‘મ્યુચ્યુઅલ ફંડ્ઝ બરાબર છે’ એ રોકાણકારોની જાણકારી માટે AMFI દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે, જેની રચના નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે થઈ છે અને તે મ્યુચ્યુઅલ ફંડ્સના ફાયદાઓ પર પ્રકાશ પાડે છે. અમારો હેતુ સમાજના દરેક તબક્કાઓના લોકોને એ સમજવામાં મદદરૂપ થવાનો છે કે SIP મારફતે નિયમિતપણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાની-નાની રકમનું રોકાણ કરવાથી સમયાંતરે કેવી રીતે સંપત્તિનું સર્જન કરી શકાય છે.
જાહેરખબરો, ડિજિટલ વીડિયો અને વેબસાઇટ દ્વારા એકથી વધારે ભાષાઓમાં ખૂબ જ સરળ છતાં ખૂબ જ સ્પષ્ટ સંદેશ આપતું MFSH કેમ્પેઇન મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓને દૂર કરવામાં તથા રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાને લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થાય છે અને તેણે નોંધપાત્ર સંખ્યામાં રોકાણકારોના ખાતા તેમજ રોકાણને ઉમેરવામાં ઇન્ડસ્ટ્રીની ઘણી મદદ પણ કરી છે.
‘મ્યુચ્યુઅલ ફંડ્ઝ બરાબર છે’ વિશે
સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના માર્ગદર્શન હેઠળ એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા સંચાલિત ‘મ્યુચ્યુઅલ ફંડ્ઝ બરાબર છે’ અભિયાનને રોકાણકારોની જાણકારીને પહેલ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું, જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય મ્યુચ્યુઅલ ફંડ્સ અંગેની સમજણને સરળ બનાવવાનો છે. આ સંદેશાને વિવિધ ભાષાઓમાં ફેલાવવા માટે અમે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે – ટીવી, ડિજિટલ, રેડિયો, પ્રિન્ટ, આઉટડૉર અને સિનેમા.
એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) વિશે
એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) એ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગને પ્રોફેશનલ, સ્વસ્થ અને નૈતિક ધોરણે વિકસાવવા માટે તથા તેના તમામ પાસામાં ધોરણોને વધારવા અને જાળવી રાખવા માટે સમર્પિત છે, જેથી કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ અને તેના યુનિટધારકોના હિતોની સુરક્ષા થઈ શકે અને તેને પ્રોત્સાહન આપી શકાય.
એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) એ ભારતના તમામ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) જે સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં રજિસ્ટર થયેલ છે તેની એક નોન-પ્રોફિટ ઈન્ડસ્ટ્રી બોડી છે. AMFIની સ્થાપના 22 ઑગસ્ટ, 1995ના રોજ એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે થઈ હતી.
‘મ્યુચ્યુઅલ ફંડ્ઝ બરાબર છે’ અભિયાન એ વિવિધ ભાષાઓમાં રોકાણકારોની જાગૃતિ માટેનું એક દેશવ્યાપી મીડિયા આઉટરીચ છે, જેની શરૂઆત SEBIના માર્ગદર્શન હેઠળ વર્ષ 2017માં AMFI દ્વારા કરવામાં આવી હતી, જે લાંબાગાળે સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થવા એક અલગ એસેટ ક્લાસ તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટેના AMFIના મુખ્ય પ્રયાસોમાંથી એક છે.
AMFI અને રોકાણકારોની જાગૃતિ માટેના તેના કાર્યક્રમો અંગે અહીંથી વધુ જાણકારી મેળવોઃ www.amfiindia.com
અમારું મિશન
અમારું મિશન મ્યુચ્યુઅલ ફંડ્સના વિશ્વને સરળ બનાવી લોકોને સૂચિત નિર્ણયો લેવામાં તથા તેમના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા તરફ નાના-નાના પગલાં લેવામાં મદદરૂપ થવાનો છે.


