શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ નાના રોકાણકાર માટે એક આદર્શ રોકાણ છે?

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ નાના રોકાણકાર માટે એક આદર્શ રોકાણ છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

હા! સાધારણ બચત કે નાની શરૂઆત ધરાવતા રોકાણકારો માટે પણ મ્યુચ્યુઅલ ફંડ્ઝ આદર્શ રોકાણ વાહન છે.
બેંકમાં બચત (એસબી) ખાતું ધરાવતી લગભગ દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં રોકાણ કરી શકે છે. દર મહિને ₹ 500 જેટલી ઓછી રકમની સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ નિયમિત રોકાણ કરવાની ટેવને પ્રોત્સાહન આપે છે.

 મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાના રોકાણકારો માટેના અન્ય લાભ -

  1.  વહેવારની સરળતા: રોકાણ, સમીક્ષા, સંચાલન અને મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાંથી રિડિમિંગ વગેરે તમામ સરળ પ્રક્રિયા છે.
  2.  સંપૂર્ણ પારદર્શકતા મેળવોઃ પહેલીવાર રોકાણ કરનારા લોકો મહત્તમ પારદર્શકતા, સ્પષ્ટ ઘોષણાઓ અને ખાતાઓનું સમયસર સ્ટેટમેન્ટ જેવી બાબતો શોધતા હોય છે.
  3. પ્રોફેશનલ રીતે મેનેજ કરવામાં આવે છેઃ તમે એક વૈવિધ્યસભર પોર્ટફોલિયોનું નિર્માણ કરી શકો છો, જેને ફંડ મેનેજરો દ્વારા પ્રોફેશનલ રીતે મેનેજ કરવામાં આવે છે, જેઓ ઊંડાણ પૂર્વકના સંશોધન પછી જ તેમના નિર્ણયો લે છે.
  4. દરેક રોકાણકાર સમાન છેઃ રોકાણકારે ₹500નું રોકાણ કર્યું હોય કે ₹5 કરોડનું રોકાણ કર્યું હોય, મ્યુચ્યુઅલ ફંડ તેમને એકસમાન પર્ફોમન્સ આપે છે. આમ, રોકાણકાર નાના હોય કે મોટા તે તમામ રોકાણકારના હિતને ધ્યાનમાં રાખે છે.
  5. લિક્વિડિટી: રીયલ એસ્ટેટ જેવા રોકાણ વિકલ્પોથી વિપરીત, મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણોને જ્યારે જરૂર હોય ત્યારે રીડીમ કરવા ખૂબ જ સરળ છે. તમે ફંડ હાઉસ સાથે સીધા જ એમએફને રીડીમ કરી શકો છો અથવા સેકન્ડરી માર્કેટમાં (આનુષંગીક બજારમાં) વેચી શકો છો.

દરેક રોકાણમાં જોખમ રહેલું હોય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ પણ તેમાંથી બાકાત નથી, જેમ કે, ટ્રેડિંગની માત્રા, લિક્વિડિટીનું જોખમ વગેરે. પરંતુ તે નાના રોકાણકારોને અનેકવિધ લાભ પણ પૂરાં પાડે છે.

શરૂઆતની રકમ ભલે ગમે તેટલી નાની હોય કે લક્ષ્યાંક સાધારણ હોય પણ મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે.

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

*રોકાણની લઘુત્તમ રકમઃ મ્યુચ્યુઅલ ફંડ (એમએફ)નો લૉટ રૂ. 500ની લઘુત્તમ એસઆઇપીની મંજૂરી આપે છે. જોકે, કેટલીક સ્કીમોમાં રોકાણની અરજી કરતી વખતે વધારે રકમની જરૂરી પડી શકે છે.
^લૉક-ઇન પીરિયડઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લૉક-ઇન પીરિયડ હોઈ શકે છે. રોકાણકારો આ લૉક-ઇનનો સમયગાળો પૂરો થાય તે પછી જ તેમના રોકાણનો ઉપયોગ કરી શકે છે.

429
હું રોકાણ કરવા માટે તૈયાર છું