લિક્વિડ ફંડ્ઝ શું હોય છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ડાબી બાજુનો વિડિયો જોતા તમને ધ્યાનમાં આવશે કે તમામ પરિસ્થિતિઓમાં ટૂંકા સમયગાળા માટે નાણાં નિષ્ક્રિય પડ્યા રહે છે. અમુક કિસ્સાઓમાં કયા ચોક્કસ સમયે નાણાંને ઉપાડવાની જરૂર પડશે એ અંગેની જાણકારી ન પણ હોઇ શકે. રોકાણકાર શું કરે ? નાણાંનું રોકાણ ક્યાં કરવું જોઇએ?

વ્યક્તિએ અહીં કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઇએઃ

  1. નાણાં ટૂંકા ગાળા માટે રોકાણ કરવામાં આવે છે.
  2. વ્યક્તિ પસંદ કરશે કે રોકાણ મૂલ્યમાં ઘટાડો ન થાય.
  3. જો નાણાં સુરક્ષિત હોય તો નીચું વળતર પણ ચાલશે.
  4. અવધિ નિશ્ચિત હોઇ ન પણ શકે કે તેની જાણકારી ન પણ હોય.

ચાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાંનું રોકાણ કરવાથી ઉદ્દેશ પૂરો થઈ શકે છે, પરંતુ માત્ર મર્યાદિત માત્રામાં. ફિક્સ્ડ ડિપોઝિટના મોટા લાભ પૈકીનો એક સુરક્ષા છે. જોકે મર્યાદાઓ પૈકીની એકને મોટે ભાગે અવગણવામાં આવે છે – નાણાંનું માત્ર નિશ્ચિત અવધિ માટે રોકાણ કરવામાં આવી શકે છે – રોકાણની અવધિ અંગે કોઇ લવચિકતા નથી.

આવી સ્થિતિમાં લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્ઝ પર વિચાર કરી શકાય છે. વિડિયોમાં જેમ જણાવવામાં આવ્યું છે તેમ તેઓ સુરક્ષા, વ્યાજબી સારા વળતર (બચત ખાતાની કે ખૂબ ટૂંકા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ્સની તુલનામાં) અને કોઇ પણ સમયે રિડિમ્પશનની સંપૂર્ણ લવચિકતા આપે છે.

425
હું રોકાણ કરવા માટે તૈયાર છું