વિલંબિત રોકાણ માટે ચુકવવી પડતી કિંમત

વિલંબિત રોકાણ માટે ચુકવવી પડતી કિંમત zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

એક અનુમાન કરો કે શિયાળાની ઋતુ દરમિયાન એર કન્ડિશનર (AC) ખરાબ થાય છે. તમે એવું માનો છો કે અત્યારે પૂરતું તેને રિપેર કરાવવાની જરૂર નથી અને તમે તેનું રિપેરિંગ મુલતવી રાખો છો. પરંતુ જ્યારે ઉનાળો શરૂ થાય છે અને ગરમી અસહ્ય બની જાય છે ત્યારે તમારે ફરજિયાત AC રિપેર કરાવવું પડે છે. કમનસીબે, આ એવો સમય હોય છે જ્યારે માંગ સૌથી વધારે છે, અને રિપેર કરવા માટે ટેક્નિશિયન મળવો મુશ્કેલ છે. આખરે જ્યારે ટેક્નિશિયન આવે છે ત્યારે તે તમને જણાવે છે કે તેને રિપેર કરવામાં એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે અને આવશ્યક ચીજ-વસ્તુ કે જેની માંગ અત્યારે ખૂબ જ વધારે હોવાથી તેની વધેલી કિંમતના કારણે રિપેરિંગ વધુ ખર્ચાળ બનશે.

જ્યારે તમારે જરૂર પડે ત્યારે પછીના મહિનાઓ પર તમારા ACને રિપેર કરવાના વિલંબની તમારે વધારે કિંમત ચુકવવી પડે છે. 

રોકાણ કરવામાં પણ વિલંબ કરવાની કિંમત આ જ રીતે ચુકવવી પડે છે. તમારા રોકાણ કરવામાં વિલંબ કરવાથી તમે તમારા નાણામાંથી આવકનું સર્જન કરવાની તમારી ક્ષમતામાં પણ અસરકારક રીતે વિલંબ ઊભો કરો છો. તે તમારા રોકાણ લક્ષ્યાંકો, જેવા કે વ્યવસાય શરૂ કરવો અથવા નિવૃત્તિ માટે બચત કરવી વગેરે પરિપૂર્ણ કરવાની તમારી ક્ષમતા અવરોધે છે, જેના પરિણામે અવસરો ગુમાવવા પડે છે અને સંભવિત નફામાં નુકસાન સહન કરવું પડે છે.

વાસ્તવિક સંદર્ભમાં વિલંબિત રોકાણની કિંમત 

તમે નાણાકીય લક્ષ્યાંક ધરાવતા હોવ કે ન ધરાવતાં હોવ, તમારે તમારી બચતો અને રોકાણો માટે કામગીરી કરવાનું તાત્કાલિક શરૂ કરવું જોઇએ. વિલંબની કિંમત નોંધપાત્ર પ્રમાણમાં હોઇ શકે છે. જો તમે કમ્પાઉન્ડિંગનો પાવર જાણતા હોવ તો તમે જાણો છે કે સમય તમારા રોકાણોમાં મોટા પ્રમાણમાં નાણાનો ઉમેરો કરી શકે છે. ચાલો આ વાતને ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજીએ. 

તમે જાણો છો કે નિવૃત્તિનું આયોજન અત્યંત મહત્ત્વપૂર્ણ છે, અને તમારે જેમ બને તેમ વહેલામાં વહેલી તકે રોકાણ કરવાનું શરૂ કરવું જોઇએ. તમે 27 વર્ષની ઉંમર ધરાવો છો અને વિચારો છો કે તમારી નિવૃત્તિ સંબંધે કામગીરી કરવા પૂરતો સમય ધરાવતા હશો. તમે 30 વર્ષની ઉંમરે માસિક રૂ.5,000ની SIP શરૂ કરવાનું નક્કી કરો છો. જોકે, જ્યારે તમે 30 વર્ષની ઉંમરે પહોંચો ત્યારે નવી જવાબદારીઓ ઊભી થઇ શકે છે. ચાલો આપણે અનુમાન કરીએ કે તમે પરણિત છો. આથી, તમે થોડા વર્ષો માટે નિવૃત્તિનું આયોજન કરવાનું મોકૂફ રાખો છો. હવે 35 વર્ષની ઉંમરે તમે નક્કી કરો છો કે હવે બહુ થઇ ગયુ અને મ્યુચ્યુઅલ ફંડમાં માસિક રૂ.7,500નું રોકાણ કરવાનું શરૂ કરો છો. આ દરેક સંજોગોમાં તમારું એકત્રિત થયેલું ભંડોળ કંઇક આ મુજબ હશેઃ 

વિગતો

25 વર્ષે શરૂઆત

30 વર્ષે શરૂઆત

35 વર્ષે શરૂઆત

નિવૃત્તિનો સમય (અનુમાન કરવામાં આવે છે કે તમે 60 વર્ષે નિવૃત્ત થશો) (a)

35

30

25

પ્રતિ માસ રોકાણ કરેલી રકમ (b)

Rs 5,000

Rs 5,000

Rs 7,500

રોકાણ ઉપર અનુમાનિત રિટર્ન*

10%

10%

10%

રોકાણ કરેલી રકમ

Rs 21,00,000

Rs 18,00,000

Rs 22,50,000

રિટર્ન સાથે કુલ એકત્રિત થયેલું ભંડોળ (જોખમોને આધીન)

Rs 1,89,83,190

 

Rs 1,13,96,627

Rs 99,51,251

 

વિલંબિત રોકાણની કિંમત

-

Rs 41,78,748

Rs 90,31,940

 

*ઉપરોક્ત ગણતરીઓ માત્ર ઉદાહરણના હેતુઓ માટે જ છે. રોકાણ કરેલી રકમની ગણતરી સૂત્રઃ a*b*12નો ઉપયોગ કરીને કરવામાં આવી છે. રિટર્ન્સ સાથે એકત્રિત થયેલું કુલ ભંડોળની ગણતરી વિલંબિત કેલ્ક્યુલેટરની કિંમતનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. વિલંબિત રોકાણની કિંમત 25 વર્ષની ઉંમરથી શરૂ કરીને ઊભા થયેલા કુલ ભંડોળમાંથી ચોક્કસ ઉંમરે એકત્રિત થયેલા કુલ ભંડોળ બાદ કરીને નિર્ધારિત કરવામાં આવી હતી.

જેવું કે તમે જોઇ શકો છો, વિલંબિત રોકાણ કરવાની ખૂબ જ ભારે કિંમત ચુકવવી પડે છે, ભલે તમે તમારી માસિક SIPમાં વધારો કરો. 25 વર્ષની ઉંમરે શરૂ કરેલી રૂ.5,000ની SIPની અંતિમ રકમ સુધી પહોંચવા માટે જો તમે 35 વર્ષની ઉંમરે રોકાણની શરૂઆત કરો તો દર મહિને રૂ.14,300નું રોકાણ કરવું પડે છે. માત્ર થોડા વર્ષો માટે તમારા રોકાણમાં વિલંબ કરવાની શું આ ભારે કિંમત નથી? 

વિલંબિત કેલ્ક્યુલેટરની કિંમતનો ઉપયોગ કરીને તમે જો તમારા રોકાણોમાં વિલંબ કરો તો તમારે કેટલા નાણાંનું નુકસાન સહન કરવું પડે છે જેનો અંદાજ લગાવી શકો છો. 

શા માટે વહેલું રોકાણ કરવાનું શરૂ કરવું?

1. સમય તમારી તરફેણમાં
વહેલાસર રોકાણ કરવું તમને સમયનો લાભ પૂરો પાડી શકે છે. તમે જેટલું વધારે લાંબા સમય માટે રોકાણો જાળવી રાખો છો તેટલો જ વધારે સમય તે વૃદ્ધિ પામવા અને રિટર્ન્સ એકત્રિત કરવા ધરાવે છે. તેનો અર્થ તે થયો કે વહેલાસર કરવામાં આવેલું નાનું રોકાણ પણ સમયાંતરે સંપતિ ઉપર નોંધપાત્ર પરિણામ ધરાવી શકે છે.

2. સંચિત વ્યાજ
વહેલા રોકાણ કરવાથી તમને કમ્પાઉન્ડિંગના પાવરનો લાભ ઉઠાવવાની તક મળે છે. સંચિત વ્યાજ તે છે જ્યારે તમારા રોકાણની કમાણીનુ પુનઃરોકાણ કરવામાં આવે છે અને પોતાની મેળે જ રિટર્ન્સ ઊભું કરે છે. સમયાંતરે, કમ્પાઉન્ડિંગનો પાવર તમારા રોકાણોમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ તરફ દોરી શકે છે. 

3. વધારે રોકાણ વિકલ્પો
વહેલા રોકાણ કરવાથી તમને જુદા-જુદા રોકાણ વિકલ્પો અને વ્યૂહરચના અજમાવવાનો વધુ સમય મળે છે. જો એક વિકલ્પ કામ ન કરે તો તમે હંમેશા તમારી વ્યૂહરચના બદલી શકો છો. 

4. લાંબા-સમયના લક્ષ્યાંકો પૂર્ણ કરવા
વહેલા રોકાણ કરવાથી તમે નિવૃત્તિ, ઘર ખરીદવા અથવા બાળકના શિક્ષણ માટે ભંડોળ જેવા લાંબા-ગાળાના લક્ષ્યાંકોની દિશામાં કામ કરી શકો છો. તમે જેટલું વહેલા રોકાણ કરવાનું શરૂ કરો છો તેટલો જ વધારે સમય તમે આ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સંશાધનોનું નિર્માણ કરવા માટે મેળવી શકો છો.

ઉપસંહાર 
વિલંબિત રોકાણની વધુ પડતી કિંમત ચુકવવી પડી શકે છે અને તે તમારા લાંબા-ગાળાના નાણાકીય લક્ષ્યાંકોને મુશ્કેલી ઊભી કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે SIP મારફતે અથવા ઉચ્ચક રકમ મારફતે રોકાણ કરતાં હોવ, જેમ બને તેમ વહેલામાં વહેલી તકે રોકાણ શરૂ કરવાથી તમે તમારા લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકો છો. પ્રોડક્ટ/સ્કિમની તમારા માટે અનુકૂળ છે કે નહીં તે શોધવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડ વિશેષજ્ઞ સાથે પરામર્શ કરી શકો છો.


અસ્વીકરણ 

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની વિવિધ શ્રેણીઓ વિશે AMFI વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવેલી માહિતી મ્યુચ્યુઅલ ફંડ્સને નાણાકીય ઉત્પાદન શ્રેણી તરીકે પસંદ કરવા વિશે જાગૃતિ લાવવા માટે માહિતી આપવાના હેતુથી છે અને વેચાણ પ્રમોશન અથવા વ્યવસાય માટેની વિનંતી નથી.

અહીંની સામગ્રી AMFI દ્વારા જાહેરમાં ઉપલબ્ધ માહિતી, આંતરિક સ્રોતો અને વિશ્વસનીય માનવામાં આવતા અન્ય તૃતીય-પક્ષ સ્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. જો કે, AMFI આવી માહિતીની ચોકસાઇની બાંયધરી આપી શકતું નથી, તેની સંપૂર્ણતાની ખાતરી આપી શકતું નથી અથવા આ પ્રકારની માહિતી બદલાશે નહીં તેની ખાતરી આપી શકતું નથી.

અહીંની સામગ્રી વ્યક્તિગત રોકાણકારના ઉદ્દેશ્યો, જોખમની ક્ષમતા અથવા નાણાકીય જરૂરિયાતો અથવા સંજોગો અથવા અહીં વર્ણવેલ મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનોની યોગ્યતાને ધ્યાનમાં લેતી નથી. આથી, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણ સંબંધિત સલાહ મેળવવા માટે સંબંધમાં તેમના પ્રોફેશનલ રોકાણ સલાહકાર/કન્સલ્ટન્ટ/ટેક્સ સલાહકારનો સંપર્ક કરે. 

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એ ડિપોઝિટ પ્રોડક્ટ નથી અને તે મ્યુચ્યુઅલ ફંડ અથવા તેના AMC દ્વારા જવાબદારી અથવા બાંયધરી અથવા વીમો નથી. અંતર્ગત રોકાણોની પ્રકૃતિને લીધે, મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનના વળતર અથવા સંભવિત વળતરની ખાતરી આપી શકાતી નથી. ભૂતકાળમાં કરેલું પરફોર્મન્સ, જ્યારે રજૂ કરવામાં આવે, તે સંપૂર્ણપણે સંદર્ભના હેતુઓ માટે છે અને તે ભવિષ્યના પરિણામોની ગેરંટી નથી.

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

285
હું રોકાણ કરવા માટે તૈયાર છું