મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાની વિવિધ રીત કઈ છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાની વિવિધ રીત કઈ છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ માં રોકાણ શરૂ કરવાની ઘણી રીતો છે.

વ્યક્તિ યોગ્ય રીતે ભરેલા અરજી પત્રને બેંકના ચેક કે ડ્રાફ્ટની સાથે મ્યુચ્યુઅલ ફંડ્ઝની શાખાની ઓફિસમાં કે નિયુક્ત ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર્સ (આઇએસસી)માં કે સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ્ઝના રજિસ્ટ્રાર કે ટ્રાન્સફર એજન્ટ્સ સમક્ષ રજૂ કરીને મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે. 

વ્યક્તિ સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ્ઝની વેબસાઇટ મારફતે ઓનલાઇન રોકાણ કરી શકે છે.

આ ઉપરાંત વ્યક્તિ નાણાકીય મધ્યસ્થી એટલે કે એએમએફઆઇમાં (અમ્ફી) નોંધણી પામેલા મ્યુચ્યુઅલ ફંડ વિતરકની મદદથી કે તેમના મારફતે રોકાણ કરી શકે છે અથવા કોઇ વિતરકને સામેલ કર્યા વિના કે તેમના મારફતે રોકાણ કર્યા વિના સીધું રોકાણ કરવાનું પસંદ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ વિતરક વ્યક્તિ કે વ્યક્તિ વિનાની એન્ટિટી હોઇ શકે છે, જેમાં બેંક, બ્રોકિંગ હાઉસ કે ઓન-લાઇન વિતરણ ચેનલ પ્રોવાઇડર પણ સામેલ હોઇ શકે છે.

રોકાણકાર ઓનલાઇન રોકાણ કરવાનું પસંદ કરી શકે છે, કારણ કે આજના દિવસોમાં આ મંચો સુરક્ષિત રોકાણને સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા ધરાવે છે.  આ ખરેખર અનુકૂળતા અને સુવિધાની બાબત છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું