શું એવા ફંડ્ઝ છે જે ત્રિમાસિક ધોરણે ચુકવણી કરતા હોય?

શું એવા ફંડ્ઝ છે જે ત્રિમાસિક ધોરણે ચુકવણી કરતા હોય?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જો તમે તમારા માસિક ઘરખર્ચને સંચાલિત કરવા માટે નિયમિત આવકના પ્રવાહનો વિચાર કરી રહ્યા હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક વિડ્રોવલ  પ્લાન્સ (એસડબ્લ્યુપી)ને ધ્યાનમાં લેવો જોઇએ. આના માટે તમારે માત્ર એટલું કરવાનું છે કે કોઇ યોગ્ય સ્કિમમાં મોટી લમ્પસમ રકમનું રોકાણ કરો અને એક વર્ષ પછી એસડબ્લ્યુપી શરૂ કરી દો, જેથી ટૂંકા ગાળાનો કેપિટલ ગેઇન્સ ટેક્સ પણ લાગુ નહીં થાય. તમે તમારી જરૂરિયાત અનુસાર ચુકવણીની રકમ અને સંખ્યા (ફ્રિક્વન્સી) નક્કી કરી શકો છો અને તમે ઇચ્છો ત્યારે તેમને બદલી પણ શકો છો.

એસડબ્લ્યુપી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં ડિવિડન્ડ વિકલ્પ પસંદ કરવા કરતા વધુ સારી છે, કારણ કે ડિવિડન્ડની ચુકવણીની બાંયધરી હોતી નથી. તેઓ તમારા નાણાંનું મ્યુચ્યુઅલ ફંડે જે કંપનીઓમાં રોકાણ કર્યું હોય તેમના દ્વારા થતા નફાને આધિન હોય છે. જો બજાર ઘટે અને તમારા ફંડ તેના પોર્ટફોલિયોમાં નુકસાન કરે તો તમે કોઇ ડિવિડન્ડ પ્રાપ્ત કરશો નહીં. એસડબ્લ્યુપીના કિસ્સામાં સ્કિમ નુકસાન કરી રહી હોય તેમ છતાં પણ તે નક્કી કરેલી નિશ્ચિત રકમ ચુકવતી રહેશે, પછી ભલે મૂળ રકમમાંથી જ કેમ કાઢવી ન પડે. તેથી એસડબ્લ્યુપીના કિસ્સામાં શરૂઆત કરવા માટે તમારી પાસે લમ્પસમ રકમ હોવી જરૂરી છે. તમે તમારા લમ્પસમ રોકાણના પ્રમાણ (%)નાં સ્વરૂપે વિડ્રોવલની રકમ નક્કી કરી શકો છો, જે તમે ફંડથી અપેક્ષા રાખતા હોય તે વળતર કરતા સહેજ ઓછી હશે, તેથી તમારી મૂળ રકમ મોટા ભાગના સમયે યથાવત રહે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું