ગોલ્ડ ETF અને ગોલ્ડ ફંડના ફાયદા

તમારે ગોલ્ડ ફંડ્ઝની સામે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ શા માટે કરવું જોઇએ? zoom-icon
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ગોલ્ડ ઇટીએફ 99.5% શુદ્ધ ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરે છે, જે ફિઝિકલ ધાતુમાં રોકાણ કરવા જેટલું જ સારું છે. જો તમે લાંબા ગાળા માટે સોનું એકત્રિત કરવાનો વિચાર કરી રહ્યા હોય તો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું એ ફિઝિકલ સ્વરૂપે સોનું રાખવા કરતા કે ગોલ્ડ ફંડમાં રોકાણ કરવા કરતા વધુ સારો વિકલ્પ છે.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્ઝ સોનાનાં ખાણકામ, પ્રોસેસિંગ, ફેબ્રિકેશન અને વિતરણમાં સામેલ કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે. ગોલ્ડ ફંડ્ઝનો દેખાવ આ કંપનીઓની શેર કિંમતોની વધઘટ પર આધાર રાખે છે. ગોલ્ડ ઇટીએફ ધાતુના દેખાવ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા વળતર પૂરા પાડે છે, જ્યારે ગોલ્ડ ફંડ્ઝ સોના ઉદ્યોગના દેખાવ સાથે સંકળાયેલા વળતર પૂરા પાડે છે.

ફંડ મેનેજર્સ દ્વારા પ્રવૃત્ત રીતે સંચાલિત થતા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્ઝ બજારનાં ઇન્ડેક્સનું અનુસરણ કરતા ગોલ્ડ ઇટીએફની તુલનામાં ઊંચા વળતર પૂરા પાડવાની ક્ષમતા ધરાવે છે. ઇટીએફ ઇન્ડેક્સનું નકલ કરતા હોવાને લીધે ગોલ્ડ ઇટીએફ ગોલ્ડ ફંડ કરતા ખર્ચનો નીચો ગુણોત્તર ધરાવે છે. ગોલ્ડ ઇટીએફ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં ફિઝિકલ ધાતુની કિંમતની વધઘટને વધુ ચોક્કસ રીતે ટ્રેક કરે છે. ઇટીએફ એક્સચેન્જ પર લિસ્ટ થયેલા હોવાથી તેઓ ઊંચી તરલતા પૂરી પાડે છે. તમે સોનાની વાસ્તવિક સમયની કિંમતે દિવસ દરમિયાન કોઇ પણ સમયે તમારા હોલ્ડિંગ્સને ખરીદી કે વેચી શકો છો. તેથી ગોલ્ડ ઇટીએફ ફિઝિકલ સોનાની ખરીદીની તુલનામાં સારો વિકલ્પ છે. ગોલ્ડ ફંડ્ઝ એસઆઇપી મારફતે સોના ઉદ્યોગમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાની સારી તક પૂરી પાડે છે.
 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું