Skip to main content

રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર​

તમારા ખર્ચાઓ પર આધાર રાખીને તમારા નિવૃત્તિના ભંડોળનો અને તેને હાંસલ કરવા માટે આવશ્યક માસિક રોકાણનો અંદાજ લગાવો.

વર્ષો
વર્ષો
વર્ષો
%
%
%

નિવૃત્તિ પછી માટે આવશ્યક કુલ કોર્પસ0

નિવૃત્તિ પછી તરત જ આવશ્યક વાર્ષિક આવક

0

કોર્પસ એકત્રિત કરવા માટે આવશ્યક માસિક બચત

0

અસ્વીકરણ

  1. ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
  2. કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલ્ક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
  3. મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.
  4. મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણો બજારના જોખમોને આધીન છે, યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

અન્ય કેલ્ક્યુલેટર્સ

goal sip calculator
લક્ષ્ય (ગોલ) SIP કેલ્ક્યુલેટર​

તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે દર મહિને SIP માં કેટલું રોકાણ કરવું જોઇએ તે જાણો.

હમણાં જ ગણતરી કરો
smart goal calculator
સ્માર્ટ ગોલ કેલ્ક્યુલેટર

તમારા વર્તમાન રોકાણને ધ્યાનમાં રાખીને જરૂરી SIP કે એકસામટી રકમની ગણતરી કરીને તમારા નાણાકીય લક્ષ્યોનું આયોજન કરો.

હમણાં જ ગણતરી કરો
inflation calculator
ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટર​

તમારા વર્તમાન ખર્ચાઓ અને ભવિષ્યના લક્ષ્યો પર ફુગાવા/મોંઘવારીના પ્રભાવની ગણતરી કરો.

હમણાં જ ગણતરી કરો
Cost of delay calculator
વિલંબની કિંમત (કૉસ્ટ ઓફ ડિલે) કેલ્ક્યુલેટર​

શું તમે રોકાણ કરવામાં વિલંબ કરી રહ્યાં છો? તમારી સંપત્તિના સર્જન પર વિલંબના પ્રભાવને ચકાસો.

હમણાં જ ગણતરી કરો

કેલ્ક્યુલેટર્સનો ઉપયોગ કરવાના ફાયદા

finance-planning
હરતાં-ફરતાં નાણાકીય આયોજન કરી શકાય છે
saves-time
સમયની બચત થાય છે
easy-to-use
સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે
helps-make-informed-decisions
સૂચિત નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે

MFSH રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર

રિટાયરમેન્ટ પ્લાનિંગ બનાવવાની પ્રક્રિયા આવકના સ્ત્રોત ઓળખવા, અરકારક બચત યોજના પૂર્ણ કરવા, ભંડોળની આવશ્યક રકમનો અંદાજ લગાવવો અને તમારી આવકના હિસ્સાનું વિભિન્ન સંપત્તિઓમાં રોકાણ કરવાની સમાવેશ કરે છે.

જો કે, અઘરો ભાગ એ છે કે મજબૂત નિવૃત્તિ જીવન માટે યોગ્ય ગણતરી કરવી અને તમારા રોકાણમાંથી વળતરનો અંદાજ લગાવવો છે. રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર આવશ્યક હોય એવા નિવૃત્તિનાં કોર્પસને અને તેને પ્રાપ્ત કરવા માટે તમારે કેટલી બચત અથવા રોકાણ કરવાની આવશ્યકતાને સમજવા માગતા લોકો માટે ઉપયોગી નિવડી શકે છે.

રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે?

રિટાયરમેન્ટ પ્લાનિંગ નિવૃત્તિ માટે યોગ્ય નાણાં વ્યવસ્થા તૈયાર કરવી છે. રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરતી વખતે તમારે ફુગાવો ધ્યાનમાં લેવાની, નિવૃત્તિ પછીના ખર્ચનો અંદાજ લગાવવાની, નિવૃત્તિની સમયસીમાનો અંદાજ લગાવવાની, જોખમની આકારણી કરવી અને સમજદારીપૂર્વકનું રોકાણ કરવાની જરૂર હોય છે.

આ ઉપરાંત, આયુષ્ય અપેક્ષા વધવાની સાથે તમારી નોકરીમાંથી નિવૃત્તિ પછી ભંડોળને સુરક્ષિત કરવું એ આવશ્યક છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ બરાબર છે હેમાંથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર તમને નિવૃત્તિ પછી આવશ્યક હોય તેટલા ભંડોળની રકમની અને નિવૃત્તિ પહેલા તથા પછી રોકાણ પર તમે કેટલું વળતર મેળવી શકો છો તેની આકારણી કરવામાં સહાય કરી શકે છે.

MFSH રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર શું છે?

MFSH રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર એક એવું ઓનલાઇન યુટિલિટી ટુલ છે, જે તમને તમારી નિવૃત્તિ પછી તમને આવશ્યક હોય તે નાણાંની રકમ દર્શાવે છે. તે તમને તમારે એકત્રિત કરવાની જરૂર હોય એવા નિવૃત્તિ કોર્પસને આધારે તમારા રોકાણ પ્લાન માટે પણ સહાય કરે છે.

તે બે પ્રાથમિક રીતે ઉપયોગી થઈ શકે છે, અને તે છે:

1. તે તમને તમે હાલમાં જે જીવનશૈલીથી જીવન જીવો છો તેને જાળવવા માટે તમારી નિવૃત્તિ પછી તમને આવશ્યક નાણાં દર્શાવે છે.

2. તે તમને તમારા રોકાણનાં વળતરનો અને તમારા નિવૃત્તિના કોર્પસને એકત્રિત કરવા માટે તમારે કેટલા રોકાણની આવશ્યકતા છે તેનો અંદાજ લગાવવામાં સહાય કરી શકે છે.

રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર કેવી રીતે કાર્ય કરે છે?

MFSH રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટર ફોર્મ્યુલા બોક્સ ધરાવે છે, જ્યાં તમે તમારી પ્રવર્તમાન વય, તમારી નિવૃત્તિની વય, આયુષ્યની અપેક્ષા, અને નિવૃત્તિ પછી તમને આવશ્યક માસિક આવક દાખલ કરવાનું પસંદ કરી શકો છો. તમારે અંદાજિત ફુગાવાનો દર, રોકાણ પર અપેક્ષિત વળતર અને જો તમે હાલમાં કોઇ બચત ધરાવતા હોય તો તેને પણ પસંદ કરવાનું રહેશે.

આ વિગતો દાખલ કર્યા પછી, કેલ્ક્યુલેટર તમને નિવૃત્તિ પર તમને આવશ્યક વાર્ષિક આવક અને આ કોર્પસ હાંસલ કરવા માટે તમારે કરવાની જરૂર હોય એવી માસિક બચતને દર્શાવશે.

MFSH રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

તમે માત્ર થોડા પગલાંઓની સાથે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને આ પગલાં નીચે આપવામાં આવ્યા છે:

પગલું 1: તમારી હાલની વય દાખલ કરો.

પગલું 2: તમારી ઇચ્છિત નિવૃત્તિની વય દાખલ કરો.

પગલું 3: તમારું અપેક્ષિત આયુષ્ય પસંદ કરો.

પગલું 4: તમારી નિવૃત્તિના વર્ષોમાં તમને જરૂર હોય એવી માસિક આવક દાખલ કરો.

પગલું 5: દેશમાં અંદાજિત ફુગાવાનો દર દાખલ કરો.

પગલું 6: નિવૃત્તિ પૂર્વેના રોકાણ પર અપેક્ષિત વળતર દાખલ કરો.

પગલું 7: નિવૃત્તિ પછીનાં રોકાણ પર અપેક્ષિત વળતર દાખલ કરો.

પગલું 8: નિવૃત્તિ માટે બાજુ પર મૂકેલી કોઇ હાલની બચત અથવા રોકાણ દાખલ કરો.

આ વિગતો પૂરી પાડીને, તમે કેલ્ક્યુલેટર ડિસ્પ્લે જોઇ શકો છે:

  • નિવૃત્તિ પછી જરૂરી વાર્ષિક આવક.
  • એકત્રિત કરવાની જરૂર હોય એવું વધારાનું ભંડોળ.
  • આવશ્યક કોર્પસ એકત્રિત કરવા માટે આવશ્યક માસિક બચત.

MFSH રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભ

આ રિટાયરમેન્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના પ્રાથમિક લાભ છે:

તે નિવૃત્તિ માટે બચત કરવામાં સહાય કરે છે: નિવૃત્તિ માટે બચતની શરૂઆત 20 અને 30ના દાયકાની વયથી શરૂ કરવી જોઇએ. કેલ્ક્યુલેટર વ્યક્તિઓને તેમના આવશ્યક ભંડોળને અને એક નિશ્ચિત સમયરેખામાં તેને કેવી રીતે જમા કરવા તે જણાવીને તેમના માટે વહેલી બચત અને રોકાણને સ્થાપિત કરે છે.

નિવૃત્તિ પછી આવશ્યક અંદાજિત ભંડોળને જાણવામાં સહાય કરે છે: એ અંદાજ મેળવવો મુશ્કેલ છે કે તમને તમારા નિવૃત્તિનાં જીવન માટે ચોક્કસ કેટલી જરૂર પડશે અને આ કેલ્ક્યુલેટર આ અંદાજની સરળતાથી ગણતરી કરે છે. આ ઉપરાંત, તે તમને આપેલી સમયસીમાની અંદર એકત્રિત કરવાના રહેતા અંદાજિત કોર્પસ માટે હાલના સમયમાં કેટલું રોકાણ કે બચત કરવાની આવશ્યકતા હોય છે તે પણ જણાવે છે.

તે નિવૃત્તિમાં વધારાના ખર્ચનો પ્લાન બનાવવા માટે પણ મદદ કરે છે: જો તમારી નિવૃત્તિમાં વધારાનો ખર્ચ થશે તો તમે તેની યોજના અગાઉથી ઘડી શકો છો અને તૈયાર રહી શકો છો, કારણ કે તમે નિવૃત્તિનાં જીવનના ખર્ચને અગાઉથી જાણો છો.

વાંરવાર પૂછવામાં આવતા પ્રશ્નો

MFSH રિટાયરમેન્ટ પ્લાનિંગ કેલ્ક્યુલેટર એક એવું ઓનલાઇન ટુલ છે, જે તમને તમારી નિવૃત્તિ પછી તમને આવશ્યક હોય એવી કોર્પસની રકમનો અંદાજ મેળવવામાં સહાય કરે છે.