Skip to main content

ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટર​

તમારા વર્તમાન ખર્ચાઓ અને ભવિષ્યના લક્ષ્યો પર ફુગાવા/મોંઘવારીના પ્રભાવની ગણતરી કરો.
 

%
વર્ષો

ભવિષ્યનો ખર્ચ0

અસ્વીકરણ

  1. ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
  2. કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલ્ક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
  3. મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.
  4. મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણો બજારના જોખમોને આધીન છે, યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

અન્ય કેલ્ક્યુલેટર્સ

SIP Calculator
એસઆઈપી (SIP) કેલ્ક્યુલેટર​

તમારા માસિક SIP રોકાણના ભવિષ્યના મૂલ્યનો અંદાજ લગાવો.

હમણાં જ ગણતરી કરો
goal sip calculator
લક્ષ્ય (ગોલ) SIP કેલ્ક્યુલેટર​

તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે દર મહિને SIP માં કેટલું રોકાણ કરવું જોઇએ તે જાણો.

હમણાં જ ગણતરી કરો
smart goal calculator
સ્માર્ટ ગોલ કેલ્ક્યુલેટર

તમારા વર્તમાન રોકાણને ધ્યાનમાં રાખીને જરૂરી SIP કે એકસામટી રકમની ગણતરી કરીને તમારા નાણાકીય લક્ષ્યોનું આયોજન કરો.

હમણાં જ ગણતરી કરો
Cost of delay calculator
વિલંબની કિંમત (કૉસ્ટ ઓફ ડિલે) કેલ્ક્યુલેટર​

શું તમે રોકાણ કરવામાં વિલંબ કરી રહ્યાં છો? તમારી સંપત્તિના સર્જન પર વિલંબના પ્રભાવને ચકાસો.

હમણાં જ ગણતરી કરો

કેલ્ક્યુલેટર્સનો ઉપયોગ કરવાના ફાયદા

finance-planning
હરતાં-ફરતાં નાણાકીય આયોજન કરી શકાય છે
saves-time
સમયની બચત થાય છે
easy-to-use
સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે
helps-make-informed-decisions
સૂચિત નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે

ફુગાવા સામે રક્ષણઃ

ફુગાવો એ વધતી જઈ રહેલી કિંમતો અને વ્યક્તિની ઘટી ગયેલી ખરીદશક્તિની સાથે સંકળાયેલ છે. આ બાબત ફુગાવાને ધ્યાનમાં રાખવાનું એક મહત્વનું પરિબળ બનાવી દે છે. દરેક વ્યક્તિએ તેમની ખરીદશક્તિ પર ફુગાવાના પ્રભાવને જાણવો ખૂબ જરૂરી છે, જે ભવિષ્યમાં તમારા નાણાંનું આયોજન કરવાનું સરળ બનાવી દે છે.
ફુગાવાના વધતા જઈ રહેલા દરે તમારે ભવિષ્યમાં કેટલા નાણાંની જરૂર પડશે તેની ગણતરી કરવાની પ્રક્રિયા ખૂબ જ કંટાળાજનક છે. પરંતુ તમે આમ કરવા માટે ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.

ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટર એટલે શું?

ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટર એ એક ઓનલાઇન ટૂલ છે, જેનો ઉપયોગ તમારી ખરીદશક્તિ પર ફુગાવાના પ્રભાવની ગણતરી કરવા માટે થઈ શકે છે. તે પ્રાથમિક રીતે એક ચોક્કસ સમયગાળા પછી નાણાની માત્રાના મૂલ્યને સૂચવશે.

ફુગાવો એટલે શું અને તે તમારી બચતને કેવી રીતે પ્રભાવિત કરે છે?

ફુગાવો એ એક ચોક્કસ સમયગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં થયેલો સર્વસામાન્ય વધારો છે. તેને મુખ્યત્વે સમયાંતરે ખરીદશક્તિમાં ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. 
ફુગાવો તમારી બચતના મૂલ્યને ઘટાડવાનું વલણ ધરાવે છે, ખાસ કરીને તમને નિશ્ચિત ચૂકવણી આપતાં રોકાણોનું, કારણ કે, તે વધતી જઈ રહેલી કિંમતોની સાથે તાલમેલ બેસાડી શકતા નથી. ફુગાવો અહીં નીચે જણાવ્યાં મુજબ તમારી બચતને પ્રભાવિત કરી શકે છેઃ

વ્યાજદરોઃ ફુગાવો બચતના વ્યાજદરોને પ્રભાવિત કરશે. કારણ કે તમારી બચત પરના વ્યાજદરો ફુગાવાના દરની સરખામણીએ ઓછાં હશે.

અવમૂલ્યનઃ બચત ખાતામાં જમા કરાયેલી રકમ પ્રવર્તમાન દરે વધે છે પરંતુ ફુગાવાના પરિણામે કિંમતોમાં વધારો થવાથી તેનું મૂલ્ય ઘટી જાય છે.

રોકડઃ ફુગાવો એ રોકડ માટે ખૂબ જ નુકસાનકારક છે - કારણ કે રોકડ સમયની સાથે વધતી નથી. જો તમારી નિશ્ચિત બચતો પ્રાથમિક રીતે રોકડમાં હોય તો તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

ફુગાવો તમારી બચત, ખરીદશક્તિ, રોકાણ અને અન્ય કેટલીક નાણાકીય લાક્ષણિકતાઓને આ રીતે પ્રભાવિત કરી શકતો હોવાથી ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ફુગાવા પર નિયંત્રણ કેવી રીતે મેળવવું?

કેટલાક નિવારક પગલાં લઇને તમે ફુગાવા પર નિયંત્રણ મેળવી શકો છો.
ફુગાવા પર નિયંત્રણ મેળવવા માટે તમે અહીં નીચે જણાવેલા પગલાં લઈ શકો છોઃ

1. ફુગાવા સામે રક્ષણઃ ઇન્ફ્લેશન હેજિસ એ એક પ્રકારનું રોકાણ છે, જે નાણાંની ઘટતી જઈ રહેલી ખરીદશક્તિની સામે વ્યક્તિનું રક્ષણ કરે છે. આ રોકાણ જળવાઈ રહેવાની અથવા તો ફુગાવાની સાઇકલ દરમિયાન મૂલ્યમાં વધારો પણ થવાની અપેક્ષા રહે છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ, સોનું, સ્ટોક્સ, ETFs વગેરે આ પ્રકારના રોકાણના કેટલાક ઉદાહરણો છે.

2. તમારી આવકનું વૈવિધ્યકરણઃ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે તમારે તમારી એસેટને કૅશ, બૉન્ડ્સ, ઇક્વિટીઝ અને વૈકલ્પિક રોકાણોમાં વહેંચી દેવી જોઇએ. તે તમારા નાણાં પર ફુગાવાના પ્રભાવને ઘટાડી દે છે.

3. ભવિષ્ય માટે વિચારપૂર્વક કરવામાં આવેલું નાણાકીય આયોજનઃ ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો, સમય કરતાં આગળનું વિચારીને આયોજન કરવું, સતર્ક રહીને નાણાકીય પગલાં લેવા, તમારા પોર્ટફોલિયોનું વૈવિધ્યીકરણ કરવું વગેરે જેવા પગલાં લેવાથી તે ભવિષ્યમાં ફુગાવાની સામે તમારા નાણાંની સારી રીતે સુરક્ષા કરી શકે છે.

ફુગાવાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

ફુગાવાની ગણતરી CPI (કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ) દ્વારા કરવામાં આવે છે. CPI એ ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલી ચીજવસ્તુઓ અને સેવાઓના હાઇપોથેટિકલ બાસ્કેટની સરેરાશ કિંમતોની તપાસ કરવા માટેનું એક માપ છે. તમે અહીં નીચે જણાવ્યાં મુજબ CPIની ગણતરી કરી શકો છોઃ

CPI = (વર્તમાન વર્ષમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ફિક્સ્ડ બાસ્કેટની કિંમત/આધાર વર્ષમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ફિક્સ્ડ બાસ્કેટની કિંમત) *100

CPIની ગણતરી કર્યા બાદ અહીં નીચે જણાવેલા ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ફુગાવાની ગણતરી કરવામાં આવે છેઃ

ફુગાવો = ((CPI x+1 – CPIx)/ CPIx)*100

ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટર આ ફોર્મ્યુલા પર કામ કરે છે અને તમને તરત પરિણામો આપે છે.

ભવિષ્યના મૂલ્યની ગણતરી કેવી રીતે કરવી?

ફ્યુચર વેલ્યૂ કેલ્ક્યુલેટર
ફ્યુચર વેલ્યૂ (FV) (ભવિષ્યનું મૂલ્ય) એ એક ચોક્કસ વિકાસદર પર ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખે એસેટનું મૂલ્ય હોય છે. તમે અહીં નીચે જણાવેલા ફોર્મ્યુલા દ્વારા FVની ગણતરી કરી શકો છોઃ

FV = PV*(1+i)^n

PV: = વર્તમાન મૂલ્ય

i: = વ્યાજદર

n: = સમયગાળાની સંખ્યા

આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ.

શ્રીમાન X એસેટ ધરાવે છે અને તેઓ ભવિષ્યની કોઈ તારીખે તેનું મૂલ્ય જાણવા માંગે છે. તેનું મૂલ્યાંકન કરવાના ઘટકો આ મુજબ છેઃ

વર્તમાન મૂલ્ય (PV): 2,50,000

વિકાસદર (i): 12%

સમયગાળો (n): 5 વર્ષ

FV = 2,50,000*(1+12%)^5

ભવિષ્યનું મૂલ્ય = 4,40,585

ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટરના લાભ

ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટર અહીં નીચે જણાવ્યાં મુજબ ખૂબ જ ઉપયોગી છેઃ

1. સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છેઃ આ કેલ્ક્યુલેટર યુઝર-ફ્રેન્ડલી છે અને કોઈ પણ વ્યક્તિ એક જ વાર જોઇને તેનો ઉપયોગ કરી શકે છે.

2. માણસોથી થતી ભૂલને ટાળે છેઃ આ કેલ્ક્યુલેટર તમને અત્યંત સચોટ પરિણામો (કારણ કે તે પ્રી-પ્રોગ્રામ્ડ અલ્ગોરિધમ પર કામ કરે છે) આપી માણસોથી થતી ભૂલને ટાળે છે.

3. વધુ સારા નાણાકીય આયોજનનો અંદાજ આપે છેઃ તમે ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને સારી રીતે આગોતરું આયોજન કરી શકો છો. તમે આર્થિક ગતિવિધિ પર આધાર રાખીને રોકાણ, ખર્ચ અને બચતની વ્યૂહરચના ઘડી શકો છો.

4. તે સમય બચાવે છેઃ મેન્યુઅલ ગણતરીમાં ખૂબ સમય લાગે છે અને તે કંટાળાજનક હોય છે. આ કેલ્ક્યુલેટરમાંથી તરત જ પરિણામો મળી જાય છે.

5. ભવિષ્યના મૂલ્યનો અંદાજ મેળવવામાં મદદરૂપ થાય છેઃ ફુગાવાના દરોની યોગ્ય ગણતરી કરીને તમે તમારી એસેટના ભવિષ્યના મૂલ્યનો અંદાજ મેળવી શકો છો. કોઈ ભવિષ્યની તારીખે તમારા નાણાં કે એસેટની કિંમત જાણવા માટે તમારી પાસે સચોટ ફુગાવાનો દર/વિકાસદર હોવો જરૂરી છે.

વાંરવાર પૂછવામાં આવતા પ્રશ્નો

ઈન્ફ્લેશન (મુદ્રાસ્ફીતી) કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે ભવિષ્યમાં તમારી ખરીદશક્તિમાં થનારા ઘટાડાને સમજી શકો છો, જે તમને આ અંદાજ પર આધાર રાખીને તમારા નાણાંનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે.