ઍક્સેસિબિલિટીનું નિવેદન
એએમએફઆઈ દિવ્યાંગો સહિત તમામ યુઝરો માટે ડિજિટલ ઍક્સેસિબિલિટીની ખાતરી કરવા માટે કટિબદ્ધ છે. અમે સૌ કોઈ માટે યુઝરના અનુભવને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છીએ તથા અમારી વેબસાઇટ ઉપયોગી અને સમાવેશી હોય તેની ખાતરી કરવા માટે સંબંધિત ઍક્સેસિબિલિટીના ધોરણો લાગુ કરીએ છીએ.
ઍક્સેસિબિલિટીને સપોર્ટ પૂરો પાડવા માટેના પગલાં
અમે અમારી વેબસાઇટની ઍક્સેસિબિલિટીની ખાતરી કરવા માટે અહીં નીચે જણાવેલા પગલાં લઇએ છીએઃ
- નિયમિત ઍક્સેસિબિલિટીનું ઑડિટ અને ટેસ્ટિંગ
- WCAG 2.1 લેવલ AA માર્ગદર્શિકાઅનુસાર ડીઝાઇન અને વિકાસ.
- ઍક્સેસિબલ HTML, ARIA એટ્રિબ્યુટ્સ અને સિમેન્ટિક માર્કઅપનો ઉપયોગ
- ઍક્સેસિબિલિટીમાં શ્રેષ્ઠ વ્યવહારો પર અમારી ટીમ માટે નિરંતર તાલીમ.
અનુરૂપતાની સ્થિતિ
આ માર્ગદર્શિકા અનુરૂપતાના ત્રણ લેવલ ધરાવે છેઃ લેવલ A, લેવલ AA અને લેવલ AAA તથા વેબસાઇટ માટેના અમારા ટાર્ગેટ તરીકે લેવલ AAને પસંદ કર્યું છે.
આ વેબસાઇટનો ઉદ્દેશ્ય વેબ કન્ટેન્ટ ઍક્સેસિબિલિટી ગાઇડલાઇન્સ (WCAG) 2.1 લેવલ AAનું પાલન કરવાનો છે. આ માર્ગદર્શિકા જોવાની, સાંભળવાની, શારીરિક, બોલવાની, જ્ઞાનાત્મક, ભાષાકીય, શીખવાની અને ન્યુરોલોજી સંબંધિત વિકલાંગતાઓ સહિતની વિવિધ પ્રકારની વિકલાંગતાઓ ધરાવતા લોકો માટે વિષયવસ્તુને વધુને વધુ સુલભ બનાવવામાં મદદરૂપ થાય છે.
પ્રતિભાવ
અમારી વેબસાઇટની ઍક્સેસિબિલિટી પરના તમારા પ્રતિભાવને આવકારીએ છીએ. તમને ઍક્સેસિબિલિટી સંબંધિત અવરોધોનો સામનો કરવો પડે કે પછી તમારી પાસે સુધારો કરવા માટેના કોઈ સૂચનો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
સુસંગતતા
આ વેબસાઇટની રચના અહીં નીચે જણાવેલી બાબતોની સાથે સુસંગત થવા માટે કરવામાં આવી છેઃ
- Chrome, Firefox, Safari અને Edge જેવા આધુનિક બ્રાઉઝર્સ
- સ્ક્રીન રીડર્સ, કીબૉર્ડ-ઓન્લી નેવિગેશન અને સ્પીચ રેકગ્નિજિશન સોફ્ટવેર જેવી સહાયક ટેકનોલોજી
મર્યાદાઓ
અમે ઍક્સેસિબિલિટી ધોરણોનું પાલન કરવા માટે પ્રયત્નશીલ છીએ ત્યારે કેટલુંક વિષયવસ્તુ હજુ સુધી સંપૂર્ણપણે અનુરૂપ નથી. અમે આ સમસ્યાઓને ઉકેલવા અને અમારી સાઇટની ઍક્સેસિબિલિટીને સુધારવા માટે સતત ખંતપૂર્વક કામ કરી રહ્યાં છીએ.