શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે?

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ સંપત્તિનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

સંપત્તિનાં સર્જનના માર્ગ પર જે લોકો હોય છે તેમની સાથે આપણા નાણાંનું રોકાણ કરીને કારોબાર અને વાણિજ્ય આપણને સંપત્તિનું સર્જન કરવામાં સક્ષમ બનાવે છે. વિભિન્ન કંપનીઓના શેરોમાં રોકાણ કરીને આપણે ઉદ્યોગસાહસિકોના કારોબારમાં રોકાણ કરી શકીએ છીએ. ઉદ્યોગસાહસિકો અને મેનેજર્સ તેમના કારોબાર અસરકારક અને નફાકારક રીતે ચલાવતા હોવાથી શેરધારકો લાભ મેળવે છે. આ અંગે મ્યુચ્યુઅલ ફંડ્ઝ સંપત્તિનું નિર્માણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

પરંતુ કયા શેર ક્યારે ખરીદવા એ આપણે કેવી રીતે જાણી શકીએ? 

અહીં વ્યાવસાયિકની મદદનો અર્થ સરે છે. તેઓ એકી સાથે વધુ તકો શોધવા માટે મોટા કોર્પસનો લાભ પણ લે છે. સમતુલિત આહારની જેમ – આપણે સૌને પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ વગેરેની જરૂર પડે છે. માત્ર એક પ્રકારનો આહાર ખાવાથી પોષકતત્વોની કેટલીક ઊણપ સર્જાય છે. આ જ પ્રમાણે વૈવિધ્યસભર ઇક્વિટી ફંડમાં તમને અર્થતંત્રનાં વિભિન્ન સેગમેન્ટ મળે છે અને સંભવિત ઘટાડાથી પણ સુરક્ષિત રહો છો.  

તમારા અને તમારી આગામી પેઢી માટે સંપત્તિનું સર્જન કરવા વ્યાવસાયિક રીતે સંચાલિત, વૈવિધ્યસભર ફંડમાં રોકાણ કરો અને લાંબી અવધિ માટે રોકાણ જાળવી રાખો.

430
હું રોકાણ કરવા માટે તૈયાર છું