ફુગાવો શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સરળ ભાષામાં કહીએ તો ફુગાવો એટલે એક નિશ્ચિત અવધિમાં ઉપલબ્ધ નાણાંની તુલનામાં ભાવમાં થયેલો વધારો છે. સંબંધિત શબ્દોમાં નિશ્ચિત નાણાંથી તમે વર્ષો અગાઉ જેટલું ખરીદી શકતા હતા તેની તુલનામાં આજે ઓછું ખરીદી શકો છો.

ચાલો આપણે આને વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરીએ. ધારો કે તમે આજે ગ્રિલ સેન્ડવિચ રૂ. 100માં ખરીદો છો. વાર્ષિક ફુગાવો 10% છે. તમે આગામી વર્ષે આ સેન્ડવિચ રૂ. 110માં ખરીદી શકશો. જો તમારી આવક ઓછામાં ઓછી ફુગાવાના દર પ્રમાણે ન વધે તો તમે સેન્ડવિચ કે અન્ય આવી પ્રોડક્ટ્સ ખરીદી શકશો નહીં, બરાબર ?

ફુગાવો રોકાણકારને એ પણ જણાવે છે કે તેમની પ્રવર્તમાન/હાલની જીવનશૈલીને જાળવવા માટે તેમના રોકાણનું વળતર (%) કેટલું હોવું જોઇએ. ઉદાહરણ તરીકે જો ‘X’માં કરેલા રોકાણે 4%નું વળતર આપ્યું હતું અને ફુગાવો 5% હતો, તો રોકાણ પરનું વાસ્તવિક વળતર  -1% (5%-4%) ગણાશે. 

મ્યુચ્યુઅલ ફંડ્ઝ તમને રોકાણના વિકલ્પો આપે છે, જે ફુગાવાનો સામનો કરતા વળતર આપવાની ક્ષમતા ધરાવે છે! તમે યોગ્ય પ્રકારના મ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરીને લાંબા ગાળે તમારી ખરીદશક્તિને સુરક્ષિત રાખવાનો લક્ષ્યાંક સાધી શકો છો.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું