શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસબુક જારી કરે છે ?

શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસબુક જારી કરે છે ?
મ્યુચ્યુઅલ ફંડ્સ કેલ્ક્યુલેટર્સ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

બેંકો અને અમુક નાની બચત યોજનાઓ પાસબુક જારી કરે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસબુક જારી કરતા નથી પણ તેઓ ખાતાનાં સ્ટેટમેન્ટ જારી કરે છે. પાસબુકનો મુખ્ય ઉદ્દેશ બેંકમાં થયેલા તમામ વહેવારોનો ટ્રેક રાખવાનો છે, જેમાં જમા, ઉપાડ, જમા કરેલું વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં પણ આ પ્રકારના વહેવારો જેવા કે ખરીદી, રિડિમ્પશન, સ્વિચિસ, ડિવિડન્ડનું પુનઃરોકાણ વગેરે હોઇ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં આવા વહેવારોને ખાતાનાં સ્ટેટમેન્ટમાં સામેલ કરવામાં આવે છે.

સ્કિમમાં પ્રથમ રોકાણ કરવામાં આવે ત્યાર પછી ખાતાનું સ્ટેટમેન્ટ જારી કરવામાં આવે છે. ખાતાનું સ્ટેટમેન્ટ તમામ સંબંધિત વિગતો પ્રતિબિંબિત કરશેઃ રોકાણકારનું  નામ, સરનામું, જોઇન્ટ હોલ્ડિંગની વિગતો, રોકાણ કરેલી રકમ, એનએવીની વિગતો, ફાળવેલા યુનિટ્સ વગેરે. દર વખતે જ્યારે નવો વહેવાર કરવામાં આવે ત્યારે ખાતાનાં સ્ટેટમેન્ટને અપડેટ કરવામાં આવશે અને કોપી રોકાણકારને મેઇલ કરવામાં આવે છે. ડિજિટલ યુગમાં ઘણા રોકાણકારો ઇ-સ્ટેટમેન્ટ્સનો વિકલ્પ પસંદ કરે છે, જે માહિતી વાંચવા, એક્સેસ કરવા અને સંગ્રહિત કરવાની વધુ અનુકૂળ રીત છે.

રોકાણકારો એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) કે તેની રજિસ્ટ્રારનો સંપર્ક કરીને કોઇ પણ સમયે ખાતાનાં ડુપ્લિકેટ સ્ટેટમેન્ટ એક્સેસ અને ઉપલબ્ધ કરી શકે છે. તેથી સ્કિમનાં ખાતાનું સ્ટેટમેન્ટ પાસબુકની ભૂમિકા ભજવે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું