પરિણામોને કેવી રીતે પ્રભાવિત કરે છે તે જોવામાટે રોકાણકારોને વિવિધ રોકાણ રકમ, અપેક્ષિત રિટર્ન અથવા સમયગાળો અજમાવવાની સુવિધા આપે છે.

લક્ષ્ય નિર્ધારિત કરવામાં સહાયતા: ભલે તે નિવૃત્તિનું આયોજન હોય, શિક્ષણ માટે બચત હોય કે ઘરની ખરીદી હોય, કેલ્ક્યુલેટર લક્ષ્યો સાથે રોકાણોને સાંકળવા માટે સહાયતા કરે છે.

એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર કેવી રીતે કામકરે છે?

મૂળભૂત રીતે એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર ભવિષ્યમાં રોકાણોના મૂલ્યની ગણતરી કરવા માટે ચોક્કસ ગાણીતિક સૂત્રનો ઉપયોગ કરે છે. આ લાગુ પાડવામાં આવતું સૂત્ર નીચે મુજબ છે:

FV = P * (((1 + i)^n – 1) / i) * (1 + i)

જ્યાં:

  • FVનો અર્થ રોકાણ અવધી વખતે ભવિષ્યનું મૂલ્ય છે.
  • P માસિક ધોરણે SIPની રકમ છે.
  • i સમયાંતર ધોરણે (માસિક) રિટર્નનો દર છે.
  • n હપ્તાઓ અથવા યોગદાનોની સંખ્યા છે.

એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર સૂત્રની સમજ કેળવવી

સંચિત વૃદ્ધી: કેલ્ક્યુલેટર અનુમાન કરે છે કે દરેક માસિક ચૂકવણી સમયાંતરે સંચિત થયેલી રકમનું રિટર્ન આપે છે.

દર રૂપાંતરણ: મોટાભાગના રિટર્નોને વાર્ષિક રિટર્ન તરીકે વ્યક્ત કરવામાં આવતાં હોવાથી, વાર્ષિક દરને માસિક દરમાં તબદિલ કરવામાં આવે છે (જેમ કે વાર્ષિક દરને 12 વડે ભાગીને)

ઘાતાંકીય પ્રભાવ: • ઘાતાંકીય પ્રભાવ: આ સૂત્ર સંચિત બચતની શક્તિ અમલી કરે છે એટલે કે નિયમિત રોકાણ કરેલી નાની રકમ લાંબાગાળે મોટું રિટર્ન આપી શકે છે.

ગણતરીનું ઉદાહરણ

તેવા રોકાણકર્તાનું ઉદાહરણ લો જે 7 વર્ષ માટે 12%ના વાર્ષિક અનુમાનિત રિટર્ન સાથે પ્રતિ માસ રૂ.5,000નું રોકાણ કરે છે. એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર પરથીઃ

કુલ રોકાણ:7 વર્ષ દરમિયાન આશરે રૂ.4.20 લાખ રોકવામાં આવે છે.
ભવિષ્યનું મૂલ્ય: આ ભંડોળ આશરે રૂ.6.60 લાખ બની શકે છે, જે દર્શાવે છે કે ચક્રવૃદ્ધી વ્યાજની સાથે નિયમિત રોકાણ કેવી રીતે લાંબા ગાળે નોંધપાત્ર રિટર્નમાં પરિણમી શકે છે.

SIPના પ્રકારોઃ યોગ્ય એસઆઈપીની પસંદગી

 

1. સામાન્ય SIP

વ્યાખ્યાઃ ચોક્કસ રકમનું રોકાણ નિર્ધારિત સમયગાળે (સામાન્ય રીતે માસિક) કરવામાં આવે છે, જે સાતત્યપૂર્ણ રોકાણ વર્તણૂંકને પ્રોત્સાહન આપે છે.

કોના માટે અનુકૂળ છે: રોકાણકારો જે થોડા ફેરફારો સાથે શિસ્તબદ્ધ, સુવિધાયુક્ત રોકાણ ઇચ્છી રહ્યાં છે.

ફાયદાઓ:

● આયોજનબદ્ધ બચતને પ્રોત્સાહન આપે છે
● રૂપિયાના મૂલ્યને સરભર કરવામાં મદદ કરે છે
● બજારના ચઢાવ-ઉતારનો પ્રભાવ ઘટાડે છે.

 

2. સ્ટેપ-અપ SIP

વ્યાખ્યા: સેટ-અપ SIP, જેને ટોપ-અપ SIP તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રોકાણકારોને પૂર્વનિર્ધારિત સમયના અંતે - સામાન્ય રીતે વાર્ષિક તેમનું SIP યોગદાનમાં આપોઆપ વધારો કરવાની સુવિધા આપે છે. આ વધી રહેલા આવકના સ્તરો સાથે રોકાણની વૃદ્ધીને સુસંગત કરવામાં અને લાંબાગાળે ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી)ની અસરને અસરકારક રીતે પહોંચી વળવામાં મદદ કરે છે.

કોના માટે અનુકૂળ છે: તે પગારદાર વ્યવસાયિકો અને અન્ય તેવા લોકો માટે આદર્શ રોકાણ છે જેમની આવકમાં સ્થાયી વૃદ્ધી થવાની અપેક્ષા છે અને જે ઇચ્છે છે કે તેમની રોકાણ જવાબદારીમાં પણ તે અનુસાર વધારો થાય.

ફાયદાઓ:

● ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) સામે લડે છે
● ઊચ્ચ-રિટર્નના વર્ષો દરમિયાન રોકાણ મહત્તમ બનાવે છે
● ઊચ્ચ-રિટર્નના વર્ષો દરમિયાન રોકાણ મહત્તમ બનાવે છે

સેટ-અપ SIP તેવા રોકાણકારો માટે ખૂબ જ અસરકારક છે જે લઘુત્તમ હસ્તક્ષેપ સાથે તેમના ભવિષ્ય માટે તૈયાર પોર્ટફોલિયોનું નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે, કારણ કે તે માત્ર લાંબાગાળાના રોકાણો વ્યૂહાત્મક રીતે જ હાથ ધરતાં નથી પરંતુ આવકમાં વૃદ્ધી સાથે યોગદાન વધારીને ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી)ની અસર પણ નાબૂદ કરે છે.

 

3. ફ્લેક્સિબલ SIP

વ્યાખ્યા: ફ્લેક્સિબલ SIP બજાર અથવા વ્યક્તિગત આવક પસંદગીઓ અનુસાર દર મહિને યોગદાનની જુદી-જુદી રકમ ધરાવે છે.

કોના માટે અનુકૂળ છે: રોકાણકારો જેમની આવકમાં વધઘટ થાય છે અથવા તે રોકાણકારો જે આશાવાદી બજારની પરિસ્થિતિમાં વધુ રોકાણ કરવા ઇચ્છે છે.

ફાયદાઓ:
● નાણાકીય ફેરફારો સાથે અનુકૂળ
● બજાર નીચું હોય ત્યારે વધુ રોકાણ કરવાની ક્ષમતા ઉપલબ્ધ કરાવે છે.

 

4. પર્પેચ્યુઅલ SIP

વ્યાખ્યા: કોઇ ચોક્કસ સમય નથી; રોકાણકાર અચોક્કસ મુદ્ત માટે SIP ચાલુ રાખી શકે છે.

કોના માટે અનુકૂળ છે: લાંબા સમયગાળે સંપતિનું સર્જન કરવા ઇચ્છતાં લાંબાગાળાના રોકાણકર્તાઓ માટે.

ફાયદાઓ:
● રોકાણ બંધ કરવાનું દબાણ રહેતું નથી.
● લાંબાગાળાના નાણાકીય લક્ષ્યો ધરાવતા લોકો માટે અનુકૂળ.

 

5. ટ્રિગર SIP

વ્યાખ્યા: રોકાણ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે બજારના ચોક્કસ સ્તરો અથવા નેટ એસેટ વૂલ્યુ (NAV) સ્તરો પ્રાપ્ત થાય છે.

કોના માટે અનુકૂળ છે: રોકાણકર્તાઓ જે અચોક્કસ બજારોમાં એન્ટ્રી પોઇન્ટ્સ મહત્તમ કરવા ઇચ્છે છે.

ફાયદાઓ:

● વધુ પડતી કિંમતોએ એન્ટ્રી પોઇન્ટ્સ ટાળીને રિટર્નની સંભાવનામાં વધારો.

● સતત દેખરેખ વગર બજારના સમયને અનુકૂળ બની શકે તે માટે વિશેષ રીતે ડિઝાઇન કરેલું.

 

6. મલ્ટી SIP

વ્યાખ્યા: એક SIP પ્લાન અંતર્ગત એકથી વધુ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરવાની સુવિધા પૂરી પાડે છે.

કોના માટે અનુકૂળ છે: ફંડના વિવિધ પોર્ટફોલિયોની અંદર જોખમનું વિભાજન કરવા ઇચ્છી રહેલા વૈવિધ્યસભર રોકાણકારો.

ફાયદાઓ:

● બહુવિધ રોકાણોનું સંચાલન સરળ બનાવે છે.
● પોર્ટફોલિયોનાવૈવિધ્યકરણમાં વધારો કરે છે.

 

વિવિધ જોખમ પ્રોફાઇલ અને નાણાકીય ઉદ્દેશો માટે વિવિધ SIP અનુકૂળ છે. યોગ્ય SIPની પસંદગી રોકાણ સમયગાળો, આવકની સ્થિરતા અને વ્યક્તિની બજારની અપેક્ષાઓ ઉપર આધાર રાખે છે.

SIP વી. લમસમ રોકાણઃ તુલનાત્મક વિશ્લેષણ

રોકાણના દ્રષ્ટિબિંદુથી, રોકાણકર્તાઓએ વહેલામાં વહેલી તકે લેવા પડતાં નિર્ણય પૈકીનો એક નિર્ણય લમસમ રોકાણ કરવું કે SIP મારફતે દર મહિને હપ્તાઓ થકી રોકાણ કરવું તે છે. બન્ને વિકલ્પો પોતાના આગવા લાભો ધરાવે છે, પરંતુ શ્રેષ્ઠ પસંદગી આખરે બજારની પરિસ્થિતિ અને વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે.

માપદંડો SIP લમસમ
રોકાણ પ્રકાર તેમાં નિયમિત, સામાન્ય રીતે માસિક રોકાણનો સમાવેશ થાય છે, જે બજાર સમયગાળાના જોખમને લઘુત્તમ બનાવે છે. એક વખતે, એક રોકાણ જે જે બજારના ઘટાડામાં લાભ અપાવી શકે છે જો સમયગાળો અનુકૂળ હોય.
બજારના સમયગાળાનું જોખમ: રૂપિયાના મૂલ્ય સરેરાશ થવાથી જોખમ ઓછું હોય છે, જ્યાં રોકાણ લાંબા સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. વધુ જોખમ ધરાવે છે કારણ કે સમગ્ર રકમ ચોક્કસ સમયે બજારના ચઢાવ-ઉતારના જોખમનો સામનો કરે છે.
જોખમ વૈવિધ્યકરણ: લાંબા સમયગાળે વધુ સારા પ્રમાણમાં વૈવિધ્યકરણ પૂરું પાડે છે કારણ કે રોકાણ જુદા-જુદા બજાર આવૃત્તો દરમિયાન કરવામાં આવે છે. જો ખોટા સમયે રોકાણ કરવામાં આવે તો મર્યાદિત વૈવિધ્યકરણ જોવા મળે છે.
યોગ્યતા લાંબા સમયગાળે સંપતિનું સર્જન કરવા ઇચ્છી રહેલા અવાર-નવાર રોકાણ કરતાં રોકાણકર્તાઓ માટે શ્રેષ્ઠ. વધારાનું મૂડીભંડોળ ધરાવતાં વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ જે સંભવિત ઝડપી રિટર્ન માટે બજારના ઊચ્ચ જોખમોનો સામનો કરવા માટે તૈયારી ધરાવે છે.

SIP રોકાણમાં ટાળવા જેવી સામાન્ય ભૂલો

SIP સંખ્યાબંધ લાભો ઉપલબ્ધ કરાવતી હોવા છતાં, રોકાણકારોએ કેટલીક સામાન્ય ભૂલો પ્રત્યે સજાગ રહેવું જોઇએ જે તેમના લાંબાગાળાના સંપતિ સર્જનના લક્ષ્યને પ્રભાવિત કરી શકે છે.

 

બજારમાં ઘટાડા વખતે SIP અટકાવવીઃ

કેટલાક રોકાણકર્તાઓ ટૂંકા-ગાળાના નુકસાનના ભયના કારણે બજારના ચઢાવ-ઉતાર દરમિયાન તેમના SIP રોકાણો અટકાવી દેવાનું પસંદ કરે છે.

 

આ રીતે આ ભૂલ ટાળોઃ

બજારમાં ઘટાડા વખતે પણ રોકાણ કરવાનું ચાલુ રાખવું. આ તબક્કો સામાન્ય રીતે કામચલાઉ હોય છે, આ સમયગાળા દરમિયાન SIP અટાકાવવાથી જ્યારે બજાર ઉપર ચઢે ત્યારે મળતી તકો ચૂકી જવાય છે. અને આ તબક્કા દરમિયાન SIP ચાલુ રાખવાથી તે નીચા NAVમાંથી લાભ આપે છે, જે લાંબાગાળાનીવૃદ્ધીને મદદ કરે છે.

 

થોડા-થોડા સમયગાળે યોગદાનમાં વધારો કરવાનું ભૂલી જવુઃ

આવકમાં વધારો થાય ત્યારે રોકાણ કરવામાં આવતી રકમ વધારવામાં નિષ્ફળતા વૃદ્ધી મર્યાદિત બનાવી શકે છે.

 

આ રીતે આ ભૂલ ટાળોઃ

સ્ટેપ-અપ SIPનો ઉપયોગ કરવો, જે આવકમાં વધારાની સાથે સાથે તેને અનુરૂપ તમારા રોકાણમાં પણ આપોઆપ વધારો કરે છે - જે તમને ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી)ને હરાવવામાં મદદ કરે છે.

 

ચોક્કસ લક્ષ્ય વગર રોકાણ કરવુઃ

અનિયમિત રોકાણ અથવા ચોક્કસ લક્ષ્ય વગર રોકાણ સુસંગતતા વગરના નાણાકીય પરિણામો તરફ દોરી શકે છે.

 

આ રીતે આ ભૂલ ટાળોઃ

પૂર્વનિર્ધારિત નાણાકીય લક્ષ્યો - જેમ કે નિવૃત્તિ, બાળકનું શિક્ષણ, ઘર ખરીદવું - નિર્ધારિત કરો અને તેને અનુરૂપ તમારી SIP રણનીતિ ગોઠવો.

 

ફંડના કાર્યપ્રદર્શનને નજરઅંદાજ કરવુઃ

કેટલાક રોકાણકર્તાઓ, કોઇ વખત, લાંબાગાળે ફંડના કાર્યપ્રદર્શનનું મૂલ્યાંકન કર્યા વગર તે ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે.

 

આ રીતે આ ભૂલ ટાળોઃ

સમયાંતરે ફંડના કાર્યપ્રદર્શનની સમીક્ષા કરવી અને જો જરૂર પડે તો તમારા પોર્ટફોલિયોને ફરીથી ગોઠવવો તથા જો જરૂરી હોય તો તમારા નાણાકીય લક્ષ્યો સાથે તેને અનુરૂપ રાખવો.

SIP રિટર્નમાં ચઢાવ-ઉતારઃ તેની સમજણ

એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર લાભદાયી અંદાજો પૂરા પાડતાં હોવા છતાં યાદ રાખો કે મ્યુચ્યુઅલ ફંડ બજારના ચઢાવ-ઉતારનું જોખમ ધરાવે છે. અહીં કેટલા કારણો આપે છે કે શા માટે SIP રિટર્નમાં ચઢાવ-ઉતાર આવી શકે છેઃ

 

SIP રિટર્નને પ્રભાવિત કરતાં પરિબળો

  • બજારની અસ્થિરતાઃ ટૂંકા ગાળા માટે બજારનો ચઢાવ-ઉતાર રિટર્નને પ્રભાવિત કરી શકે છે, જોકે લાંબાગાળાના વલણો સામાન્ય રીતે ઉપરની દિશામાં જોવા મળે છે.
  • આર્થિક પરિસ્થિતિઃ ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી), વ્યાજ દરો અને એકંદર આર્થિક વૃદ્ધી મ્યુચ્યુઅલ ફંડના કાર્યપ્રદર્શનને પ્રભાવિત કરે છે.
  • ફંડ સંચાલન અને કાર્યપ્રદર્શનઃ ફંડની સફળતા નક્કી કરવામાં ફંડ મેનેજરના સક્ષમતા અને શૈલી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
  • પ્રાયોગિક આંતરિક માહિતી
  • લાંબાગાળાના વલણો મહત્ત્વના છેઃ માસિક રિટર્ન ભલે સ્થિર ન હોય પરંતુ લાંબાગાળાના રોકાણો આ અસ્થિરતાને દૂર કરવાનું વલણ ધરાવે છે.
  • નિયમિત દેખરેખ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છેઃ રોકાણકર્તાઓએ સમયાંતરે તેમના પોર્ટફોલિયોની સમીક્ષા કરવી જોઇએ અને મહત્ત્વપૂર્ણ આર્થિક ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર કરવા માટે તૈયાર રહેવું જોઇએ

આ બાબત રોકાણ અભિગમમાં વિવિધતા ઉમેરે છે, જે વાસ્તવિક અપેક્ષાઓ કરવાની સુવિધા આપે છે અને આપણને લાંબાગાળાના રોકાણ પરિપ્રેક્ષ્યની જરૂરિયાત વિશે યાદ અપાવે છે.

SIP સાથે રોકાણ લક્ષ્યો નિર્ધારિત કરવા

1. નિવૃત્તિનું આયોજન

લક્ષ્ય: નિવૃત્તિ બાદ તમારી જીવનશૈલી જાળવવા માટે મજબૂત નાણાકીય આધારશીલાનું નિર્માણ કરો.

પદ્ધતિઃ સંચિત મૂડીની શક્તિ મારફતે ભવિષ્ય માટે વિશ્વસનીય બચત ભંડોળનું નિર્માણ કરવા માટે સમગ્ર વર્ષો દરમિયાન નિયમિત રીતે રોકાણ કરો.

વૃદ્ધી અને સ્થિરતા વચ્ચે યોગ્ય સમતુલા જાળવવા માટે ઇક્વિટી અને ડેટ ફંડના મિશ્રણનો ઉપયોગ કરો.

 

2. બાળકોનું શિક્ષણઃ

હેતુઃ ભવિષ્યના શૈક્ષણિક ખર્ચાઓ માટે પર્યાપ્ત નાણાની બચત કરવી.

અભિગમઃ સંપૂર્ણપણે મૂડી એકત્રિકરણ મારફતે વહેલાસર લાભ મેળવવાનું શરૂ કરો.

તમારા બાળકની કોલેજમાં જોડાવવાની ઉંમર સાથે તમારા રોકાણ સમયગાળાની ગોઠવણી કરો.

 

3. સંપતિનું નિર્માણ

ઉદ્દેશઃ સુનિયોજિત રોકાણ મારફતે લાંબાગાળાની નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવી.

અભિગમઃ વધતા જતાં લક્ષ્યો સાથે સિમાચિહ્નો સ્થાપિત કરો.

બજારની જરૂરિયાતો સાથે તેને અનુરૂપ તમારા પોર્ટફોલિયોની સુનિયોજિત સમીક્ષા કરો અને તેમાં ફેરફાર કરો.

 

4. ઘરની ખરીદી

લક્ષ્ય: ભવિષ્યમાં ઘરની ખરીદી માટે ડાઉનપેમેન્ટ ભંડોળ માટે પૈસા ઊભા કરવા.

પદ્ધતિઃ માસિક રોકાણના તાર્કિક પ્રારંભિક દરથી શરૂ કરો.

તમારી આવકોમાં વધારો થાય ત્યારે રોકાણમાં ફેરફારો કરવા માટે એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

 

ચોક્કસ લક્ષ્યોની સામે SIP રોકાણોને અનુરૂપ થવા માટે, રોકાણકર્તાઓ વ્યક્તિગત તૈયાર કરવામાં આવેલો ફાઇનાન્સિયલ પ્લાન મેળવી શકે છે જે નાણાંની બચત કરે છે અને લાંબાગાળે સંપતિનું સર્જન કરે છે.

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો

તમારા રોકાણના લક્ષ્યો તરફ આગળ વધવા માટે એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો સરળ અને ખૂબ જ અસરકારક છે. શરૂ કરવા માટે માત્ર નીચેના ચરણો અનુસરોઃ

 

તમારી માસિક SIP રકમ દાખલ કરોઃ

તમે દર મહિને રોકાણ કરતાં ઇચ્છતાં હોવ તે નિર્ધારિત નાણાંનું મૂલ્ય દાખલ કરો.

 

અપેક્ષિત વાર્ષિક રિટર્ન દાખલ કરોઃ

ઐતિહાસિક વલણોના આધારે, ઇક્વિટી ફંડ લાંબા સમયગાળે વધુ ઊંચુ રિટર્ન પૂરું પાડવાની સંભાવના ધરાવે છે.

તમે તમારા રોકાણ લક્ષ્યો, જોખમ પ્રોફાઇલ અને પસંદ કરેલા ફંડના પ્રકાર અનુસાર તમારા અપેક્ષિત દરમાં ફેરફાર કરી શકો છો.

 

રોકાણ સમયગાળો પસંદ કરોઃ

તમે કેટલા સમયગાળા માટે રોકાણ કરવાનું ચાલુ રાખવા માંગો છો તે જણાવો. તે કેટલાક વર્ષો માટે અથવા દાયકાઓ માટે હોઇ શકે છે. View Instant Results

 

કેલ્ક્યુલેટર તમે પૂરા પાડેલા માપદંડો મુજબ ભવિષ્યનું ભંડોળ પ્રદર્શિત કરશે.

એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટરના ઉપયોગ કરવાના ફાયદાઓઃ

એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર માત્ર કેલ્ક્યુલેટર નથી જે સામાન્ય ગણતરી કરે છે, તે અનેક લાભો ધરાવતું સાધન છે જે રોકાણ શિસ્ત અને નાણાકીય આયોજનમાં વધારો કરે છે.

  • ત્વરીત અને ચોક્કસ પરિણામોઃ તે કોઇપણ ગણતરી વગર ઝડપી અંદાજ પૂરો પાડે છે, જે સમય અને અને પ્રયત્ન બચાવે છે.
  • વધુ સારું રોકાણ આયોજનઃ ચોક્કસ નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે યોગ્ય SIPની રકમ નિર્ધારિત કરવામાં મદદ કરે છે.
  • પરિસ્થિતિ સંબંધિત વિશ્લેષણઃ યોગદાન કરેલી રકમ, અપેક્ષિત રિટર્ન અને સમયગાળા જેવા માપદંડોમાં ફેરફાર કરીને રોકાણકર્તાઓને જુદી-જુદી પરિસ્થિતિઓની તુલના કરવા માટે સક્ષમ બનાવે છે.
  • માનવીય ભૂલ ઘટાડે છેઃ સ્વયંસંચાલિત કેલ્ક્યુલેટર ભૂલો ઘટાડે છે જે હાથથી કરેલી ગણતરીમાં ઉદભવી શકે છે.
  • વપરાશકર્તા માટે અનુકૂળ અને ઉપલબ્ધઃ ઑનલાઇન એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર મોટાભાગે નિઃશુલ્ક હોય છે અને તેનો કોઇપણ સમયે ઉપયોગ કરી શકાય છે અને તે નવા તેમજ અનુભવી રોકાણકર્તાઓ માટે આવશ્યક સાધન છે.

અવાર-નવાર પૂછાતાં પ્રશ્નો

પ્રશ્ન 1. એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર શું છે?

એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર ઑનલાઇન ટૂલ છે જે ચોક્કસ સમયાંતરે કરવામાં આવેલા રોકાણોના આધારે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણોનું ભવિષ્યના મૂલ્યનો અંદાજ લગાવે છે.તે રિટર્નનો અંદાજ લગાવવા માટે ચક્રવૃદ્ધી વ્યાજના સૂત્રનો ઉપયોગ કરે છે.

પ્રશ્ન 2. શું રોકાણ અંગેનો નિર્ણય લેતી વખતે મારે માત્ર એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર ઉપર નિર્ભર રહેવું જોઇએ?

એકતરફ એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર તમને સારો અંદાજ આપે છે ત્યારે તે વાત યાદ રાખવી જોઇએ કે બજારના ચઢાવ-ઉતાર અને સામાન્ય આર્થિક પરિસ્થિતિઓના આધારે વાસ્તવિક રિટર્નની રકમમાં તફાવત હોઇ શકે છે. તેનો ઉપયોગ આયોજનના સાધન તરીકે કરવો જોઇએ, નહીં કે નિશ્ચિત વળતરની આગાહી માટે.

પ્રશ્ન 3. એસઆઈપી (SIP) રિટર્નને પ્રભાવિત કરતાં ચાવીરૂપ પરિબળો કયા છે?

  • દર મહિને રોકાણ કરવામાં આવેલા નાણાની રકમ
  • રિટર્નનો અપેક્ષિત દર
  • રોકાણનો સમયગાળો
  • બજાર પરિસ્થિતિ અને તેમાં ચઢાવ-ઉતાર

પ્રશ્ન 4. શું SIP બધા જ લોકો માટે છે?

SIP ખાસ કરીને તેવા રોકાણકર્તાઓ માટે મદદરૂપ છે જેઓ સંપતિનું સર્જન કરવા માટે આયોજનબદ્ધ, લાંબાગાળાના અભિગમ સાથે રોકાણ કરવાની સંભાવના શોધી રહ્યાં છે. તે નિયમિત આવક ધરાવતાં વ્યક્તિઓ માટે ખૂબ જ અનુકૂળ છે, પરંતુ જે લોકો વધારાના નાણાં ધરાવે છે તે લોકો પણ જ્યારે બજાર નીચે હોય તેવા સમયે લમસમ રોકાણ કરી શકે છે.

પ્રશ્ન 5. SIPમાં રોકામના કરલાભો કયા છે?

ઇક્વિટી-લિંક્ડસેવિંગ્સસ્કિમ (ELSS)માં SIP રોકાણ માટે કલમ 80Cઅંતર્ગત કરલાભ મેળવી શકાય છે. વધુમાં, ઇક્વિટી ફંડ ઉપર લોંગ-ટર્મ કેપિટલ ગેઇન ઉપર નીચા દરે કર વસૂલવામાં આવે છે, જે સાતત્યપૂર્ણ રોકાણોને પ્રોત્સાહન આપે છે.

પ્રશ્ન 6. મારે SIPમાં રોકાણોની કેટલા સમયના અંતરે સમીક્ષા કરવી જોઇએ?

ઓછામાં ઓછું વર્ષમાં એકવખત, પરંતુ બજારમાં અચાનક ફેરફારો તમારા ધ્યાનમાં આવે તો તમારે વધુ વખત સમીક્ષા કરવી જોઇએ.

ઉપસંહાર

નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે એક સારુ રોકાણ આયોજન આવશ્યક છે.

એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર એક મૂલ્યવાન ટૂલ છે જે ગણીતની આંટીઘૂંટીઓને સરળ બનાવે છે અને રોકાણકર્તાઓને તેમના રોકાણોની સંભવિત વૃદ્ધીનું અનુમાન કરવા માટે સુવિધા આપે છે.

તમે નિવૃત્તિ માટે આયોજન કરી રહ્યાં હોવ, મોટી ખરીદી માટે મૂડી એકઠી કરી રહ્યાં હોવ કે સમયાંતરે સંપતિનું નિર્માણ કરવા ઇચ્છતાં હોવ, એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર તમારા આયોજનમાં નોંધપાત્ર રીતે વધારો કરી શકે છે.